ચિપની અછતને લઈને સેમસંગની ચેતવણી , ઇલેક્ટ્રોનિક ડિવાઇસોના ભાવ વધી શકે

ભવિષ્યમાં સ્માર્ટફોન , ટેબ્લેટ , LED ટીવી અને લેપટોપ જેવા ઇલેક્ટ્રોનિક્સ ખરીદવા માટે ગ્રાહકોને વધુ રૂપિયા ચૂકવવા પડશે

ચિપની અછતને લઈને સેમસંગની ચેતવણી , ઇલેક્ટ્રોનિક ડિવાઇસોના ભાવ વધી શકે

Photo Credit: Apple

બજારમાં ચિપના સ્ટોકની ભારે અછત છે

હાઇલાઇટ્સ
  • બજારમાં ચિપના સ્ટોકની ભારે અછત
  • સેમસંગ ભવિષ્યને લઈને વધુ સકારાત્મક વિચાર રાખે
  • 2027 સુધી DRAM અને અન્ય મેમરી ચિપ્સની માંગ વધુ વધી શકે
જાહેરાત

સેમસંગે ચેતવણી આપી છે કે વિશ્વભરમાં ચિપની અછત હજુ લાંબા સમય સુધી ચાલુ રહી શકે છે . કંપનીના જણાવ્યા મુજબ , આ સ્થિતિ 2028 સુધી યથાવત રહેવાની શક્યતા છે . જો આવું થાય તો સ્માર્ટફોન ,લેપટોપ , ટેબ્લેટ , LED ટીવી અને અન્ય ઇલેક્ટ્રોનિક ડિવાઈસોની કિંમતોમાં આવતા વર્ષોમાં વધારો થઈ શકે છે . હાલમાં પણ ચિપનો  સ્ટોક તેની માંગ કરતા ઓછો છે અને ભવિષ્યમાં તેમાં મોટા સુધારાના સંકેતો દેખાતા નથી .

હાલમાં સેમસંગ ઇલેક્ટ્રોનિક્સે જણાવ્યું છે કે તેના ચિપ બિઝનેસના પ્રોફિટમાં મોટો વધારો થયો છે . કંપનીએ વિશ્વના કેટલાક મોટા ડેટા સેન્ટરો સાથે ઘણા વર્ષો માટે ચિપ સપ્લાય માટેનો કરાર કર્યો છે . આ કારણે આવતા વર્ષોમાં મેમેરી ચિપ્સની માંગ વધુ વધવાની છે એવું માનવામાં આવી રહ્યું છે . રોઈટર્સના અહેવાલ મુજબ , ચિપની આ અછત ટૂંક સમયમાં દૂર થાય તેવી શક્યતા ઓછી છે .

જોકે સેમસંગ ભવિષ્યને લઈને વધુ સકારાત્મક વિચાર રાખે છે , ઇન્વેસ્ટરોમાં  હજુ પણ ચિંતા દેખાઈ રહી  છે . તેમની ચિંતા એ છે કે AI માટે ટેક કંપનીઓ દ્રારા કરવામાં આવતો ભારે ખર્ચ બીજા ક્ષેત્રોની વૃદ્ધિને પણ અસર કરી શકે છે .અહેવાલ મુજબ ,  એક સમયે સેમસંગના શેરમાં 8.4 ટકાનો વધારો જોવા મળ્યો હતો પરંતુ દિવસના અંતે 0.7 ટકા ઘટીને બંધ થયો હતો જોકે બીજી એક કંપની SK Hynixના શેરમાં 5.6 ટકાનો ઘટાડો નોંધાયો હતો .

સેમસંગે જણાવ્યું છે કે તેને વિશ્વની પાંચ મોટી ડેટા સેન્ટર કંપનીઓ સાથે સપ્લાય કરાર કર્યા છે અને અન્ય પાંચ કંપનીઓ સાથે પણ વાતચીત અંતિમ સ્ટેપમાં છે . જોકે કંપનીનું માનવું છે કે 2028 પહેલા ચિપના સ્ટોકમાં ખાસ સુધારો થવાની સંભાવના નથી .

સેમસંગના મેમરી વિભાગના ઊંચા અધિકારી કિમ જી - જૂનના જણાવ્યા અનુસાર, 2027 સુધી DRAM અને અન્ય મેમરી ચિપ્સની માંગ વધુ વધી શકે છે . સ્ટોક ઓછો હોવાથી RAM અને SSD જેવી સ્ટોરેજ પ્રોડક્ટ્સના ભાવમાં પહેલેથી જ મોટો વધારો જોવા મળી રહ્યો છે . જો આ સ્થિતિ આવી રહેશે , તો સ્માર્ટફોન , લેપટોપ , ટેબ્લેટ અને અન્ય ઇલેક્ટ્રોનિક ડિવાઈસો ખરીદવા માટે ગ્રાહકોને પહેલા કરતા વધુ ખર્ચ કરવો પડી શકે છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. DigiLocker અને mParivahanમાં આ રીતે સેવ કરો ડ્રાઇવિંગ લાયસન્સ , પાકીટ ભુલાય તો પણ નહીં પડે મુશ્કેલી
  2. ચિપની અછતને લઈને સેમસંગની ચેતવણી , ઇલેક્ટ્રોનિક ડિવાઇસોના ભાવ વધી શકે
  3. Nothing Phone (4a)ની કિંમતમાં થઈ શકે છે રૂપિયા 3,000નો વધારો , ખરીદી પહેલા જાણો નવી કિંમત
  4. બેભાન થઈને પડ્યા વ્યક્તિ , એપલ વોચના સ્માર્ટ ફિચરે સમયસર બોલાવી મદદ
  5. Oppo A7 Pro Maxનું પ્રી - ઓર્ડર શરૂ , 50MP સેલ્ફી કેમેરા અને મોટી બેટરી મળશે
  6. OnePlus N6માં મળશે 120Hz ડિસ્પ્લે અને AI ફીચર્સ , કિફાયતી કિંમતે થઈ શકે લોન્ચ
  7. UPI યુઝર્સની ગોપનીયતા વધશે , મોબાઈલ નંબરને બદલે યુઝરનેમ આધારિત IDને પ્રોત્સાહન
  8. Casio CRW-H001M-8માં સ્માર્ટ રિંગ અને સ્માર્ટવોચનો અનોખો મેળ , જાણો કિંમત અને ફીચર્સ
  9. WhatsAppની આ સેટિંગ બદલો , ફોનનું સ્ટોરેજ બચશે અને પ્રાઇવસી પણ રહેશે સુરક્ષિત
  10. ક્રેશ ટેસ્ટમાં ટાટા પંચ EVનો શાનદાર દેખાવ સુરક્ષામાં મેળવ્યો 5- સ્ટાર રેટિંગ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »