Realme P4 Lite 5G Android 16 ના Realme UI 7.0 પર ચાલે છે
Photo Credit: Realme
આ ફોન બે કલરના વિકલ્પોમાં લોન્ચ કરવામાં આવ્યો છે .
Realme એ ભારતમાં ગુરુવારે પોતાનું નવું Realme P4 Lite 5G લોન્ચ કર્યું છે . જે P4 સિરીઝમાં નવું છે .આ સ્માર્ટફોન Media Tek Dimensity 6300 ચિપસેટ પર ચાલે છે અને આમાં એરફ્લૉ વેપર ચેમ્બર અને કૂલિંગ સિસ્ટમ આપવામાં આવે છે . આ ફોનમાં 144Hz રિફ્રેશ રેટ અને 900nits બ્રાઇટનેસ વાળું ડિસ્પ્લે છે . જયારે આમાં 7,000mAh બેટરી આપવામાં આવી છે ,સાથે IP64 રેટિંગ તેને ધૂળ અને પાણીના છાંટાથી સુરક્ષા આપે છે . આ ફોન Mosaic Blue અને Mosaic Green કલરમાં મળી રહેશે .
કિંમત અને ઉપલબ્ધતા :
ભારતમાં Realme P4 Lite 5Gની શરૂઆતની કિંમત રૂપિયા 12,999 રાખવામાં આવી છે જે 4GB +64GB વેરિઅન્ટ માટેની છે . બીજા વિકલ્પોની વાત કરીએ તો 4GB +128GB વેરિઅન્ટ માટેની કિંમત રૂપિયા 13,999 છે . જયારે 6GB +128GB વેરિઅન્ટ માટેની કિંમત રૂપિયા 15,999 ઉપલબ્ધ છે . આ ફોન Flipkart , Realme ની વેબસાઈટ તથા ઓફલાઈન સ્ટોર્સ પરથી ખરીદી શકાય છે . લોન્ચ સમય આ ફોન માટે રૂપિયા 1000 સુધીનું ડિસ્કાઉન્ટ , 500 રૂપિયાનું બેંક ઓફર અને એક્સચેન્જ બોનસ તો ખરી જ આપવામાં આવી છે.
ફીચર્સ :
આ ફોનમાં ડયુઅલ સિમ સપોર્ટ આવે છે . આ Realme P4 Lite 5G Android 16 ના Realme UI 7.0 પર ચાલે છે . આની સાથે જ કંપની બે વર્ષ સુધી OS અપડેટ્સ પણ આપે છે . આ સ્માર્ટફોનમાં 6.8 ઈંચનું HD +LCD ડિસ્પ્લે આપવામાં આવ્યું છે . જેમાં તમને 144Hz રિફ્રેશ રેટ અને 180Hz ટચ સેમ્પલિંગ સપોર્ટ મળે છે .
હવે વાત કરીએ પર્ફોર્મન્સની તો આના માટે ફોનમાં Dimensity 6300 ચિપસેટ સાથે 6GB સુધી RAM અને 128GB સુધી સ્ટોરેજ આપવામાં આવે છે . આ ફોનમાં હિટને નિયંત્રણ માટે પણ ચેમ્બર આપેલું છે .
કેમેરાની વાત કરીએ તો આ ફોનમાં 13MP નો પ્રાઈમરી રિયર કેમેરા અને 5MPનો ફ્રન્ટ કેમેરા આપેલ છે . આની સાથે જ કનેક્ટિવિટી માટે 5G, 4G LTE, Wi-Fi 5, Bluetooth 5.3, 3.5mmનો હેડફોન જેક અને USB Type -C પોર્ટ મળે છે .
આ ફોનની બેટરી 7,000mAhની છે જે 15W વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરે છે . આ ડિવાઇસનું વજન લગભગ 212 ગ્રામ છે
જાહેરાત
જાહેરાત