Poco C75 25 ઓક્ટોબરે લોન્ચ: સસ્તું, શક્તિશાળી અને MediaTek Helio G85 સાથે!
Poco C75 સ્માર્ટફોન 25 ઑક્ટોબરે વૈશ્વિક બજારમાં લોન્ચ થવાનો છે. $109 (લગભગ 9,100 રૂપિયાં)ની પ્રારંભિક કિંમતે આ ફોન 6GB RAM અને 128GB સ્ટોરેજ વેરિઅન્ટમાં ઉપલબ્ધ થશે. Poco C75માં 50MP ડ્યુઅલ રીઅર કૅમેરા અને 5160mAh બેટરી છે. આ ઉપરાંત, MediaTek Helio G85 પ્રોસેસર સાથે સ્માર્ટફોન ઝડપી અને અસરકારક પ્રદર્શન આપશે. Poco C75 ત્રણ કલર વિકલ્પોમાં આવશે – બ્લેક, ગોલ્ડ અને ગ્રીન. આ સ્માર્ટફોન Redmi 14Cનો રિબ્રાન્ડ વર્ઝન છે અને તેમાં 13MP ફ્રન્ટ-facing કૅમેરા અને 18W ચાર્જિંગ સપોર્ટ જેવા અદ્યતન ફીચર્સ આપવામાં આવ્યા છે