પ્રાઈમ સભ્યોને વહેલી ઍક્સેસ સાથે વધારાની બચત , સ્માર્ટફોનથી લઈને હોમ એપ્લાયન્સિસ પર ધમાકેદાર ડીલ્સ 

સેલ દરમિયાન પ્રાઈમ મેમ્બર્સને વધારે લાભ મળશે , જેમાં 2 લાખથી વધુ વસ્તુઓ પર 3 ટકા વધારાનું ડિસ્કાઉન્ટ મળશે .

પ્રાઈમ સભ્યોને વહેલી ઍક્સેસ સાથે વધારાની બચત , સ્માર્ટફોનથી લઈને હોમ એપ્લાયન્સિસ પર ધમાકેદાર ડીલ્સ 

Photo Credit: Amazon

સેલમાં અનેક વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ અને ઓફર્સ મળશે 

હાઇલાઇટ્સ
  • એમેઝોન ગ્રેટ સેલ 8 મે થી શરૂ
  • પ્રાઈમ સભ્યો માટે વધારાના ફાયદા
  • એક્ચેન્જ ઓફર્સ , ડિજિટલ કૂપન્સ અને અન્ય કેશબેક સ્કીમ્સ પણ ઉપલબ્ધ
જાહેરાત

ભારતમાં Amazonની ગ્રેટ સમર સેલ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે . આ સેલ દરમિયાન સ્માર્ટફોન , લેપટોપ , ફેશન અને હોમ એપ્લાયન્સિસ સહિત અનેક  કેટેગરીમાં ગ્રાહકોને આકર્ષક ડીલ્સ અને ભારે ડિસ્કાઉન્ટ મળશે . પહેલાની જેમ આ વખતે પણ સીધા ભાવમાં ઘટાડા , બેંક ઓફર્સ અને બંડલ ડીલ્સનો  સંયોજન મળશે , જેના કારણે પ્રોડક્ટની અંતિમ ખરીદી કિંમત પણ ઓછી થઈ શકે છે . પ્રાઈમ સભ્યોને બીજા ગ્રાહકો કરતાં પહેલા સેલમાં ઍક્સેસ મળશે  અને વધારાના ફાયદા પણ  આપવામાં આવશે .

આ સેલ સત્તાવાર રીતે 8 મેના રોજ શરૂ થશે . જોકે કંપનીએ હજુ સંપૂર્ણ વિગતો જાહેર કરી નથી , પરંતુ પ્રાઈમ સબ્સ્ક્રાઇબર્સ માટે પહેલા ઍક્સેસ મળવાની શક્યતા છે  . કંપનીએ પહેલેથી જ કેટલીક કેટેગરીમાં પ્રી - સેલ ડીલ્સ બતાવવાનું શરૂ કર્યું છે , જેથી ગ્રાહકો પહેલાથી જ પોતાની વિશલિસ્ટ તૈયાર કરી શકે છે .

બેંક ઓફર્સની વાત કરીએ તો , HDFC Bankના ક્રેડિટ કાર્ડ કે EASYEMI નો ઉપયોગ કરવાથી ગગ્રાહકોને 10 ટકા સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી શકે છે . સાથે  સાથે , નો કોસ્ટ EMI વિકલ્પ પણ ઉપલબ્ધ રહેશે , જેમાં દૈનિક રૂપિયા 9 થી શરૂ થતાં હપ્તા પ્લાનનો સમાવેશ થાય છે , જેથી મોંઘી વસ્તુઓ ખરીદવી વધુ સરળ બની જશે .

પ્રાઈમ સભ્યો માટે વધારાના ફાયદા પણ આપવામાં આવશે . તેઓ 2 લાખથી વધુ પ્રોડક્ટ્સ પર વધારાનું 3 ટકા ડિસ્કાઉન્ટ મેળવી શકશે . જે પહેલાથી ચાલી રહેલા  ડિસ્કાઉન્ટ પર વધારાનું રહેશે . આ ઉપરાંત ICICI Bank સાથે જોડાયેલા Amazon Pay ICICI Credit Card દ્રારા પેમેન્ટ કરવાથી 10 ટકા સુધીની બચત અને  અનલિમિટેડ 5 ટકા કેશબેકનો લાભ મળશે .  આ સિવાય રૂપિયા 1,250 અથવા કે રૂપિયા 2,500 સુધીના વધારાના કેશબેક ઓફર્સ પણ મળી શકે છે .

ગ્રાહકો માટે એક્ચેન્જ ઓફર્સ , ડિજિટલ કૂપન્સ અને અન્ય કેશબેક સ્કીમ્સ પણ ઉપલબ્ધ રહેશે . આ ઉપરાંત , કંપની " પ્રોમોકોડ હન્ટ " જેવી ઇન્ટરેક્ટિવ સુવિધા  લાવી રહી છે , જેમાં યુઝર્સ ગેમિફાઇડ રીતે ભાગ લઈને વધારાના ડિસ્કાઉન્ટ મેળવી શકશે .

આ સેલમાં ઈલેક્ટ્રોનિક્સ , સ્માર્ટફોન , ફેશન અને ઘરવખરીનો સામાન સહિત લગભગ તમામ મુખ્ય કેટેગરીમાં મોટા ડિસ્કાઉન્ટ મળશે . કેટલીક શરૂઆતની ડીલ્સ  સામે આવી છે કે જેવી કે , Xiaomi Pad 8 હવે રૂપિયા 30,999 માં ઉપલબ્ધ રહેશે , જયારે iQOO 15R રૂપિયા 42,999માં મળશે . તેમજ JBL  800 Pro સાઉન્ડબાર  રૂપિયા 49,999માં ઓફર કરવામાં આવી રહ્યો છે , જે તેની મૂળ કિંમત રૂપિયા 69,999 કરતાં ઓછો છે 

શોપિંગ અનુભવને વધુ સરળ અને સ્માર્ટ બનાવવા માટે Amazon  તેના AI આધારિત Rufus પર વધુ  ધ્યાન આપી રહ્યો છે . આ ટૂલ યુઝર્સને         " રૂપિયા 2000 થી ઓછી કિંમતના  બેસ્ટ ડીલ્સ " જેવી સર્ચને વધારે છે અને 30 થી 90 દિવસના ભાવની હિસ્ટ્રીની માહિતી પણ આપે છે , જેથી ખરીદદારો વધુ સમજદારીથી નિર્ણય લઈ  શકે .

આ સિવાય " View in Your Room " જેવી સુવિધા દ્રારા ખરીદી પહેલા ફર્નિચર , ઉપકરણો કે ડેકોરને પોતાના ઘરમાં કેવી રીતે લાગશે તેની વર્ચ્યુઅલ ઝલક પણ  જોઈ શકે છે . કંપનીનો દાવો છે કે આ ફીચર ગ્રાહકોને ઝડપી અને વધુ આત્મવિશ્વાસપૂર્ણ રીતે ખરીદી કરવા મદદરૂપ થશે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Amazon Great Freedom Saleમાં OnePlus , Redmi અને Xiaomi સહિત અનેક પ્રોડક્ટસ પર મોટી બચતની તક
  2. Flipkart Freedom Saleમાં iPhone 17 Proથી લઈને Lenovo Laptop સુધી મળશે આકર્ષક ઓફર્સ
  3. Redmi Turbo 6 Maxમાં 7 ઇંચ 2K ડિસ્પ્લે અને Dimensity 9600s ચિપ મળવાની શક્યતા
  4. IFA 2026માં રજૂ થશે Tecnoનો બેઝલ-લેસ સ્માર્ટફોન , એજ ટુ એજ ડિસ્પ્લેએ ખેંચ્યું ધ્યાન
  5. Vivo T3 Ultra પર રૂપિયા 9,500 સુધીની બચત , બેંક ઓફરથી કિંમતમાં વધુ ઘટાડો
  6. ગૂગલની નવી Age Verification ટેક્નોલોજી , બાળકો માટે એપ્સ બનશે વધુ સુરક્ષિત
  7. Samsung Galaxy SmartTag 3માં મળી શકે 500 દિવસની બેટરી અને નવી ડિઝાઈન , રિપોર્ટમાં ખુલાસો
  8. Oppo K13 Turbo Pro 5G થયો સસ્તો , ફ્લિપકાર્ટ પર બેંક ઓફર સાથે શાનદાર ડીલ
  9. Vivo X500 Pro ટૂંક સમયમાં થઈ શકે લોન્ચ , પ્રીમિયમ ડિઝાઈન સાથે આવશે નવો ફ્લેગશિપ ફોન
  10. OnePlus 16 લોન્ચની પુષ્ટિ , Snapdragon 8 Elite Gen 6 Pro ચિપસેટ સાથે આવશે
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »