Xiaomi Smart Band 10 Pro માં AMOLED ડિસ્પ્લે અને એડવાન્સ હેલ્થ ટ્રેકિંગ ફીચર્સ

Xiaomi Smart Band 10 Pro 150 થી વધુ સપોર્ટ કરે છે

Xiaomi Smart Band 10 Pro માં AMOLED ડિસ્પ્લે અને એડવાન્સ હેલ્થ ટ્રેકિંગ ફીચર્સ

Photo Credit: Xiaomi

Xiaomi Smart Band 10 Pro

હાઇલાઇટ્સ
  • ગુરુવારે ચીનમાં Xiaomi Smart Band 10 Pro લોન્ચ
  • હેલ્થ ટ્રેકિંગ માટે તેમાં ડયુઅલ - લાઈટ PPD સેન્સર
  • 2000 nits બ્રાઇટનેસ અને 21 દિવસ સુધીની બેટરી લાઈફ
જાહેરાત

ગુરુવારે ચીનમાં Xiaomi Smart Band 10 Pro લોન્ચ કરવામાં આવ્યું છે , જે Xiaomi 17 Max અને Xiaomi Ear Clip ઈયરફોન સાથે રજૂ થયું હતું . નવા સ્માર્ટ  વેરેબલમાં 1.74 ઈંચનું AMOLED કલર ડિસ્પ્લે આપવામાં આવ્યું છે , જે 2000 nits સુધીની પીક બ્રાઇટનેસ સપોર્ટ કરે છે . કંપનીનો દાવો છે કે આ ડિવાઈસ  એક જ ચાર્જ પર 21 દિવસ સુધીની બેટરી લાઈફ આપી શકે છે . તેમાં ડયુઅલ - લાઈટ PPD સેન્સર સાથે બ્લડ ઓક્સિજન ( Sp02 ) મોનિટરિંગ , HRV  ટ્રેકિંગ અને સ્લીપ મોનિટરિંગ જેવી હેલ્થ ફીચર્સ પણ સામેલ છે . Xiaomi એ આ સ્માર્ટ બેન્ડનું પ્રીમિયમ સિરામિક એડિશન પણ રજૂ કર્યું છે , જયારે સ્ટાન્ડર્ડ  મોડેલ એલ્યુમિનિયમ એલોય ફ્રેમ અને ફ્લોરોરબર  સ્ટ્રેપ સાથે આવે છે .

Xiaomi Smart Band 10 Pro કિંમત :

Xiaomi Smart Band 10 Proની શરૂઆતની કિંમત CNY 399 ( આશરે રૂપિયા 5,600 ) રાખવામાં આવી છે . લેધર સ્ટ્રેપ વેરિઅન્ટની કિંમત CNY  449 ( આશરે રૂપિયા 6,500 ) છે , જયારે સિરામિક વર્ઝનની કિંમત CNY 479 (આશરે રૂપિયા 6,700 ) છે . સ્માર્ટ બેન્ડ બ્લેક , ચેરી બ્લોસમ પિંક , કોરલ ઓરેન્જ , ચીઝ વ્હાઈટ , સિરામિક વ્હાઈટ અને સિલ્વર જેવા કલર વિકલ્પોમાં ઉપલબ્ધ છે .

xiaomi band 10 pro ceramic Xiaomi Smart Band 10 Pro

Photo Credit: Xiaomi Smart Band 10 Pro

Xiaomi Smart Band 10 Pro ફીચર્સ :

ફીચર્સની વાત કરીએ તો , Xiaomi Smart Band 10 Pro HyperOS પર કાર્ય કરે છે અને તેમાં 336 x 480 પિક્સેલ રિઝોલ્યુશનવાળું ડિસ્પ્લે છે , જેને 2.5D ટેમ્પર્ડ  ગ્લાસ પ્રોટેક્શન આપવામાં આવ્યું છે . ડિવાઈસ જુદા જુદા પ્રકારના સ્ટ્રેપ વિકલ્પો સાથે આવે છે , જેમાં લેધર અને ફ્લોરોરબર મટિરિયલનો સમાવેશ થાય છે .

હેલ્થ ટ્રેકિંગ માટે તેમાં ડયુઅલ - લાઈટ PPD સેન્સર આપવામાં આવ્યું છે , જે 98.2 ટકા સુધીની હાર્ટ રેટ મોનિટરિંગ એકયુરેસિનો દાવો કરે છે . આ સિવાય તેમાં  એક્સીલેરોમીટર , ગાયરોસ્કોપ , એમ્બિયન્ટ લાઈટ સેન્સર , ઓપ્ટિકલ હાર્ટ રેટ સેન્સર અને જીયોમેગ્નેટિક સેન્સર  પણ સામેલ છે . સ્માર્ટ બેન્ડ સ્ટ્રેસ મૂવમેન્ટ ,  ઊંઘ અને HRV જેવા હેલ્થ ડેટાનું ટ્રેકિંગ કરી શકે છે .
 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »