આ ઇલેક્ટ્રિક SUVની સુરક્ષા વિશેષતાઓમાં ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ , સાઈડ -કર્ટન એરબેગ્સ અને સીટબેલ્ટ રિમાઇન્ડર્સનો સમાવેશ થાય છે
આ ઇલેક્ટ્રિક SUVના તમામ વેરિઅન્ટસમાં સુરક્ષા પર વધારે ભાર મુકવામાં આવ્યું છે .
દેશના ઇલેક્ટ્રિક વાહન EV બજારમાં સૌથી ટોચની કંપની ટાટા મોટર્સની પંચ EV હવે વધુ સુરક્ષિત કોમ્પેકટ ઇલેક્ટ્રિક SUV તરીકે ઓળખાઈ રહી છે . Bharat NCAP ક્રેશ ટેસ્ટમાં ટાટા પંચ Eને 5 સ્ટાર સેફટી રેટિંગ મળ્યું છે . આ રેટિંગ તેના તમામ વેરિઅન્ટસ માટે લાગુ પડે છે . મીડિયા રિપોર્ટ મુજબ , ક્રેશ ટાટા પંચ EVએ વધુ વયના મુસાફરોની સુરક્ષા માટે 32 માંથી 31.09 પોઇન્ટ અને બાળકોની સુરક્ષા માટે 49 માંથી 45 પોઇન્ટ મેળવ્યા છે . આ રિઝલ્ટ બતાવે છે કે ટાટા મોટર્સ પોતાની ઇલેક્ટિક કારોમાં સુરક્ષાને ખાસ ધ્યાન આપ્યું છે .
ટાટા પંચ EVના તમામ વેરિઅન્ટસમાં અનેક સ્ટાન્ડર્ડ સેફટી ફીચર્સ આપવામાં આવ્યા છે . તેમાં Electronic Stability Control ( ESC ) સાઈડ - કર્ટન એરબેગ્સ અને દરેક સીટ માટે સીટબેલ્ટ રિમાઇન્ડર જેવી સુવિધાઓ સામેલ છે . સુરક્ષાને લગતી મોટાભાગની ટેસ્ટમાં પણ SUVએ સારો સ્કોર મેળવ્યો છે .
ટાટા મોટર્સનું EVના વેચાણ પણ ઝડપી વધી રહ્યું છે . કંપનીએ જૂન મહિનામાં 12,187 ઇલેક્ટ્રિક પેસેન્જર EV વેચ્યા હતા , જે ગયા વર્ષની સરખામણીએ 126 ટકાથી વધુ વધારો દર્શાવે છે . કંપનીના જણાવ્યા મુજબ , જૂનમાં મળેલી દરેક ત્રણ નવી બુકિંગમાંથી એક બુકિંગ EV માટે હતી .
ચાલુ વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં ટાટા મોટર્સે 34,467 EV વેચ્યા હતા , જે લગભગ 112 ટકાનો વધારો દર્શાવે છે . ગયા મહિને દેશમાં કુલ 31,823 પેસેન્જર EV વેચ્યા હતા , જે ગયા વર્ષની સરખામણીએ 107.75 ટકા વધુ છે . હાલમાં પેસેન્જર EV સેગમેન્ટમાં ટાટા મોટર્સ સૌથી આગળ છે .
તાજેતરમાં કંપનીએ Sierra EV પણ લોન્ચ કરી છે , તેના પેટ્રોલ - ડીઝલ ( ICE ) મોડલની સરખામણીએ Sierra EVના ડિઝાઈનમાં કેટલાક ફેરફારો કર્યા છે . તેની એક્સ - શોરૂમ કિંમત 18.79 લાખ રૂપિયાથી શરૂ થઈને 24.79 લાખ રૂપિયા સુધી જાય છે . દેશમાં ઇલેક્ટ્રિક કારોની માંગ સતત વધી રહી છે . આવું માનવામાં આવી રહ્યું છે કે પેસેન્જર EVનો હિસ્સો 6 થી 8 ટકા સુધી પહોંચી શકે છે . જયારે પહેલાના વર્ષમાં આ હિસ્સો આશરે 4.37 ટકા હતો .
જાહેરાત
જાહેરાત