હાલ પ્રચલિત AI સુવિધાઓ સાથે આવશે Vivo X200 FE
Vivo કંપની દ્વારા Vivo X200 FEને તેના માઇક્રો સાઈટ પર 23 જૂને લોન્ચ કરવામાં આવશે તેના કન્ફર્મેશન સાથે કામિંગ સુનનું ટેગ પણ આપવામાં આવ્યું છે. આ સાથે જ આ જાહેરાત સ્માર્ટફોનની ડિઝાઇન અને તેના કલર ઓપ્શન પણ આપે છે. 12GB RAM અને 512GB સુધીની સ્ટોરેજ મળશે અને 9300+ મીડિયાટેક ડાયમેનસિટી, 120Hz નો રિક્રેશ રેટ અને મોબાઈલમાં 6.31-ઇંચની LTPO OLED સ્ક્રીન, સોની IMX921 સેન્સર ધરાવતો 50MP નો મુખ્ય કેમેરો, 50MP નો ટેલિફોટો લેન્સ અને 8MP નો શૂટર મળશે જે અલ્ટ્રા વાઈડ એંગલ સાથે આવશે.