શું મેમરી ચિપની અછત હવે દૂર થશે ? જાણો નવો અપડેટ

આવી આશા રાખી શકાય કે આવતા વર્ષે ચિપ સપ્લાઈમાં વધારો હોવાથી આની સારી અસર સ્માર્ટફોન્સની ઘટતી કિંમતોના સ્વરૂપે સામે આવી શકે છે .

શું મેમરી ચિપની અછત હવે દૂર થશે  ? જાણો નવો અપડેટ

Photo Credit: iStock

વૈશ્વિક સ્તરે DRAM અને NAND ચિપની અછતના કારણે સ્માર્ટફોન , ટેબ્લેટ , લેપટોપ જેવા ડિવાઈસોની કિંમતો આસમાને પહોંચી ગઈ છે

હાઇલાઇટ્સ
  • ઇલેક્ટ્રોનિક્સ ડિવાઈસોની કિંમતોમાં જોરદાર વધારો જોવા મળ્યો
  • DRAM અને NAND ચિપની અછતના કારણે સ્માર્ટફોન , ટેબ્લેટ , લેપટોપ જેવા
  • AI ઇન્ડસ્ટ્રીની માંગને પૂરી કરવા ચીપના સ્ટોકને AI ઇન્ડસ્ટ્રી તરફ વાળી
જાહેરાત

છેલ્લા કેટલાક દિવસોથી સ્માર્ટફોન્સ અને અન્ય  ઇલેક્ટ્રોનિક્સ ડિવાઈસોની કિંમતોમાં જોરદાર વધારો જોવા મળ્યો છે . લગભગ બધી જ સ્માર્ટફોન કંપનીઓએ પોતાના સ્માર્ટફોન્સ  મોંઘા કર્યા . આમાં નવા લોન્ચ મોબાઈલ સાથે જૂના સ્માર્ટફોન્સ મોડલ્સની કિંમતમાં પણ વધારો જોવા મળી રહ્યો છે  . પાછું કેટલાક ઉપયોગી ઇલેક્ટ્રોનિક્સ પણ મોંઘા થયા છે . આના પાછળનું મુખ્ય કારણ ગ્લોબલ લેવલ પર જરૂરી સ્પેર પાર્ટ્સના સપ્લાઈમાં અછત  બતાવવામાં આવ્યું છે  . પાછલાં કેટલાક મહિનાઓમાં RAM અને  મેમરી ચિપની કિંમતોમાં  પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે . જેના કારણે તેની સીધી  અસર ઇલેક્ટ્રોનિક ડિવાઇસની કિંમતો પર પડી છે . જોકે સારા સમાચાર એ છે કે આ વધતી કિંમતોથી છુટકારો મળી શકે છે .


વૈશ્વિક સ્તરે DRAM અને NAND ચિપની અછતના  કારણે સ્માર્ટફોન , ટેબ્લેટ , લેપટોપ જેવા ડિવાઈસોની કિંમતો આસમાને પહોંચી ગઈ છે . આ ચર્ચામાં ટિપસ્ટર યોગેશ બરારએ એક મોટો અપડેટ આપ્યો છે . તેમના ઇન્ડસ્ટ્રી સૂત્રોના હવાલાથી તેમણે દાવો કર્યો છે કે બે ચીની કંપનીઓ ચીપના ઉત્પાદનમાં કામ કરી રહી છે . આ બે કંપનીઓમાં ચાંગક્સિન મેમોરી ટેક્નોલોજી ( CXMT ) અને યાંગ્ત્જે મેમોરી ટેક્નોલોજી ( YMTC ) ના નામે જાણીતી છે . આ કંપનીઓ હાલમાં DRAMના સ્ટોક જમા કરી રહી છે . આવું કહેવામાં આવે છે કે આ બંને  કંપનીઓ આવતા વર્ષે પોતાની  સ્ટોક કરેલી DRAM ચિપને માર્કેટમાં લોન્ચ કરશે . 

આ વાત નોંધનીય છે કે મેમરી ચિપ  બનાવતી કંપનીઓએ ઝડપથી વધી રહેલા AI ઇન્ડસ્ટ્રીની માંગને પૂરી કરવા ચીપના સ્ટોકને AI ઇન્ડસ્ટ્રી તરફ વાળી દીધું છે . જો આ વાત સાચી સાબિત થાય  તો મેમરી ચિપ્સની વધતી સપ્લાયથી હાલમાં ચાલી રહેલી કમીને દૂર કરી શકાશે . આનાથી ઇલેકટ્રોનિક્સ પાર્ટ્સની કિંમતો ઝડપથી નીચે જશે અને જો એવું બનશે તો 2027માં ડિવાઈસોની કિંમત ઘણી ઓછી થઈ શકે છે . જોકે DRAM અને NAND ચિપની અછત 2028ની પ્રથમ ત્રિમાસિક સુધી આવી જ સ્થિતિ રહી શકે છે .

આવી આશા રાખી શકાય કે આવતા વર્ષે ચિપ સપ્લાઈમાં વધારો હોવાથી આની સારી અસર સ્માર્ટફોન્સની ઘટતી કિંમતોના સ્વરૂપે સામે આવી શકે છે . જોકે આ વાતની હજુ કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી કે સ્માર્ટફોન કંપનીઓ ઘટતી કિંમતોને ગ્રાહકો સુધી પહોંચવા દેશે કે નહીં . સ્માર્ટફોન્સની કિંમતો પહેલાથી જ વધેલી છે . આમાં બજેટ રેન્જ , મિડ રેન્જ અને ફ્લેગશિપ હેન્ડસેટ્સની કિંમતો ગ્રાહકોની પહોંચથી બહાર થઈ ગઈ છે . નિજકના ત્રિમાસિક , છ મહિનામાં પણ આવી સ્થિતિમાંથી રાહત મળવાના કોઈ સંકેતો દેખાતા નથી . 


 


 


 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. સ્માર્ટ ગ્લાસીસ હવે રહેશે ઠંડા અને હળવા , xMEMSના માઈક્રો - ફેન અને Sycamore સ્પીકર્સથી મળશે મોટો ફાયદો
  2. શું મેમરી ચિપની અછત હવે દૂર થશે ? જાણો નવો અપડેટ
  3. Vivo X300e લોન્ચનો કાઉન્ટડાઉન પૂરો , જાણો ફોનના તમામ સંભવિત ફીચર્સ
  4. ટ્રેનમાં મળતી બેડશીટ થશે વધુ સ્વચ્છ , ભારતીય રેલવેએ શરૂ કરી AI આધારિત તપાસ
  5. Xiaomiએ Mijia Wireless Floor Cleaner 5C રજૂ કર્યો , 45 મિનિટની ક્લીનિંગ અને હોટ એર ડ્રાયિંગની સુવિધા
  6. આ અઠવાડિયે OTT પર રિલીઝ થયેલી નવી ફિલ્મો અને વેબ સિરીઝ
  7. Samsung Galaxy F70 Proએ Snapdragon 6 Gen 3, 8GB RAM સાથે જોવા મળ્યો Geekbench પર
  8. ક્યારે અને ક્યાં ફીચર્સ સાથે લોન્ચ થશે Lava Virat V1 5G અને Virat V1? બધું અહીં જાણો
  9. હવેથી નહીં રદ કરી શકે કેબ ડ્રાઈવરો એરપોર્ટ અને હોસ્પિટલની રાઈડ : મહારાષ્ટ્રમાં નવા નિયમો
  10. ડયુઅલ રિયર કેમેરા અને બે કલર વિકલ્પો સાથે 31 જુલાઈએ ભારતમાં લોન્ચ થશે OnePlus N6x
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »