Amazon ગ્રેટ સમર સેલમાં સ્માર્ટ ટીવી અને પ્રોજેક્ટર્સ પર 65% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે
Photo Credit: Amazon/ Samsung
Samsung 43 ઈંચનું ફુલ HD સ્માર્ટ LED TV Amazon પર લિસ્ટેડ છે .
Amazonની ગ્રેટ સમર સેલ આ અઠવાડિયાના અંતમાં શરૂ થવાની છે . કંપનીએ જાહેર કર્યું છે કે આ સેલ દરમિયાન સ્માર્ટફોન , સ્માર્ટ હોમ ડિવાઈસ , માઇક્રોવેવ , એર કન્ડીશનર , ટ્રુ વાયરલેસ સ્ટીરિયો (TWS ) , બ્લૂટૂથ સ્પીકર્સ , લેપટોપ , વોશિંગ મશીન અને સ્ટોરેજ ડિવાઈસ જેવી અનેક ઇલેક્ટ્રોનિક્સ કેટેગરીમાં મોટા ડિસ્કાઉન્ટ મળશે . આ સેલ ગ્રાહકોને અલગ અલગ બજેટમાં ખરીદી કરીને વધુમાં વધુ બચત કરવાની તક આપે છે . સાથે જ કંપનીએ જુદા જુદા બ્રાન્ડ્સ અને સ્ક્રીન સાઈઝવાળા સ્માર્ટ ટીવી મોડલ્સની ઝલક પણ બતાવવાનું શરૂ કર્યું છે , જે સેલ દરમિયાન સસ્તા ભાવે ઉપલબ્ધ રહેશે .
સ્માર્ટ ટીવી સેગમેન્ટમાં આ સેલ ખાસ આકર્ષક બનવાની છે . માઈક્રોસાઇટ મુજબ , સ્માર્ટ ટીવી અને પ્રોજેક્ટર્સ પર 65 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે . Samsung , TCL , Xiaomi , LG , Sony , Acer , Hisense , Vu, Lumio અને Philips જેવી કંપનીઓના ટીવી ઓછા ભાવે મળશે . સાથે જ બોટ અને અન્ય OEM બ્રાન્ડ્સના બજેટ પ્રોજેક્ટર્સ તેમજ પ્રીમિયમ પ્રોડક્ટ્સ પણ સેલમાં સામેલ રહેશે .
ખાસ ડીલ્સની વાત કરીએ તો , TCL નું 55 ઇંચ મિની LED સ્માર્ટ ટીવી , જેમાં 144Hz સુધીનો રિફ્રેશ રેટ મળશે , તે તેની મૂળ કિંમત રૂપિયા 1,19,990 સામે લગભગ રૂપિયા 42,240 માં ઉપલબ્ધ થઈ શકે છે . એટલે કે ગ્રાહકોને અંદાજે રૂપિયા 77,000 સુધીની બચત થશે .
આ ઉપરાંત , Samsung 43 ઇંચ ફૂલ HD સ્માર્ટ LED ટીવી , TCL નું 32 ઇંચ QLED સ્માર્ટ ટીવી , Xiaomi 43 ઇંચ 4K સ્માર્ટ ટીવી અને Philipsનું 43 ઇંચ ફ્રેમલેસ સ્માર્ટ ટીવી સેલ દરમિયાન ડિસ્કાઉન્ટેડ ભાવે મળશે . આ ટીવીની કિંમતો અનુક્રમે રૂપિયા 27,500 , રૂપિયા 22,990 , રૂપિયા 37,999 અને રૂપિયા 31,999 છે .
સેલ દરમિયાન બેંક ઓફર્સ પણ મળશે . HDFC Bank ના ક્રેડિટ કાર્ડ અથવા EMI ટ્રાન્ઝેક્શન પર 10 ટકા સુધીનું ઇસ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે . પ્રાઈમ મેમ્બર્સ માટે વધારાના ફાયદા રહેશે , જેમ કે રૂપિયા 100 કેશબેક કૂપન , ICICI Bank સાથેના Amazon Pay ICICI credit Card પર ફ્લેટ 10 ટકા બચત , રૂપિયા 250 સુધી કેશબેક , તેમજ પસંદગીના પ્રોડક્ટ્સ પર 3 ટકા વધારાનું ડિસ્કાઉન્ટ .
આ સેલ 8 મેથી શરૂ થવાની છે , તેથી ગ્રાહકો પોતાની વિશલિસ્ટ તૈયાર કરી શકે છે . જોકે કંપનીએ હજી સુધી ડીલ્સનો ખુલાસો કર્યો નથી . સેલ શરૂ થતા વધુ ઓફર્સ સામે આવવાની શક્યતા છે .
જાહેરાત
જાહેરાત
Cyberpunk 2077 Has Sold 40 Million Copies, CD Projekt Red Confirms
Nokia 235 4G (2026), 215 4G (2026) Launched Alongside Nokia 210 4G, and 200 4G With AI Assistant Button