આખા ભારતમાં 1,500 થી વધુ samsungના સ્ટોર છે જ્યાં Galaxy Forever ઉપલબ્ધ છે
Photo Credit: Gadget 360
Samsung Galaxy S26 Ultra ની કિંમત ભારતમાં 1,39,999 રૂપિયા છે જે 12GB +256GB વેરિઅન્ટ માટે છે
Samsung એ ભારતમાં Galaxy Foreve નામનો નવો પ્રોગ્રામ શરૂ કર્યો છે, જે આ ફ્લેગશિપ સ્માર્ટફોન ખરીદવાનું વધુ સરળ બનાવે છે . આ પ્રોગ્રામ ખાસ કરીને Samsung Galaxy S26 Ultra અને Samsung Galaxy S26+ માટે લાગુ પડે છે . આ પ્રોગ્રામમાં એક નવી યોજના શરૂ કરવામાં આવી છે .આ યોજના હેઠળ હવેથી ગ્રાહકોને આખી કિંમત એકસાથે ચુકવવાની જરૂર નથી . તેઓ 12 મહિનાના નો-કોસ્ટ EMI દ્રારા ફોનની અળધી કિંમત ચૂકવી શકે છે અને એક વર્ષ સુધી તેનો ઉપયોગ કરી શકે છે . આથી આ મોંઘા ફોન પણ સરળતાથી ખરીદી શકાય છે .
આમાં એક વર્ષ પૂરું થયા પછી ગ્રાહકો માટે વિકલ્પો પણ આપ્યા છે . આ ત્રણ વિકલ્પોની પસદંગી ગ્રાહકો દ્રારા જ થાય છે . પહેલો વિકલ્પ એ છે કે ગ્રાહકો ફોન પરત કરી શકે છે , બીજો વિકલ્પ એ છે કે ગ્રાહકો ફોનને પોતાની પાસે રાખી શકે છે અને ત્રીજો વિકલ્પ એ છે કે નવો મોડેલ લઈને અપગ્રેડ કરી શકે છે . જો ગ્રાહકો ફોન પરત કરે છે ત્યારે કંપની 50 ટકા ગેરંટી બાયબેક આપે છે એટલે કે પહેલા ચુકવેલી રકમનો મોટો ભાગ બચી જાય છે .
જો ગ્રાહક ફોન રાખવા માંગતા હોય તો તે બાકીની 50 ટકા રકમ આગળના 12 મહિનામાં નો-કોસ્ટ EMI દ્રારા ચૂકવી શકે છે . Samsung Finance + અથવા ક્રેડિટ કાર્ડ બંને વિકલ્પ ઉપલબ્ધ છે , જેથી તમે સરળતાથી ચુકવણી કરી શકો .
આ પ્રોગ્રામમાં Samsung Care + પણ શામેલ છે , જે 13 મહિના સુધી આ ફોનને કોઈ પણ પ્રકારના એક્સીડેન્ટ કે પાણીના નુકસાનથી સુરક્ષિત રાખે છે . સામાન્ય રીતે આ care માટે તમને અલગથી રૂપિયા ખર્ચ કરવા પડે છે . પરંતુ આ પ્રોગ્રામમાં જ Samsung Care + શામેલ કરેલ છે .
કિંમતોની વાત કરીએ તો Samsung Galaxy S26 Ultra માટે EMI લગભગ 5,833 રૂપિયા પ્રતિ મહિને છે . જયારે આ પ્રોગ્રામ ફ્રી સાથે કુલ કિંમત 6,583 રૂપિયા ચૂકવવા પડે . Galaxy S26+ માટે EMI લગભગ રૂપિયા 5,000 અને તેની કુલ ચુકવણી 5,749 રૂપિયા જેટલી થાય છે .
આ યોજના Samsungની વેબસાઈટ અને કેટલાક સ્ટોર્સ પર ઉપલબ્ધ છે , આવા પ્રોગ્રામો ગ્રાહકો માટે ઓછા ખર્ચે નવા ફ્લેગશિપ ફોનનો અનુભવ કરી શકાય છે .
જાહેરાત
જાહેરાત
Amazon Said to Be Working on New Smartphone Equipped With Alexa Assistant and AI Features