આમાં 60°C હોટ એર ફ્લો આપવામાં આવ્યો છે જેથી દુર્ગંધ પણ દૂર થાય છે
Photo Credit: Xiaomi
Xiaomiએ Mijia Wireless Floor Cleaner 5Cને હાલમાં લોન્ચ કર્યો છે
ચીની ટેક કંપની Xiaomiએ પોતાના સ્માર્ટ હોમ પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં નવો Mijia Wireless Floor Cleaner 5C લોન્ચ કર્યો છે . આ કંપનીનો બજેટ ફ્લોર ક્લીનર છે , જે અગાઉના મોડલની સરખામણીએ અનેક અપગ્રેડેડ ફીચર્સ સાથે આવે છે . કંપનીનો દાવો છે કે આ ડિવાઈસ એક જ ચાર્જમાં 341 ચોરસ મીટર સુધીના વિસ્તારની સફાઈ કરી શકે છે અને સતત 45 મિનિટ સુધી કાર્ય કરે છે . ઉપરાંત , તેમાં 60 ડિગ્રી સેલ્સિયસ હોટ એર ડ્રાયિંગ સિસ્ટમ પણ આપવામાં આવી છે .
Xiaomiએ Mijia Wireless Floor Cleaner 5Cને હાલમાં ચીનમાં લોન્ચ કર્યો છે . તેની કિંમત 999 યુઆન ( અંદાજે રૂપિયા 14,000 ) રાખવામાં આવી છે . ગ્રાહકો તેને કંપનીની અધિકૃત વેબસાઈટ પરથી ખરીદી શકશે . તેની વેચાણ પ્રક્રિયા 3 ઓગસ્ટથી શરૂ થશે . હાલ કંપનીએ તેને વૈશ્વિક બજારમાં લોન્ચ કરવાની કોઈ માહિતી આપી નથી .
નવા ફ્લોર ક્લીનરમાં 18,000Pa સક્શન પાવર આપવામાં આવી શકે છે , જે ધૂળ , ગંદકી તેમજ પાળતું પ્રાણીઓના ખરેલા વાળને અસરકારક રીતે સાફ કરવામાં મદદ કરે છે . આ ડિવાઈસ વિવિધ પ્રકારના ફ્લોર પર સરળતાથી કામ કરી શકે છે .
કંપનીએ તેમાં ટ્રિપલ એન્ટી - ટેન્ગલ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે , જેના કારણે લાંબા વાળ અથવા પાળતું પ્રાણીઓના વાળ બ્રશમાં સરળતાથી ફસાતા નથી. પરિણામે ક્લીનરની જાળવણી સરળ બને છે અને વારંવાર વાળ કાઢવાની જરૂર પડતી નથી .
આ ઉપરાંત , ડિવાઈસમાં 60°C હોટ એર ફ્લો આપવામાં આવ્યો છે , જે ફ્લોરને ઝડપથી સુકવવામાં મદદ કરે છે અને દુર્ગંધ પણ દૂર કરે છે . કંપનીનો દાવો છે કે ક્લીનર ખૂબ ઓછો અવાજ કરે છે અને કામગીરી દરમિયાન માત્ર 50dB સુધીનો જ અવાજ ઉત્પન્ન કરે છે . હાલમાં આ પ્રોડક્ટ ચીનના બજાર માટે રજૂ કરવામાં આવ્યો છે , જયારે અન્ય દેશોમાં તેની ઉપલબ્ધતા અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી .
જાહેરાત
જાહેરાત