એક્શન અને લાગણીઓથી ભરપૂર ' કર્તવ્ય ' માં ફરજ પોલીસ અધિકારીના સંઘર્ષની કહાની

કર્તવ્ય એ ક્રાઈમ થ્રિલર ફિલ્મ છે જે એક પોલિસ અધિકારીની ઈમાનદારી અને નિર્ભયતા દર્શાવે છે .કર્તવ્ય એ ક્રાઈમ થ્રિલર ફિલ્મ છે જે એક પોલિસ અધિકારીની ઈમાનદારી અને નિર્ભયતા દર્શાવે છે .

એક્શન અને લાગણીઓથી ભરપૂર ' કર્તવ્ય ' માં ફરજ પોલીસ અધિકારીના સંઘર્ષની કહાની
હાઇલાઇટ્સ
  • કર્તવ્ય 15 મે , 2026ના રોજ Netflix પર રિલીઝ થશે
  • ફિલ્મનું નિર્દેશન પુલકિત દ્રારા થયું
  • ટ્રેલર રિલીઝ થયા બાદ ફિલ્મને સોશિયલ મીડિયા પર સારો અભિપ્રાય મળ્યો
જાહેરાત

કર્તવ્ય (2026) એ હિંમત , ફરજ અને કઠિન નિર્ણયોની આસપાસ રચાયેલી ઈમોશનલ થ્રિલર ફિલ્મ છે .  આ ફિલ્મમાં એક બહાદુર પોલીસ અધિકારી પવન માલિકની  વાર્તા બતાવવામાં આવી છે , જે ગુના કરનારાઓથી લડતા લડતા પોતાના પરિવારની સુરક્ષા માટે પણ સતત સંઘર્ષ કરે છે . પવન માટે પોતાની ફરજ  સૌથી અગત્યની છે , પરંતુ જયારે તેના પરિવાર પર ખતરો મંડરાય છે ત્યારે તેની જિંદગી વધુ મુશ્કેલ બની જાય છે . આ ફિલ્મ એક્શન , સસ્પેન્સ અને ભાવનાત્મક  ક્ષણોથી ભરપૂર છે . જે દર્શકોને અંત સુધી ફિલ્મ સાથે જોડીને રાખે છે . આ ફિલ્મનું નિર્માણ Red Chillies Entertainment દ્રારા કરવામાં આવ્યું  છે .

કર્તવ્ય (2026) ક્યારે અને ક્યાં જોવું 

કર્તવ્ય 15 મે , 2026ના રોજ Netflix પર રિલીઝ થશે . દર્શકો પાસે જો સબ્સ્ક્રિપ્શન હોય તો તે ઘરે બેઠા આ ફિલ્મ આસાનીથી જોઈ શકાશે . OTT પર રિલીઝ  થતી આ ફિલ્મને લઈને ચાહકોમાં પહેલેથી જ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે .

કર્તવ્ય (2026)નું ટ્રેલર અને પ્લોટ 

આ ફિલ્મનું  ટ્રેલર એક્શનથી ભરેલી વાર્તાની ઝલક આપે છે . આ ફિલ્મમાં પવન મલિક એક ઈમાનદાર અને નિર્ભય પોલીસ અધિકારી તરીકે દેખાય છે , જે  ભ્રષ્ટાચાર  અને ગુનાખોરી સામે લડે છે , પરંતુ પરિસ્થિતિ ત્યારે ગંભીર બની જાય છે જયારે તેના પરિવાર પર હુમલાનો ખતરો ઉભો થાય છે . ત્યારબાદ પવનને  પોતાની  ફરજ અને પરિવાર પ્રત્યેના પ્રેમ વચ્ચે કઠિન પસંદગી કરવી પડે છે . આ ફિલ્મમાં જોરદાર એક્શન સીન સાથે ભાવનાત્મક  દ્રશ્યો  પણ જોવા  મળે છે .   

કર્તવ્ય (2026) ના કલાકારો અને ક્રૂ 

આ ફિલ્મમાં સૈફ અલી ખાન , રસિકા દુગલ , સંજય મિશ્રા , ઝાકિર હુસૈન , મનીષ ચૌધરી અને સૌરભ મુખ્ય ભૂમિકામાં છે . ફિલ્મનું નિર્દેશન પુલકિત  દ્રારા થયું છે  જયારે તેનું નિર્માણ રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ દ્રારા કરવામાં આવ્યું છે .

કર્તવ્ય (2026) અભિપ્રાય 

ટ્રેલર રિલીઝ થયા બાદ ફિલ્મને સોશિયલ મીડિયા પર સારો અભિપ્રાય મળ્યો છે . ચાહકો ખાસ કરીને સૈફ અલી ખાન નું એક્શન .  ફિલ્મને IMDb પર 5.3/10 નું રેટિંગ મળ્યું છે . મોટા પરદા પછી  હવે OTT પર સારો પ્રદર્શન કરે તેવી સંભાવના છે .  

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Oppo K15 ટૂંક સમયમાં આવશે , 50MP કેમેરા અને વેપર ચેમ્બર કુલિંગ મળશે
  2. Wi-Fi રાઉટરની પાછળ એલ્યુમિનિયમ ફોઈલ લગાવવાથી શું ખરેખર ફાયદો થાય છે ?
  3. Realme 16T 5G ખરીદવાની સારી તક , 8,000mAh બેટરીવાળો ફોન હવે સસ્તો
  4. Motorola Edge 60 Pro ખરીદવાની તક , 50MP કેમેરા અને 6000mAh બેટરી સાથે મળી રહી છે ખાસ ડીલ
  5. WhatsApp નું યુઝરનેમ ફીચર પસંદગીના યુઝર્સ માટે શરૂ , પ્રાઇવસી થશે વધુ મજબૂત
  6. વિધાર્થીઓને ધ્યાનમાં રાખીને iQOO Z11 Lite આવશે , મળશે મિલિટરી - ગ્રેડ ડયુરેબિલિટી
  7. ' ઈકારસ ' બન્યું વિશ્વનું સૌથી મોટું પેપર એરપ્લેન , સફળ ઉડાન સાથે બનાવ્યો નવો રેકોર્ડ
  8. Kia Syros EV માટે બુકિંગ શરૂ , બે બેટરી વિકલ્પ અને પ્રીમિયમ ફીચર્સ મળશે
  9. Apple iPhone 16 હવે ઓછી કિંમતે , બેંક ઓફર અને એક્સચેન્જથી મળશે વધુ ફાયદો
  10. GoBoult Tenet Pro ઈયરબડ્સ આવ્યા , 13mm ડ્રાઈવર , ડયુઅલ ડિવાઈસ કનેક્ટિવિટી સહિત અનેક ફીચર્સ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »