E85 ઈંધણ થયું લોન્ચ , પરંતુ શું તમારી કાર તેના માટે તૈયાર છે ?

5 જૂનના રોજ , કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ દિલ્હીના પહેલા E85 ફ્યુઅલ ડિસ્પેન્સિંગ સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું .

E85 ઈંધણ થયું લોન્ચ , પરંતુ શું તમારી કાર તેના માટે તૈયાર છે ?

Photo Credit: X/@HardeepSPuri

E85 ઈંધણમાં 85 ટકા ઈથેનોલ હોય છે .

હાઇલાઇટ્સ
  • E20 અને E85 બંને અલગ પ્રકારના ઈંધણ
  • E85 સામાન્ય પેટ્રોલ કરતાં સસ્તું છે
  • E85 માં 85 ટકા સુધી ઈથેનોલ હોય
જાહેરાત

દેશમાં E85 ઈંધણને લઈને ચર્ચા વધી રહી છે . સરકારનું કહેવું છે કે આ ઈંધણ સામાન્ય પેટ્રોલ કરતાં સસ્તું છે , પરંતુ ઘણા વાહનચાલકોના મનમાં સવાલ છે કે શું તે તેમની કારમાં વાપરી શકાય છે અને આવા વાહનો ભારતમાં ઉપલબ્ધ છે કે નહીં . ખાસ કરીને E20 વાહનોમાં E85 ઈંધણ ભરાવવાથી શું અસર થશે તે અંગે લોકોમાં ઉત્સુકતા છે . દિલ્હીમાં E85 ઈંધણની કિંમત પ્રતિ લિટર રૂપિયા 82.12 રાખવામાં આવી છે .

5 જૂને કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ દિલ્હીના પુસા રોડ સ્થિત ઈન્ડિયન ઓઈલ પેટ્રોલ પંપ પર શહેરના પહેલા E85  ફ્યુઅલ સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું હતું . આ સાથે ભારતમાં ઉચ્ચ ઇથેલોન મિશ્રણવાળા ઈંધણના ઉપયોગ તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરાયું છે .

દિલ્હીમાં E85 ઈંધણની કિંમત પ્રતિ લિટર રૂપિયા 82.12 રાખવામાં આવી છે . આ ભાવ હાલના E20 પેટ્રોલ કરતાં લગભગ 20 રૂપિયા ઓછો છે . ગ્રાહકોને ગેરસમજ ન થાય તે માટે E85 માટે અલગ લેબલિંગ અને બ્રાન્ડિંગવાળા ફ્યુઅલ પંપ લગાવવામાં આવશે .

જો કે , E20  અને E85 બંને અલગ પ્રકારના ઈંધણ છે . E20 માં 20 ટકા સુધી ઈથેનોલ હોય છે , જયારે E85 માં 85 ટકા સુધી ઈથેનોલ હોય છે . તેથી E20 માટે બનાવવામાં આવેલા વાહનોમાં E85 ઈંધણનો ઉપયોગ કરવો સલામત નથી . 

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર , E20 વાહનમાં E85 ઈંધણ ભરાવવાથી એન્જિનના પ્રદર્શન પર ખરાબ અસર પડી શકે છે . ઉપરાંત ફ્યુઅલ સિસ્ટમ , ફ્યુઅલ લાઈન અને અન્ય ભાગોને નુકસાન પહોંચવાની શક્યતા રહે છે . વાહન સ્ટાર્ટ કરવામાં મુશ્કેલી પણ આવી શકે છે અને લાંબાગાળે ખર્ચાળ સર્વિસની જરૂર પડી શકે છે .

E85 ઇંધણનો ઉપયોગ માત્ર ફ્લેક્સ - ફ્યુઅલ વાહનો ( FFV )માં જ કરી શકાય છે . આવા વાહનો ખાસ રીતે ડિઝાઈન  કરવામાં આવે છે જેથી તેઓ E20 થી લઈને E85  અને કેટલાક કિસ્સામાં E100 સુધીના ઈથેનોલ મિશ્રણ પર સરળતાથી ચાલી શકે . તેમાં ખાસ એન્જિન મેનેજમેન્ટ સિસ્ટમ અને ઈથેનોલ - પ્રતિરોધક ભાગોનો ઉપયોગ કરવામાં આવે છે , જે ઈંધણના પ્રકાર પ્રમાણે આપમેળે ગોઠવાઈ જાય છે .

તેથી , જો તમારી પાસે સામાન્ય E20 વાહન હોય તો તેમાં E85 ઈંધણનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ . E85  માત્ર ફ્લેક્સ - ફ્યુઅલ વાહનો માટે જ યોગ્ય અને સુરક્ષિત છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. E85 ઈંધણ થયું લોન્ચ , પરંતુ શું તમારી કાર તેના માટે તૈયાર છે ?
  2. Meta AI Bug : હેકર્સે Instagram એકાઉન્ટ્સ પર કર્યો કબજો , હજારો યુઝર્સ થયા પ્રભાવિત
  3. 200MP કેમેરા અને Dimensity 9500 ચિપ સાથેનો Vivo X300 Pro થયો સસ્તો , જાણો નવી કિંમત
  4. IRCTC Train Vacancy Check : મુસાફરી દરમિયાન ખાલી બેઠકો ચકાસવાની સંપૂર્ણ રીત
  5. Gemini તમારી વાતચીત સાચવે છે ? Activity મેનેજ અને ડિલીટ કરવાની સંપૂર્ણ માહિતી
  6. Apple WWDC 2026 હાઈલાઈટ્સ : Apple Intelligence Siri 2.0 અને iOS 27ના મોટા અપડેટ્સ
  7. WWDC 2026: iOS 27માં AIનો ધમાકો , જાણો નવી Siri , Genmoji અને 10 મોટી સુવિધાઓ
  8. Apple WWDC 2026 : iOS 27 થી AI siri સુધી જાણો કંપનીના સૌથી મોટા અપડેટ્સ
  9. ફોન ગરમ થવાથી બચાવવાના 14 અસરકારક ઉપાય , બેટરી વિસ્ફોટનું જોખમ થશે ઓછું
  10. Amazon Saleમાં Nothing Phone (3) થી ASUS TUF A15 સુધી સસ્તામાં ખરીદવાની તક
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »