OnePlus Watch 4 માટે સંકેત મળ્યા , EMVCo લિસ્ટિંગથી લોન્ચ નજીક

ધૂળ અને પાણીના છાંટા સામે રક્ષણ મેળવવા OnePlus Watch 4 ને IP69 રેટિંગ આપવામાં આવ્યું છે

OnePlus Watch 4 માટે સંકેત મળ્યા , EMVCo  લિસ્ટિંગથી લોન્ચ નજીક

Photo Credit: OnePlus

OnePlus Watch 3 કરતા OnePlus Watch 4 વધુ સફળ બનશે તેવી અપેક્ષાઓ છે .

હાઇલાઇટ્સ
  • સ્માર્ટવોચને Snapdragon W5 Gen 1 ચિપસેટ
  • બેટરી ક્ષમતા 646mAh
  • સ્માર્ટવોચમાં IP69 રેટિંગ છે , જે પાણી અને ધૂળથી સુરક્ષા આપે
જાહેરાત

OnePlus કંપનીએ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં તેની OnePlus Watch 3 લોન્ચ કરી હતી , જેમાં 1.5 ઈંચનું LTPO AMOLED ડિસ્પ્લે અને 2,200 nits સુધીની બ્રાઇટનેસ  મળે છે . હવે કંપની પોતાની એક નવી સ્માર્ટવોચ લાવવાની તૈયારીમાં છે , જે OnePlus Watch 4 હોઈ શકે . એક રિપોર્ટ મુજબ આ નવી OnePlus Watch 4  સર્ટિફિકેશન સાઈટ એટલે કે EMVCo  પર મોડેલ નંબર XL905 સાથે જોવા મળી છે . આનાથી એવું માનવામાં આવી રહ્યું છે કે આ સ્માર્ટવોચ  ટૂંક જ સમયમાં લોન્ચ થઇ શકે છે .

OnePlus Watch 4 EMVCo ડેટાબેઝ પર :
ટિપસ્ટર સુધાંશુ અંભોર એ X પરની એક પોસ્ટ શેર કરી છે , જેમાં કહ્યું છે કે OnePlus Watch 4 ને  EMVCo સર્ટિફિકેશન મળ્યું છે . આ સ્માર્ટવોચને મોડેલ નંબર XL905 સાથે છે . એવું માનવામાં આવે છે કે ચીનની કંપની આ મોડેલને ટૂંક જ સમયમાં લોન્ચ કરી શકે છે . આની સાથે જ આ વોચની સુવિધાઓ અને સ્પેસિફિકેશ  પણ શેર કર્યા છે . 

લીક થયેલી માહિતીથી આ વાતની ખબર પડે છે કે આ વોચમાં 1.5 ઈંચનું (466x 466 પિક્સેલ ) LTPO AMOLED ડિસ્પ્લે છે  અને 47mm ડાયલ હોઈ શકે છે . આ નવી સ્માર્ટવોચને  Snapdragon W5 Gen 1 ચિપસેટ  આપવામાં આવી શકે .આની બેટરી ક્ષમતા 646mAh હોઈ શકે .  આની સાથે જ  આ સ્માર્ટવોચમાં  IP69 રેટિંગ છે , જે પાણી અને ધૂળથી સુરક્ષા આપે છે . સાથે જે Wear OS 5 સપોર્ટ હોવાની શક્યતા છે .

જોકે આ બધી માહિતીઓ લીક ઉપર આધારિત છે . કંપનીએ કોઈ પણ રીતે સત્તાવાર જાહેરાત કરી નથી .

તમારી પાસે પહેલાની વોચની માહિતી હોવી જોઈએ . OnePlus Watch 4 પહેલા OnePlus Watch 3 લોન્ચ થઇ હતી . OnePlus Watch 3 ફેબ્રુઆરી 2025 માં લોન્ચ થઇ . લોન્ચ સમયે તેની કિંમત લગભગ $329( 29,000 રૂપિયા ) હતી . આ વોચની ડિઝાઇન મજબૂત હતી . આ વોચમાં સેફાયર ગ્લાસ  આપવામાં  આવ્યું હતું . ધૂળ અને પાણીના છાંટાથી રક્ષણ માટે આ વોચને IP68 પણ અપાયું હતું. જોકે આની બેટરી લાઈફ પણ સારી અને લાંબી જ હતી . 

સરળ શબ્દોમાં કહીએ તો , OnePlus હવે તેની નવી અને અદ્યતન સ્માર્ટવોચ લાવવાની તૈયારીમાં છે  અને આ OnePlus Watch 4 ટૂંક જ સમયમાં બજારમાં જોવા મળી શકે  છે .
 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. 8 મેથી શરૂ એમેઝોન સેલ , બેંક ઓફર્સ સાથે મળશે મોટી બચત 
  2. Amazon Summer Sale 2026: એર કન્ડીશનર ખરીદવા માટે ગ્રાહકોને મોટી બચતની તક 
  3. 8 મેથી શરૂ થતી એમેઝોન સેલમાં iPhone , Samsung અને OnePlus પર આકર્ષક ઓફર્સ 
  4. 8 મેથી શરૂ થતી એમેઝોન સેલમાં ઈલેક્ટ્રોનિક્સ અને ટીવી પર ધમાકેદાર ડીલ્સ 
  5. પ્રાઈમ સભ્યોને વહેલી ઍક્સેસ સાથે વધારાની બચત , સ્માર્ટફોનથી લઈને હોમ એપ્લાયન્સિસ પર ધમાકેદાર ડીલ્સ 
  6. Vivo X500 Pro Max માં મલ્ટિસ્પેક્ટ્રલ સેન્સર અને 144Hz ડિસ્પ્લે મળવાની સંભાવના
  7. Xiaomi 17T Geekbench પર જોવા મળ્યો , Dimensity 8500 ચિપ અને 12GB RAMની સંભાવના
  8. 200MP કેમેરા અને 7000mAh બેટરી સાથે આવી શકે Vivo X Fold 6, Xiaomi પણ તૈયાર
  9. દૂરના તારામંડળમાંથી આવેલ 3I /ATLAS માં ભારે પાણીની અનોખી શોધ
  10. હવે અજાણ્યા કોલ્સ ઓળખવા સરળ બનશે , BSNL લાવી રહ્યું છે નવી CNAP સેવા
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »