બોક્સ ઓફિસ પર નબળા પ્રદર્શન પછી 'ઉસ્તાદ ભગત સિંહ ' ની ડિજિટલ એન્ટ્રી

એક નીડર પોલીસ અધિકારી ભ્રષ્ટ રાજકીય વ્યવસ્થાનો સામનો કરે છે અને અન્યાય સામે લડતા અનેક કાવતરાઓને સામે લાવે છે 

બોક્સ ઓફિસ પર નબળા  પ્રદર્શન પછી 'ઉસ્તાદ ભગત સિંહ ' ની ડિજિટલ એન્ટ્રી

Photo Credit: Netflix

ઉસ્તાદ ભગત સિંહ 19, માર્ચ 2026માં રિલીઝ થઈ છે 

હાઇલાઇટ્સ
  • ઉસ્તાદ ભગત સિંહ એક તેલુગુ એક્શન કોમેડી ફિલ્મ
  • ઉસ્તાદ ભગત સિંહ 19 માર્ચે 2026ના થિયેટરોમાં રિલીઝ થઈ હતી
  • ફિલ્મમાં પવન કલ્યાણ મુખ્ય ભૂમિકામાં
જાહેરાત

ઉસ્તાદ ભગત સિંહ એક તેલુગુ એક્શન કોમેડી ફિલ્મ છે , જેને હરીશ શંકર દ્રારા દિગ્દર્શિત કરવામાં આવી છે . ફિલ્મમાં એક્શન , રાજકીય ડ્રામા અને કોમેડીનો  મિશ્રણ છે , જે દર્શકોને એન્ટરટેઈન કરવાનો પ્રયાસ કરે છે . જોકે , થિયેટરોમાં ફિલ્મ અપેક્ષિત સફળતા મેળવી શકી નહોતી , જેના કારણે તેને ખુબ જ  ટૂંકા ગાળામાં OTT પર રિલીઝ કરવામાં આવી . આજના સમયમાં આ ટ્રેન્ડ સામાન્ય બની ગયો છે , જ્યાં બોક્સ ઓફિસ પર ન ચાલેલી ફિલ્મો ડિજિટલ પ્લેટફોર્મ પર  બીજી તક શોધે છે . હવે આ ફિલ્મ Netflix પર ઉપલબ્ધ છે , જ્યાં રાજકીય ડ્રામા અને એક્શનથી ભરેલી આ ફિલ્મને નવી દર્શકમંડળી મળી રહી છે 

ક્યારે અને ક્યાં જોવું 
ઉસ્તાદ ભગત સિંહ 19 માર્ચે 2026ના  થિયેટરોમાં રિલીઝ થઈ હતી . થિયેટરમાં નબળા પ્રદર્શન બાદ ફિલ્મને ઝડપથી OTT પર લાવવામાં આવી છે . હાલ દર્શકો  તેને Netflix પર બેઠા જોઈ શકે છે .

ટ્રેલર અને પ્લોટ 
આ ફિલ્મની વાર્તા એક બહાદુર યુવાન 'ઉસ્તાદ ભગત સિંહ ' ની આસપાસ ફરે છે , જેને તેનાશિક્ષક ચંદ્રશેખર રાવ દ્રારા આ નામ આપવામાં આવ્યું હતું . એક નીડર પોલીસ અધિકારી ભ્રષ્ટ રાજકીય વ્યવસ્થાનો સામનો કરે છે અને અન્યાય સામે લડતા અનેક કાવતરાઓને સામે લાવે છે .
વાર્તામાં સંસદ પર હુમલા , મંત્રીઓની હત્યા અને રાજકીય અસ્થિરતા જેવા મુદ્દાઓ દર્શાવવામાં આવ્યા છે . કથા 24 વર્ષ પાછળ જાય છે , જ્યાં એક શાળામાં ભણતો બહાદુર છોકરો એક ઘટનાને કારણે આ નામ મેળવે છે . વર્તમાનમાં રાજકીય હત્યાઓ અને સત્તા માટેની લડાઈઓ ફિલ્મને વધુ સસ્પેન્સભરી બનાવે છે .

કલાકારો અને ક્રૂ 
ફિલ્મમાં પવન કલ્યાણ મુખ્ય ભૂમિકામાં છે , જયારે શ્રીલીલા , રાશિ ખન્ના અને આર પાર્થિબન મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં જોવા મળે છે . ફિલ્મનું નિર્માણ નવીન   યેરનેની , યલામંચિલી અને રવિ શંકર દ્રારા કરવામાં આવ્યું છે .

અભિપ્રાય 
આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ પ્રભાવ પાડી શકી નહીં અને તેને લગભગ 4.6/10 નું રેટિંગ મળ્યું છે , જોકે OTT પર રિલીઝ થયા બાદ દર્શકોમાં તેને જોવા માટે  રસ વધી રહ્યો છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Oppo K15 ટૂંક સમયમાં આવશે , 50MP કેમેરા અને વેપર ચેમ્બર કુલિંગ મળશે
  2. Wi-Fi રાઉટરની પાછળ એલ્યુમિનિયમ ફોઈલ લગાવવાથી શું ખરેખર ફાયદો થાય છે ?
  3. Realme 16T 5G ખરીદવાની સારી તક , 8,000mAh બેટરીવાળો ફોન હવે સસ્તો
  4. Motorola Edge 60 Pro ખરીદવાની તક , 50MP કેમેરા અને 6000mAh બેટરી સાથે મળી રહી છે ખાસ ડીલ
  5. WhatsApp નું યુઝરનેમ ફીચર પસંદગીના યુઝર્સ માટે શરૂ , પ્રાઇવસી થશે વધુ મજબૂત
  6. વિધાર્થીઓને ધ્યાનમાં રાખીને iQOO Z11 Lite આવશે , મળશે મિલિટરી - ગ્રેડ ડયુરેબિલિટી
  7. ' ઈકારસ ' બન્યું વિશ્વનું સૌથી મોટું પેપર એરપ્લેન , સફળ ઉડાન સાથે બનાવ્યો નવો રેકોર્ડ
  8. Kia Syros EV માટે બુકિંગ શરૂ , બે બેટરી વિકલ્પ અને પ્રીમિયમ ફીચર્સ મળશે
  9. Apple iPhone 16 હવે ઓછી કિંમતે , બેંક ઓફર અને એક્સચેન્જથી મળશે વધુ ફાયદો
  10. GoBoult Tenet Pro ઈયરબડ્સ આવ્યા , 13mm ડ્રાઈવર , ડયુઅલ ડિવાઈસ કનેક્ટિવિટી સહિત અનેક ફીચર્સ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »