"કેન્ડી એન્ડ ધ પિઝા જિગર્લ " હવે OTT પર : રોમાંચ અને કોમેડીથી ભરપૂર ફિલ્મ

એક અજીબ કોમેડી થ્રિલર , જ્યાં ખૂની સાથે મળ્યા પછી મસ્તીભર્યું જીવન ખતરનાક બની જાય છે .

Photo Credit: Prime Video

આ ફિલ્મ એમેઝોન પ્રાઈમ વિડીયો પર ઉપલબ્ધ છે .

હાઇલાઇટ્સ
  • ફિલ્મનો દિગ્દર્શન અખિલ કપૂરે કર્યું
  • Amazon Prime Video પર જોવા માટે ઉપલબ્ધ
  • એક કોમેડી થ્રિલર ફિલ્મ
જાહેરાત

Candy and the Pizza Gigirl , જેનું દિગ્દર્શન અખિલ કપૂરે કર્યું છે , હવે OTT પર ઉપલબ્ધ છે . ફિલ્મ હળવી કોમેડી સાથે થોડું અસ્તવ્યસ્ત અને રોમાંચક તત્વો  ધરાવતી સ્ટોરી રજૂ કરે છે . વાર્તા એક પિઝા ગર્લ અને એવા બે પુરુષોની આસપાસ ફરે છે , જે સ્ત્રીઓને ખુશ કરીને પૈસા કમાવે છે અને જીવનનો આનંદ  માણવા માગે છે . પરંતુ તેઓને ખબર નથી કે આ રસ્તો તેમને મોટી મશ્કેલીમાં મૂકી શકે છે , ખાસ કરીને ત્યારે જયારે એક સ્ત્રી ખૂની સાબિત થાય છે અને  પરિસ્થિતિ બેકાબૂ બની જાય છે .

ક્યારે અને ક્યાં જોવી 
આ ફિલ્મ Amazon Prime Video પર જોવા માટે ઉપલબ્ધ છે . તે 10 એપ્રિલ , 2026ના રોજ રિલીઝ થઈ હતી .

ટ્રેલર અને પ્લોટ 
ફિલ્મનો ટ્રેલર નિનાદ કામત દ્રારા બોલાયેલ ડાયલોગથી શરૂ થાય છે ." જે કંઈ થાય છે , તે સારા માટે જ થાય છે , " જ્યાં તે વ્હિસ્કી રેડતો જોવા મળે છે . આગળ  તે કહે છે કે આધુનિક માણસે જીવનમાં માત્ર બે જ વસ્તુઓ પર ધ્યાન આપવું જોઈએ , પૈસા અને પ્રેમ . આ ફિલ્મમાં દારા સંધુ અને નિનાદ કામત એવા  પાત્રો ભજવે છે , જે વિવિધ મહિલાઓ સાથે સંબંધ બાંધીને કમાણી કરે છે . પરંતુ આ સરળ લાગતી જીવનશૈલી તેમને જોખમી પરિસ્થિતિમાં ધકેલી દે છે , જ્યાંથી બચવું મુશ્કેલ બની જાય છે .

કલાકરો અને ક્રૂ 
આ ફિલ્મમાં પ્રિયા બેનેર્જી પિઝા ગર્લ તરીકે , નિનાદ કામત બોબી તરીકે , દારા સંધુ મિકી તરીકે , અંકિત સાંઘવી પેડલર તરીકે અને નિમિષ શિંતોલે સની તરીકે જોવા મળે છે  . આ પ્રોજેક્ટ Elephant Blanco Pictures અને India Film Factory દ્રારા રજૂ કરવામાં આવ્યો છે .

અભિપ્રાય 
આ ફિલ્મ તાજેતરમાં જ રિલીઝ થઈ હોવાથી તેને હજી સુધી IMDb પર રેટિંગ મળ્યું નથી . તેમ છતાં , દર્શકોને ફિલ્મની અનોખી સ્ટોરી અને તેના ઉતાર ચઢાવથી  ભરપૂર પ્લોટમાં મજા આવી રહી છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Oppo K15 ટૂંક સમયમાં આવશે , 50MP કેમેરા અને વેપર ચેમ્બર કુલિંગ મળશે
  2. Wi-Fi રાઉટરની પાછળ એલ્યુમિનિયમ ફોઈલ લગાવવાથી શું ખરેખર ફાયદો થાય છે ?
  3. Realme 16T 5G ખરીદવાની સારી તક , 8,000mAh બેટરીવાળો ફોન હવે સસ્તો
  4. Motorola Edge 60 Pro ખરીદવાની તક , 50MP કેમેરા અને 6000mAh બેટરી સાથે મળી રહી છે ખાસ ડીલ
  5. WhatsApp નું યુઝરનેમ ફીચર પસંદગીના યુઝર્સ માટે શરૂ , પ્રાઇવસી થશે વધુ મજબૂત
  6. વિધાર્થીઓને ધ્યાનમાં રાખીને iQOO Z11 Lite આવશે , મળશે મિલિટરી - ગ્રેડ ડયુરેબિલિટી
  7. ' ઈકારસ ' બન્યું વિશ્વનું સૌથી મોટું પેપર એરપ્લેન , સફળ ઉડાન સાથે બનાવ્યો નવો રેકોર્ડ
  8. Kia Syros EV માટે બુકિંગ શરૂ , બે બેટરી વિકલ્પ અને પ્રીમિયમ ફીચર્સ મળશે
  9. Apple iPhone 16 હવે ઓછી કિંમતે , બેંક ઓફર અને એક્સચેન્જથી મળશે વધુ ફાયદો
  10. GoBoult Tenet Pro ઈયરબડ્સ આવ્યા , 13mm ડ્રાઈવર , ડયુઅલ ડિવાઈસ કનેક્ટિવિટી સહિત અનેક ફીચર્સ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »