પિતૃસત્તાક સમાજ સામે અવાજ ઉઠાવતી ચિરૈયા જલ્દી આવશે JioHotstar પર

ચિરૈયા એક કઠોર નાટક છે જે લગ્નજીવનમાં મહિલાઓના અધિકારોને બતાવે છે

પિતૃસત્તાક સમાજ સામે અવાજ ઉઠાવતી ચિરૈયા  જલ્દી આવશે  JioHotstar પર

Photo Credit: JioHotstar

ચિરૈયા 20 માર્ચે JioHotstar પર પ્રસારિત કરવામાં આવશે .

હાઇલાઇટ્સ
  • ચિરૈયા 20 માર્ચે JioHotstar પર પ્રસારિત
  • પિતૃશાસક સમાજમાં સ્ત્રીઓના અધિકાર અને તેમની સંમતિના મુદ્દાઓને ઉજાગર
  • સ્ત્રીઓ પર થતો અદ્રશ્ય પરંતુ ગંભીર દબાણ
જાહેરાત

ચિરૈયા એક આગામી હિન્દી વેબ સિરીઝ છે , જે ટૂંક સમયમાં દર્શકો સામે રજૂ થવા જઈ રહી છે .આ સિરીઝનો મુખ્ય વિષય પિતૃશાસક સમાજ  અને લગ્ન પછી  સ્ત્રીઓ પર થતો અદ્રશ્ય પરંતુ ગંભીર દબાણ છે . સમાજમાં કેટલીક વાર અને કેટલાક લોકોનું માનવું છે કે સ્ત્રીઓને માત્ર ઘરની જવાબદારી સાંભળનાર  તરીકે જોવા મળે છે . જયારે ઘરની સ્ત્રીઓની કોઈ લાગણીઓ અને સંમતિને માનવામાં આવતી નથી , જોકે લોકો આને કોઈ ખાસ મુદ્દા તરીકે નથી લેતા પણ  આ અત્યન્ત  સંવેદનશીલ મુદ્દો છે , જેને પર આ વેબ સિરીઝ ખુબ જ ભાવનાત્મક રીતે રજૂ કરે છે .

ક્યારે અને ક્યાં જોવું :
ચિરૈયા 20 માર્ચે , 2026થી JioHotstar પર સ્ટ્રીમિંગ માટે ઉપલબ્ધ બનશે . દર્શકો આ સિરીઝ ઓનલાઇન પ્લેટફોર્મ પર સરળતાથી જોઈ શકશે .

ટ્રેલર અને પ્લોટ :
સિરીઝની વાર્તા પૂજા નામની એક યુવતીની આસપાસ ફરે છે , જે લગ્ન પછી એક નવા જીવનની આશા રાખે છે . તે માનતી હોય છે કે તેને એક પ્રેમાળ અને સમજદાર  પતિ મળશે , પરંતુ હકીકતમાં તેની કલ્પના કરતાં ઘણી જુદી નીકળે છે . લગ્નના પહેલા જ દિવસે , તેના પતિ દ્રારા તેની સંમતિ વિના તેના પર બળાત્કાર  કરવામાં આવે છે , જે તેના જીવનને હચમચાવી નાખે છે .

આ ઘટના પછી પૂજા ખુબ જ માનસિક તણાવમાં મુકાય છે અને પોતાની પીડા પોતાના પરિવારજનો સાથે વહેંચવાનો પ્રયાસ કરે છે  પરંતુ તેને સહાનુભૂતિ મળવાને  બદલે તેને સમજાવવામાં આવે છે કે આ "પતિનો અધિકાર " છે.આ વિચારધારા તેને વધુ દુઃખી બનાવે છે , પરંતુ સાથે જ તે પોતાની અવાજ ઊંચો કરવાની  હિંમત પણ આપે છે . તે સંમતિના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરે છે અને પોતાના આત્મસન્માન માટે પોતાના પતિ સામે ઉભી રહે છે .

કલાકરો :
ચિરૈયામાં વિદ્યા બાલન , શશાંત શાહ અને સંજય મિશ્રા જેવા પ્રતિભાશાળી કલાકારો મુખ્ય ભૂમિકાઓ ભજવી રહ્યા છે . ઉપરાંત પ્રસન્ના બિષ્ટ અને સિદ્ધાર્થ શો પણ મહત્વપૂર્ણ પાત્રોમાં જોવા મળશે . સિરીઝનું દિર્ગદશન શશાંત શાહે કર્યું છે , જયારે આ વાર્તા દિવ્ય નિધિ શર્માએ સંભાળ્યું છે . SVF  એન્ટરટેઇન્મેન્ટના બેનર હેઠળ શ્રીકાંત મોહતા , મહેન્દ્ર સોની અને આદિત્ય જાલાન દ્રારા આ સિરીઝનું નિર્માણ કરવામાં આવ્યું છે .

અભિપ્રાય :
ચિરૈયા મહિલાઓની સુરક્ષા , સંમતિ અને અધિકારો જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓને સ્પર્શે છે . ભલે આ વિષય નવો નથી , પરંતુ તેની રજુઆતમાં ભાવનાત્મક ઊંડાણ  અને સામાજિક સંદેશને કારણે સિરીઝ ચર્ચામાં છે . હાલમાં આ સિરીઝને કોઈ IMDb રેટિંગ મળ્યું નથી , કારણ કે તે હજી રિલીઝ થઇ નથી , પરંતુ દર્શકોમાં  તેની ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »