11,000W કૂલિંગ ક્ષમતા અને HyperOS Connect સપોર્ટ સાથે આવ્યું Xiaomi નું નવું સ્માર્ટ AC

તેમાં 115 ડિગ્રી વાઈડ - એંગલ સ્વીપ ફંકશન છે અને તે 16 મીટર સુધી હવા ફેંકી શકે છે

11,000W કૂલિંગ ક્ષમતા અને HyperOS Connect સપોર્ટ સાથે આવ્યું Xiaomi નું નવું સ્માર્ટ AC

Photo Credit: MSN

Mijia Powerful Wind Ultra 3HP ACબિલ્ટ - ઈન 3 હોર્સપાવર સિસ્ટમથી ચાલે છે .

હાઇલાઇટ્સ
  • ચીનમાં Mijia Powerful Wind Ultra 3HP AC લોન્ચ
  • આ એર કન્ડીશનર 3 - હોર્સપાવર સિસ્ટમ સાથે
  • આ AC ડયુઅલ સાઈનવેવ મોટર્સથી સંચાલિત છે
જાહેરાત

Xiaomi એ ચીનમાં પોતાનું નવું હાઈ - પાવર સ્ટેન્ડિંગ એર કન્ડીશનર Mijia Powerful Wind Ultra 3HP AC રજૂ કર્યું છે . કંપનીના જણાવ્યા અનુસાર , આ એસી મોટી  જગ્યાઓને ઝડપથી ઠંડી કે ગરમ કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે અને માત્ર 15 સેકેન્ડમાં કૂલિંગ શરૂ કરવાની ક્ષમતા ધરાવે છે . આ એર કન્ડીશનર 3 - હોર્સપાવર સિસ્ટમ સાથે આવે છે અને તેમાં 25.1cc ડયુઅલ - સિલિન્ડર કમ્પ્રેસર આપવામાં આવ્યું છે . આની કિંમત 5,999 યુઆન ( આશરે રૂપિયા 84,000 ) રાખવામાં આવી છે .

Mijia Powerful Wind Ultra 3HP ACની કિંમત :
ચીની બજારમાં Mijia Powerful Wind Ultra 3HP AC ની કિંમત 5,999 યુઆન ( લગભગ રૂપિયા 84,000 ) રાખવામાં આવી છે . ગ્રાહકો તેને Xiaomi ના સત્તાવાર રિટેલ સ્ટોર્સ તેમજ JD.com પરથી ખરીદી શકે છે .

Mijia Powerful Wind Ultra 3HP AC ના ફીચર્સ :
આ એર કન્ડીશનર 3 - હોર્સપાવર સિસ્ટમ સાથે આવે છે અને તેમાં 25.1cc ડયુઅલ - સિલિન્ડર કમ્પ્રેસર આપવામાં આવ્યું છે . Xiaomi નો દાવો છે કે 140Hz હાઈ - ફ્રિકવન્સી મોડમાં તે માત્ર 15 સેકન્ડમાં ઠંડક અને 30 સેકન્ડમાં ગરમી આપવાનું શરૂ કરી શકે છે .

આ ડિવાઇસમાં 11,000W કૂલિંગ અને 16,000W હીટિંગ ક્ષમતા આપવામાં આવી છે . આ ઉપરાંત , તેમાં ડયુઅલ - રો પ્યોર કોપર ઇવેપોરેટર અને અને કન્ડેન્સરનો ઉપયોગ કરવામાં આવ્યો છે , જે તેની કામગીરીને વધુ અસરકારક બનાવે છે .

આ AC ડયુઅલ સાઈનવેવ મોટર્સથી સંચાલિત છે  અને પ્રતિ કલાક 1,800 ક્યુબિક મીટર સુધી એરફલો પ્રદાન કરી શકે છે . તેમાં 115 - ડિગ્રી વાઈડ - એંગલ સ્વિંગ સપોર્ટ છે જે 16 મીટર સુધી હવા પહોંચાડવાની ક્ષમતા ધરાવે છે .

વીજપાવરની વાત કરીએ તો , આ AC ને 4.90 APF રેટિંગ મળ્યું છે . કંપનીના જણાવ્યા અનુસાર , આ મોડેલ દર વર્ષે લગભગ 660kWh સુધી વીજળીની બચત કરવામાં  મદદરૂપ થઈ શકે છે .

હવે આગળ , આ એર કન્ડીશનર કઠોર હવામાન પરિસ્થિતિઓમાં પણ કાર્ય કરવા માટે બનાવવામાં આવ્યું છે . તે 35 ડિગ્રી સેલ્સિયસથી લઈને 65 ડિગ્રી સેલ્સિયસ સુધીના તાપમાનમાં પણ સારી રીતે કામ કરી શકે છે .

Mijia Powerful Wind Ultra 3HP AC ફીચર્સ :
સ્માર્ટ ફીચર્સ માટે , Mijia Powerful Wind Ultra 3HP AC ને Xiaomi ની HyperOS Connect સ્માર્ટ હોમ સિસ્ટમ સાથે કનેક્ટ કરી શકાય છે . આ ઉપરાંત , તેમાં ITO ટચ ડિસ્પ્લે પણ આપવામાં આવ્યું છે , જે યુઝર્સને સરળ અને આધુનિક નિયંત્રણનો અનુભવ આપે છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. ' ઈકારસ ' બન્યું વિશ્વનું સૌથી મોટું પેપર એરપ્લેન , સફળ ઉડાન સાથે બનાવ્યો નવો રેકોર્ડ
  2. Kia Syros EV માટે બુકિંગ શરૂ , બે બેટરી વિકલ્પ અને પ્રીમિયમ ફીચર્સ મળશે
  3. Apple iPhone 16 હવે ઓછી કિંમતે , બેંક ઓફર અને એક્સચેન્જથી મળશે વધુ ફાયદો
  4. GoBoult Tenet Pro ઈયરબડ્સ આવ્યા , 13mm ડ્રાઈવર , ડયુઅલ ડિવાઈસ કનેક્ટિવિટી સહિત અનેક ફીચર્સ
  5. Flipkart પર iPhone 16 સસ્તો થયો , બેંક અને એક્સચેન્જ ઓફરથી વધુ ફાયદો
  6. Redmi K100 Proમાં 200MP કેમેરા અને Snapdragon 8 Elite Gen 5 મળી શકે
  7. Realme C100xના ફીચર્સ આવ્યા સામે , 45W ફાસ્ટ ચાર્જિંગ અને 50MP કેમેરા સાથે આવશે ફોન
  8. 22 જુલાઈએ લોન્ચ થશે Samsung Galaxy Z Fold 8 , જાણો અપેક્ષિત કિંમત , ફીચર્સ અને સ્પેસિફિકેશન
  9. iQOO 16ના સ્પેક્સ લીક , પેરિસ્કોપ કેમેરા અને બેટરી સાથે આવી શકે છે સ્માર્ટફોન
  10. Samsung Galaxy A56 5G ની કિંમતમાં મોટો ઘટાડો , જાણો નવી ઓફર અને ફીચર્સ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »