Ugreenએ બજારમાં તેનું નવું 100W Mini Ice GaN ચાર્જર લોન્ચ કર્યું છે
Photo Credit: ITHome
આ ચાર્જરની ડિઝાઈન કાર્ડ જેવી પાતળી છે
Ugreenએ બજારમાં તેનું નવું 100W Mini Ice GaN ચાર્જર લોન્ચ કર્યું છે . કંપનીનો દાવો છે કે આ ચાર્જર સામાન્ય ચાર્જરની સરખામણીમાં વધુ પાતળું અને હળવું છે જથી તેને સરળતાથી લઈ શકાય છે . તેમાં બે USB Type - C છે અને એક USB Type - A એમ કુલ ત્રણ પોર્ટ આપવામાં આવ્યા છે . બંને USB- C પોર્ટ 100W સુધીનું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે . ચાલો જાણીએ તેની કિંમત અને ખાસ ફીચર્સ વિશે .
Ugreen 100W Mini Ice GaN Chargerની કિંમત :
આ ચાર્જરની કિંમત 189 યુઆન ( લગભગ 2,500 ) રાખવામાં આવી છે . હાલમાં તેને ચીનમાં લોન્ચ કરવામાં આવ્યું છે અને કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પરથી ખરીદી શકાય છે .
Ugreen 100W Mini Ice GaN Chargerના ફીચર્સ :
આ ચાર્જરની ડિઝાઈન કાર્ડ જેવી પાતળી છે જેના કારણે તેને સરળતાથી ખિસ્સા અથવા લેપટોપ સ્લીવમાં રાખી શકાય છે . તેનું માપ 90.2 x 55.6 x 18.2mm છે અને વજન 178 ગ્રામ છે . તેમાં ફોલ્ડ કરી શકાય તેવા પ્લગ આપવામાં આવ્યા છે , જેથી બેગમાં રાખતી વખતે અન્ય વસ્તુઓને સ્ક્રેચ પણ પડતા નથી .
ચાર્જરમાં બે USB-C પોર્ટ અને એક USB-A પોર્ટ છે . બંને USB-C પોર્ટ 100W સુધીનું આઉટપુટ આપે છે , જેથી લેપટોપ સહિત અન્ય ડિવાઇસ પણ ઝડપથી ચાર્જ થઈ શકે છે . કંપનીના જણાવ્યા મુજબ , આ ચાર્જર 2022 MacBook Airને માત્ર 30 મિનિટમાં 53 ટકા સુધી ચાર્જ કરી શકે છે . જયારે USB-A પોર્ટ 22.5W આઉટપુટ આપે છે, જે સ્માર્ટવોચ , કેમેરા , ઈયરબડ્સ અને અન્ય નાના ગેજેટ્સ માટે ઉપયોગી છે .
સુરક્ષા માટે તેમાં થર્મલ મોનિટરિંગ સિસ્ટમ આપવામાં આવી છે , જે ચાર્જરનું તાપમાન સતત ચેક કરે છે અને જરૂર પડે ત્યારે પાવર પણ આપમેળે કંટ્રોલ કરે છે . આ ઉપરાંત તેમાં શોર્ટ સર્કિટ , ઓવરવોલ્ટેજ અને ઓવરકરન્ટ પ્રોટેક્શન પણ આપવામાં આવ્યું છે .
આ ચાર્જર PD 3.0, PPS, QC 3.0, AFC અને FCP જેવા લોકપ્રિય ફાસ્ટ ચાર્જિંગ સ્ટાન્ડર્ડને પણ સપોર્ટ કરે છે , જેથી તે અનેક પ્રકારના સ્માર્ટફોન , ટેબ્લેટ અને લેપટોપ સાથે કામ કરી શકે છે .
જાહેરાત
જાહેરાત