મોટોરોલા રેઝર 2026 સિરીઝ લોન્ચ સમયે ગૂગલ ફોટોઝમાં નવી વોર્ડરોબ સુવિધા પ્રદાન કરશે .
Photo Credit: Google
ગૂગલ ફોટોઝનું વોર્ડરોબ ફીચર તમારા ફોટામાંથી કપડાં ઓળખી તેની અલગ ઇમેજ બનાવે છે .
ગૂગલ ફોટોઝ ટૂંક સમયમાં એક નવી અને રસપ્રદ AI આધારિત સુવિધા રજૂ કરવા જઈ રહ્યું છે , જે યુઝર્સને રોજ શું પહેરવું તે નક્કી કરવામાં મદદરૂપ બનશે . આ નવી " વોર્ડરોબ " ફીચર ખાસ કરીને ફેશનમાં રસ ધરાવતા યુઝર્સ માટે ઉપયોગી સાબિત થઈ શકે છે . આ સુવિધા જુદા જુદા AI ટુલ્સને એકસાથે જોડે છે , જેથી યુઝર્સ તેમના કપડાંનું પૂરો ડિજિટલ કલેક્શન બનાવી શકે અને તેને સરળતાથી મેનેજ કરી શકે . મોટોરોલા રેઝર 2026 સિરીઝ લોન્ચ સમયે ગૂગલ ફોટોઝમાં નવી વોર્ડરોબ સુવિધા પ્રદાન કરશે . ગૂગલ ફોટોઝનું વોર્ડરોબ ફીચર તમારા ફોટામાંથી કપડાં ઓળખી તેની અલગ ઇમેજ બનાવે છે .
સરળ ભાષામાં સમજીએ તો , આ ફીચર યુઝર્સને તેમના કપડાને ડિજિટાઈઝ કરવાની તક આપે છે . જો તમે કોઈ ખાસ આઉટફિટ પહેરીને ફોટો ક્લિક કર્યો હોય અને તેને Google Photos માં સેવ કર્યો હોય , તો AI તે ફોટોમાંથી કપડાં ઓળખી તેને અલગ અલગ આઈટમ તરીકે સંગ્રહિત કરશે . આ રીતે દરેક યુઝર માટે એક વ્યક્તિગત " ડિજિટલ કબાટ " તૈયાર થઈ જશે , જ્યાંથી તેઓ કોઈપણ સમયે પોતાના કપડાં જોઈ શકે .
આ વોર્ડરોબ ફીચર Google Photos ના " કલેક્શન " વિભાગમાં ઉપલબ્ધ રહેશે . અહીં AI આપમેળે ફોટાઓ સ્કેન કરીને કપડાને ટોપ્સ , બોટમ્સ, સ્કર્ટસ , ડ્રેસ વગેરે કેટેગરીમાં વહેંચશે . આથી યુઝર્સને શોધવામાં સરળતા રહેશે અને તેઓ ઝડપથી પોતાની પસંદગી મુજબ આઉટફિટ પસંદ કરી શકશે .
ફીચરમાં એક ખાસ " મિક્સ એન્ડ મેચ " વિકલ્પ પણ હશે , જ્યાં યુઝર્સ અલગ અલગ કપડાને જોડીને નવા લુક બનાવી શકે છે . આ ઉપરાંત " ટ્રાય ઈટ ઓન " બટન દ્રારા તેઓ વર્ચ્યુઅલી તે આઉટફિટ પહેરીને જોઈ શકશે કે તે તેમને કેવી લાગે છે . આ એક પ્રકારનું વર્ચ્યુઅલ ટ્રાય - ઓન અનુભવ છે , જે ઓનલાઈન શોપિંગ અથવા ડેઈલી લુક પસંદ કરવા માટે ખુબ જ ઉપયોગી બની શકે છે .
ગૂગલાએ હજુ સુધી આ ફીચરની ચોક્કસ લોન્ચ તારીખ જાહેર કરી નથી , પરંતુ જણાવ્યું છે કે તે " આ ઉનાળામાં " રોલઆઉટ થશે . શરૂઆતમાં તે Android યુઝર્સ માટે ઉપલબ્ધ થશે અને બાદમાં iOS પર આવશે . હજુ સુધી એ સ્પષ્ટ નથી કે આ સુવિધા મફત હશે કે પછી Google AI સબ્સ્ક્રિપ્શન સાથે જોડાયેલી હશે .
આ નવી AI સુવિધા ફેશન અને ટેક્નોલોજીનો અંદર સંયોજન છે , જે યુઝર્સને સમય બચાવવા અને નવા સ્ટાઈલ એક્સપેરિમેન્ટ કરાવે છે .
જાહેરાત
જાહેરાત
GTA 6 Third Trailer Rumours Gather Steam After Sony Asks PS4 Users to Upgrade to PS5 Ahead of Launch
Samsung Launches Certified Re-Newed Programme in India; Offers Refurbished Galaxy S25, Galaxy A56 Models