અંધ સંગીતકાર અને અભિનેત્રીની અનોખી પ્રેમકથા : 'આંખો કી ગુસ્તાખીયાં'

'આંખો કી ગુસ્તાખિયાં ' એક હળવી રોમાંસ મુવી છે અને હવે એ પ્રાઈમ વિડીયો પર સ્ટ્રીમ થઇ રહ્યું છે .

અંધ સંગીતકાર અને અભિનેત્રીની અનોખી પ્રેમકથા : 'આંખો કી ગુસ્તાખીયાં'

Photo Credit: Prime Video

આ ફિલ્મ એમેઝોન પ્રાઈમ વિડીયો પર રિલીઝ થઇ ગઈ છે .

હાઇલાઇટ્સ
  • અંધ સંગીતકાર અને અભિનેત્રીની અનોખી પ્રેમકથા
  • એમેજોન પ્રાઈમ વિડીયો પર સ્ટ્રીમિંગ માટે ઉપલબ્ધ
  • વિક્રાંત મેસી અને શનાયા કપૂર મુખ્ય ભૂમિકામાં
જાહેરાત

'આંખો કી ગુસ્તાખિયાં '  એક રોમાંટિક ડ્રામા ફિલ્મ છે જેમાં વિક્રાંત મેસી અને શનાયા કપૂર મુખ્ય ભૂમિકામાં છે . આ ફિલ્મની સ્ટોરી એક અંધ સંગીતકાર જહાન અને સ્ટેજ કલાકાર સબા આસપાસ ગોઠવાઈ છે . આ બંને દિલ્હીથી દેહરાદૂન જતી ટ્રેનમાં મળે છે અને પોતાની સાચી ઓળખ જાહેર કર્યા વગર એકબીજા સાથે જોડાઈ જાય છે . આ અનોખી મુલાકાતથી  તેમને એકબીજા પ્રત્યે આકર્ષણ થાય છે અને એમના વચ્ચેનો સંબંધ ભાવનાત્મક રીતે નજીક લાવે છે  અને તેમની વચ્ચે એક લાગણી વિકસે છે .

ક્યારે અને ક્યાં જોવી :
'આંખો કી ગુસ્તાખિયાં '  એ હવે એમેજોન પ્રાઈમ વિડીયો પર સ્ટ્રીમિંગ માટે ઉપલબ્ધ કરાઈ છે . આ ઉપરાંત જેમના પાસે ઝી5 હોય તે પણ આ મૂવીનો આનંદ  માણી શકે છે . થિયેટરમાં રિલીઝ પછી હવે આ ફિલ્મ ઘરેથી પણ જોઈ શકાય છે .

ટ્રેલર અને પ્લોટ :
આ ફિલ્મનું નિર્દેશન અને લેખન સંતોષ સિંહે કર્યું છે . આ વાર્તામાં જહાન (વિક્રાંત મેસી ) એક અંધ સંગીતકાર છે , જયારે સબા (શનાયા કપૂર ) જે એક પોતાની  ફિલ્ડમાં સંઘર્ષ કરતી અભિનેત્રી હોય છે . સબા તેના રોલ માટે આંખો પર પટ્ટી બાંધીને તૈયારી કરે છે . જેના કારણે તેને જહાનની અંધતા વિશે ખબર પડતી નથી . બીજી બાજુ , જહાન પણ પોતાની ઓળખ પણ છુપાવે છે . મુસાફરી દરમિયાન બંને વચ્ચે ખુબ જ લાગણી ઊભી થાય છે . જેના લીધે આ સ્ટોરી  વધુ  ભાવનાત્મક બને છે .

કલાકારો :
આ ફિલ્મમાં વિક્રાંત મેસી અને શનાયા કપૂર સિવાય રહેમત રતન, ઝૈન ખાન દુર્રાની અને વિક્રમ કોચર જેવા કલાકારો છે . આ સ્ટોરીને નિરંજન આયંગર અને માનસી બાગલા પણ  શામેલ થયા છે .આ ફિલ્મનું સંગીત વિશાલ મિશ્રા અને જોએલ ક્રાસ્ટોએ આપ્યો છે  જયારે સિનેમેટોગ્રાફીની જબાવદારી તનવીર મીરની  હતી .

અભિપ્રાય :
'આંખો કી ગુસ્તાખિયાં '  11 જુલાઈ , 2025ના રોજ થિયેટરમાં રિલીઝ થઇ હતી . ફિલ્મને દર્શકો તરફથી મિશ્ર અભિપ્રાય મળ્યો છે . IMDb પર ફિલ્મને 5.7/10નું  રેટિંગ મળ્યું છે . તેમ છતાં આ ફિલ્મની સરળતા દર્શકોને બહુ ગમે છે .
 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Huawei Enjoy 90 સિરીઝનો અનાવરણ : મોટી બેટરી , 120Hz ડિસ્પ્લે
  2. AI+Nova 2 5G સિરીઝ ભારતમાં લોન્ચ પહેલા જ ડિઝાઇન અને કિંમતના ખુલાસા
  3. Galaxy A37 અને Galaxy A57ના પ્રાઇસ અને સ્પેસિફિકેશન્સ લોન્ચ પહેલા જ સામે આવ્યા
  4. અંધ સંગીતકાર અને અભિનેત્રીની અનોખી પ્રેમકથા : 'આંખો કી ગુસ્તાખીયાં'
  5. 200 મેગાપિક્સલ કેમેરા સાથે Vivo V70 FE ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થશે
  6. 026ના પહેલા 6 મહિનામાં Appleનું એન્ટ્રી-લેવલ iPad A18 ચિપ અને Apple Intelligence સપોર્ટ સાથે લોન્ચ થવાની શક્યતા: ગુરમાન
  7. Poco X8 Pro અને Poco X8 Pro Max ભારતમાં વેચાણ માટે ઉપલબ્ધ : કિંમત , ઓફર્સ જાણો
  8. Realme 16 5G જલ્દી જ ભારતમાં લોન્ચ થશે, 50 મેગાપિક્સેલ કેમેરા સાથે Flipkart પર મળશે
  9. સસ્તા 5G ફોન સાથે Vivo ફરી ભારતીય બજારમાં આવવાની તૈયારી
  10. iPhone જેવી ડિઝાઇન સાથે આવશે ભારતમાં Realme 16 5G
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »