યુએસની બહારના નોન - પ્રીમિયમ YouTube યુઝર્સ હવે નોન - મ્યુઝિક કન્ટેન્ટ માટે PiP ની ઍક્સેસ મેળવી શકશે .
પ્રીમિયમ લાઈટ યુઝર્સ Android અને iOS પર લાંબા અને નોન મ્યુઝિક માટે PiPનો ઉપયોગ કરી શકશે .
YouTube એ થોડા વર્ષો પહેલા તેની Picture- in - Picture (PiP ) સુવિધા રજૂ કરી હતી , જે હવે વધુ ઉપયોગી અને વ્યાપક બનવા જઈ રહી છે . આ ફિચરનો મુખ્ય ફાયદો એ છે કે યુઝર્સ વિડિયોને નાની ફ્લોટિંગ વિન્ડોમાં ચાલુ રાખીને એકસાથે અન્ય એપ્લિકેશનોનો ઉપયોગ કરી શકાય છે . એટલે કે , તમે વિડિયો જોતા - જોતા WhatsApp પર ચેટ કરી શકો છો અથવા બ્રાઉઝિંગ પણ કરી શકો છો . આ અપડેટ પછી , અમેરિકા બહારના નોન - પ્રીમિયમ યુઝર્સ પણ લાંબા નોન - મ્યુઝિક વિડિયો માટે PiP નો ઉપયોગ કરી શકશે .
હવે Google એ જાહેરાત કરી છે કે PiP ફીચર હવે આવતા મહિનેથી વૈશ્વિક સ્તરે વધુ યુઝર્સ માટે ઉપલબ્ધ બનશે . પહેલા આ સુવિધા માત્ર યુ . એસ . ના નોન - પ્રીમિયમ યુઝર્સ માટે ઉપલબ્ધ હતી , જયારે અમેરિકા બહારના યુઝર્સ માટે તે YouTube Premium સબસ્ક્રાઇબર્સ સુધી જ મર્યાદિત હતી . હવે આ મર્યાદાને હવે હટાવવામાં આવી રહી છે , જેનાથી વધુ લોકો આ સુવિધાનો લાભ લઈ શકશે .
નવી અપડેટ બાદ , અમેરિકા બહારના નોન - પ્રીમિયમ યુઝર્સ પણ Android અને iOS ડિવાઈસમાં લાંબા વિડિયો ( non - music content ) માટે PiP ફીચરનો ઉપયોગ કરી શકશે . જોકે મ્યુઝિક વિડિયો માટે PiP સુવિધા હજી પણ માત્ર Premium યુઝર્સ માટે જ ઉપલબ્ધ રહેશે . એટલે કે જો તમે ગીતો PiP મોડમાં સાંભળવા માંગો છો , તો તમને પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન લેવું જ પડશે .
PiP ફીચરનો ઉપયોગ કરવો ખુબ જ સરળ છે . જયારે તમે YouTube એપમાં વિડિયો જોઈ રહ્યા હોય ત્યારે ફક્ત હોમ બટન દબાવો અથવા એપમાંથી બહાર નીકળો . તે પછી વિડિયો આપમેળે નાની વિન્ડોમાં ચાલુ રહેશે . આ વિંડોને તમે સ્ક્રીન પર ગમે ત્યાં ખસેડી શકો છો અને અન્ય એપ્સ સાથે કામ ચાલુ રાખી શકો છો .
જો તમને PiP ફીચર બંધ કરવું હોય , તો તમે YouTube એપની Settingsમાં જઈને Playback માં Picture - in - Picture વિકલ્પને બંધ કરી શકો છો . Android યુઝર્સ માટે ફોનની Settings માં Apps > YouTube > Advanced > Picture - in - Picture માં જઈને તેને ચાલુ કે બંધ કરી શકાય છે .
આ આખી અપડેટ YouTube એ વધુ યુઝર ફ્રેન્ડલી બનાવે છે અને મલ્ટિટાસ્કિંગ ને વધુ સરળ બનાવે છે હવે યુઝર્સ વિડિયો જોવા માટે એપમાં જ અટકવું નહીં પડે , જે રોજિંદા ઉપયોગમાં ખુબ જ મદદરૂપ સાબિત થાય છે .
જાહેરાત
જાહેરાત
Google Unveils New Googlebook Laptops With Gemini Intelligence, Magic Pointer and Glowbar Design