સ્માર્ટ ગ્લાસીસ હવે રહેશે ઠંડા અને હળવા , xMEMSના માઈક્રો - ફેન અને Sycamore સ્પીકર્સથી મળશે મોટો ફાયદો

કંપનીએ સ્માર્ટ ગ્લાસીસ માટે " uCooling " નામનો માઈક્રો - ફેન અને ' Sycamore ' નામની અલ્ટ્રા - સ્લિમ સ્પીકર ટેક્નોલોજી રજૂ કરી છે .

સ્માર્ટ ગ્લાસીસ હવે રહેશે ઠંડા અને હળવા , xMEMSના માઈક્રો - ફેન અને Sycamore સ્પીકર્સથી મળશે  મોટો ફાયદો

Photo Credit: xMEMS Labs

હાઇલાઇટ્સ
  • xMEMSએ ગયા વર્ષે ' Sycamore ' રજૂ કર્યું હતું
  • ટેક્નોલોજી સ્માર્ટ ગ્લાસીસને વધુ હળવો અને આરામદાયક બનાવવામાં મદદરૂપ
  • સિસ્ટમ તાપમાનમાં 40 ટકા સુધીનો ઘટાડો કરી શકે
જાહેરાત

જો કોઈ તમને કહે કે નખથી નાનો પંખો હોઈ શકે તો તમને કદાચ વિશ્વાસ નહીં આવે , પણ xMEMS Labsએ આ શક્ય કરી બતાવ્યું છે . કંપનીએ સ્માર્ટ ગ્લાસીસ  માટે " uCooling " નામનો માઈક્રો - ફેન અને ' Sycamore ' નામની અલ્ટ્રા - સ્લિમ સ્પીકર ટેક્નોલોજી રજૂ કરી છે . આ બંને ટેક્નોલોજી સ્માર્ટ ગ્લાસીસનું વજન ઘટાડવા અને લાંબા સમય સુધી ઉપયોગ દરમિયાન થતી હીટની સમસ્યાનો ઉકેલ લાવવાનો દાવો કરે છે .

સપ્ટેમ્બરમાં થશે લોન્ચ ઇવેન્ટ :
xMEMS પોતાના  પ્રોડક્ટ્સને " xMEMS Live Asia " સેમિનારમાં રજૂ કરશે . આ ઇવેન્ટ 16 સપ્ટેમ્બરે તાઇપેઇ અને 18 સપ્ટેમ્બરે શેનઝેનમાં યોજાશે . હાલમાં કંપનીએ આ ટેક્નોલોજીની માત્ર એક ઝલક રજૂ કરી છે . ઇવેન્ટમાં રસ ધરાવતા લોકો xMEMS Labsની વેબસાઈટ પર નોંધણી કરાવી શકે છે .

AI સ્માર્ટ ગ્લાસીસને વધુ સારો બનાવવાનો પ્રયાસ :
કંપનીનું માનવું છે કે ભવિષ્યમાં AI આધારિત સ્માર્ટ ગ્લાસીસ માહિતી મેળવવા અને વાત કરવાની રીત બદલી નાખશે . પરંતુ તેના માટે ગ્લાસીસ વજનમાં હળવા અને લાંબા સમય સુધી પહેરવા માટે આરામદાયક હોવા જરૂરી છે . ' Sycamore ' સ્પીકર્સ વજન ઘટાડવામાં મદદ કરશે , જયારે ' uCooling ' સિસ્ટમ ડિવાઈસમાંથી નીકળતી ગરમીને અસરકારક રીતે બહાર કાઢશે . એના કારણે સ્માર્ટ ગ્લાસીસ વધુ પાતળા અને ઉપયોગમાં આરામદાયક બની શકે છે .

નખના કદથી નાનો માઈક્રો-ફેન :
' uCooling ' એક 'સોલિડ - સ્ટેટ ' ફેન - ઓન - અ - ચિપ ' ટેક્નોલોજી છે , જેને સીધા સ્માર્ટ ગ્લાસીસ ફ્રેમમાં ફિટ કરી શકાય છે . કંપનીના જણાવ્યા મુજબ , આ સિસ્ટમ તાપમાનમાં 40 ટકા સુધીનો ઘટાડો કરી શકે છે અને થર્મલ માર્જિનમાં લગભગ 70 ટકા સુધી વધારો કરે છે . એટલે લાંબા સમય સુધી ઉપયોગ દરમિયાન ગ્લાસીસ ઓછા ગરમ થાય .


1મીમીથી થોડું જાડું સ્પીકર :
xMEMSએ ગયા વર્ષે ' Sycamore ' રજૂ કર્યું હતું , જેને વિશ્વનો પહેલો સૌથી પાતળું , ફૂલ-રેન્જ-નિયર-ફિલ્ડ સ્પીકર માનવામાં આવે  છે . તેની જાડાઈ માત્ર 1 મિલીમીટરથી થોડી વધુ છે . આ સ્પીકર્સ ખાસ કરીને સ્માર્ટ ગ્લાસીસ અને અન્ય વેરેબલ ડિવાઇસીસ માટે ડિઝાઈન કરવામાં આવ્યા છે . કંપની હવે આવા AI સ્માર્ટ ગ્લાસીસને રજૂ કરવાની તૈયારીમાં છે , જેમાં ગ્લાસીસની દાંડીઓમાં Sycamore સ્પીકર્સ ફિટ કરવામાં આવ્યા છે . આ સ્પીકર્સ સ્પષ્ટ ઓડિયો , AI વાતચીત અને સારો મ્યુઝિક પ્લેબેકનો અનુભવ આપવાનો દાવો કરે છે .

સ્માર્ટ ગ્લાસીસની સમસ્યાઓનો ઉકેલ :
xMEMSની નવી ટેક્નોલોજી સ્માર્ટ ગ્લાસીસને વધુ હળવો અને આરામદાયક બનાવવામાં મદદરૂપ બની શકે છે . માઈક્રો - ફેન ગરમી ઘટાડશે , જયારે અલ્ટ્રા - સ્લિમ સ્પીકર્સ કુલ વજન ઓછું કરશે . જો કંપનીના દાવા સાચા સાબિત થાય , તો ભવિષ્યના AI સ્માર્ટ ગ્લાસીસ અત્યારના મોડલ્સ કરતાં વધુ આરામદાયક બની શકે છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. પાસવર્ડ ભૂલી ન જતા , પડી શકે છે મોંઘુ Samsung One UI 9.0માં ડેટા ગુમાવવાનો ખતરો
  2. સ્માર્ટ ગ્લાસીસ હવે રહેશે ઠંડા અને હળવા , xMEMSના માઈક્રો - ફેન અને Sycamore સ્પીકર્સથી મળશે મોટો ફાયદો
  3. શું મેમરી ચિપની અછત હવે દૂર થશે ? જાણો નવો અપડેટ
  4. Vivo X300e લોન્ચનો કાઉન્ટડાઉન પૂરો , જાણો ફોનના તમામ સંભવિત ફીચર્સ
  5. ટ્રેનમાં મળતી બેડશીટ થશે વધુ સ્વચ્છ , ભારતીય રેલવેએ શરૂ કરી AI આધારિત તપાસ
  6. Xiaomiએ Mijia Wireless Floor Cleaner 5C રજૂ કર્યો , 45 મિનિટની ક્લીનિંગ અને હોટ એર ડ્રાયિંગની સુવિધા
  7. આ અઠવાડિયે OTT પર રિલીઝ થયેલી નવી ફિલ્મો અને વેબ સિરીઝ
  8. Samsung Galaxy F70 Proએ Snapdragon 6 Gen 3, 8GB RAM સાથે જોવા મળ્યો Geekbench પર
  9. ક્યારે અને ક્યાં ફીચર્સ સાથે લોન્ચ થશે Lava Virat V1 5G અને Virat V1? બધું અહીં જાણો
  10. હવેથી નહીં રદ કરી શકે કેબ ડ્રાઈવરો એરપોર્ટ અને હોસ્પિટલની રાઈડ : મહારાષ્ટ્રમાં નવા નિયમો
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »