દેશભક્તિથી ભરપૂર બોર્ડર 2 હવે 20 માર્ચે નેટફ્લિક્સ પર

બોર્ડર 2 એ 1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધ પર આધારિત દેશભક્તિ ફિલ્મ છે જે 20 માર્ચથી નેટફ્લિક્સ પર પ્રસારિત છે .

દેશભક્તિથી ભરપૂર  બોર્ડર 2  હવે 20 માર્ચે નેટફ્લિક્સ પર

Photo Credit: Netflix

બોર્ડર 2 , 20 માર્ચે નેટફ્લિક્સ પર રિલીઝ થઇ .

હાઇલાઇટ્સ
  • 20 માર્ચ 2026થી નેટફ્લિક્સ પર
  • 1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધ પર આધારિત દેશભક્તિ ફિલ્મ
  • લગભગ 464.5 કરોડ રૂપિયાની શાનદાર કમાણી
જાહેરાત

દેશપ્રેમ અને બહાદુરીની દર્શાવતી ફિલ્મ બોર્ડર 2 હવે OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર પ્રસારિત કરવામાં આવી છે .1971 ના ભારત અને પાકિસ્તાન યુદ્ધની ભૂમિ પર આધારિત આ ફિલ્મ યુવા સૈનિકોની કથાને રજૂ કરે છે ,જેમાં સૈનિકો કોઈપણ પરિસ્થિતિમાં પોતાના દેશની રક્ષા કરવા માટે તૈયાર રહે છે . આ ફિલ્મ 1997માં આવેલી જે. પી . દત્તાની સુપ્રસિદ્ધ  ફિલ્મ બોર્ડરનું સિક્વલ છે , જેને દર્શકો તરફથી ખુબ જ પ્રશંસા મળી હતી . કુલ મળીને બોર્ડર 2 એક એવી ફિલ્મ છે જ્યાં દેશપ્રેમ , બલિદાન અને એકતાનો સંદેશ આપે છે , અને હવે OTT પર તેની રાહ જોઈ રહેલા દર્શકો માટે પણ એક ઉત્તમ મનોરંજન  બની રહેશે .

ક્યારે અને ક્યાં જોવા મળશે :
20 માર્ચથી બોર્ડર 2 નેટફ્લિક્સ પર સ્ટીમિંગ માટે ઉપલબ્ધ છે .આ ફિલ્મ પહેલા જ 23 જાન્યુઆરી 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઈ હતી અને તે સમયે જ  તેણે દર્શકોનું દિલ જીતી લીધું હતું .

ટ્રેલર અને સ્ટોરી :
ફિલ્મની કહાની 1971ના યુદ્ધ દરમિયાન લડી રહેલા સૈનિકો પર કેન્દ્રિત છે પરંતુ  આ વખતે માત્ર આર્મી જ નહિ પણ નેવી અને એરફોર્સ ત્રણેય સાથે મળીને દેશની રક્ષા માટે અભિયાન ચલાવે છે . આ ફિલ્મમાં એક્શન સાથે ભાવનાત્મક પળો પણ આપવામાં આવ્યા છે અને આ જ દર્શકોને  ફિલ્મના અંત સુધી જોડીને રાખે છે .

કલાકારો :
આ ફિલનું નિર્માણ જે. પી. દત્તા નિધિ દત્તા, ભૂષણ કુમાર અને કૃષ્ણ કુમારે કર્યું છે , જયારે તેનું દિગ્દર્શન અનુરાગ સિંહે કર્યું છે .  આ ફિલ્મના  કલાકારોમાં સની દેઓલ , દિલજીત દોસાંજ , અહાન શેટ્ટી અને વરુણ ધવન મુખ્ય ભૂમિકામાં છે  એમની સાથે જ મોના સિંહ , મેઘા રાણા , સોનમ બાજવા અને અન્ય સિંહનો સમાવેશ થાય છે . આ ફિલ્મની વાર્તા નિધિ દત્તાએ લખી છે .

અભિપ્રાય :
આ ફિલ્મના રિલીઝ બાદ બોર્ડર 2 એ લગભગ 464.5 કરોડ રૂપિયાની  શાનદાર કમાણી કરી હતી . જે તેના બજટ કરતા ઘણી બધી છે . આ ફિલ્મને દર્શકો તેમજ સમીક્ષકો તરફથી સારો અભિપ્રાય મળ્યો છે . IMDb પર તેને 7.1/10નું રેટિંગ મળ્યું છે .


 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. YouTube નો  Picture- in - Picture મોડ હવે નોન - પ્રીમિયમ યુઝર્સ માટે પણ આવશે 
  2. મેમરી ચિપ્સની અછતથી સ્માર્ટફોન કંપનીઓએ વધાર્યા ભાવ 
  3. AI પ્લેટફોર્મમાં Adsનો ટ્રેન્ડ વધ્યો : Google અને OpenAI વચ્ચે સ્પર્ધા તેજ 
  4. Instagram ફીડ સુધારવા Meta લાવી રહ્યું છે નવા એલ્ગોરિધમ બદલાવ 
  5. નવું AI ટૂલ તમારા કપડાને ડિજિટાઇઝ કરીને આપશે વર્ચ્યુઅલ ટ્રાય  ઓન અનુભવ 
  6. વધતા ઘટક ખર્ચ વચ્ચે iPhone 18 Pro  લોન્ચથી Android માર્કેટ પર અસર શક્ય 
  7. Florida State University હુમલા પહેલા શૂટરે AI પાસેથી માંગેલી માહિતી , તપાસ જારી 
  8. 6 મેના રોજ આવશે CMF Watch 3 Pro , AMOLED  ડિસ્પ્લે અને AI ફીચર્સ સાથે 
  9. એક્શન અને લાગણીઓથી ભરપૂર ' કર્તવ્ય ' માં ફરજ પોલીસ અધિકારીના સંઘર્ષની કહાની
  10. Amazon Great Summer Sale 2026 માં Samsung Galaxy S25 Ultra પર ભારે ડિસ્કાઉન્ટ અને બેંક ઓફર્સ 
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »