Garmin સ્માર્ટવોચ પર WhatsApp એ પહેલું અને થર્ડ પાર્ટી મેસેજિંગ એપ છે
Photo Credit: Garmin
WhatsApp મેસેજ અને કોલ્સ ગોપનીય રહે છે
Garmin એ પોતાની કેટલીક સ્માર્ટવોચ માટે WhatsApp સપોર્ટ રજૂ કર્યો છે . જેના કારણે યુઝર્સ સીધા પોતાની ઘડિયાળ પરથી મેસેજ જોઈ અને તેનો જવાબ આપી શકે છે . આ સુવિધા Connect IQ પ્લેટફોર્મ પર નવી એપ દ્રારા કરવામાં આવી છે . આ ફીચરથી Garmin સ્માર્ટવોચમાં માત્ર નોટિફિકેશન જ નહિ પરંતુ કમ્યુનિકેશન ફીચર્સ પણ વધ્યા છે . કંપનીએ જણાવ્યું છે કે WhatsApp એપ Connect IQ સ્ટોર પરથી ફ્રીમાં ડાઉનલોડ કરી શકાશે . આ એપ Fenix , Forerunner , Venu અને Vivoactive સિરીઝના પોતાના મોડેલને સપોર્ટ કરે છે .
આનો ઉપયોગ કરવા માટે તમારા Android કે iPhone પર WhatsApp ઇન્સટોલ હોવું જરૂરી છે અને સાથે આ વોચ Bluetooth દ્રારા ફોન સાથે જોડાયેલી હોવી જરૂરી છે .
WABetalnfo મુજબ , Enduro 3, Fenix 8, Fenix 8 Pro, Fenix E, Forerunner 570, Forerunner 970, Quatix 8, Tactix 8, Venu 4, Venu X1 અને Vivoactive 6 જેવી વોચમાં આ ફીચર મળે છે .
આ ફીચર માટે યુઝરે WhatsApp નું નવું વર્ઝન અને Garmin એપ અપડેટ કરવી પડશે . iPhoneમાં WhatsApp ને Bluetooth પરમિશન આપવું પણ જરૂરી છે . જેથી નોટિફિકેશન સારી રીતે કામ કરી શકે .
એકવાર સેટ કર્યા પછી , વોચ પર WhatsApp મેસેજ તરત જોવા મળશે . આમાં યુઝર્સ ચેટને ખોલીને જોઈ શકે છે , મેસેજને વાંચી શકે અને રિપ્લાય પણ આપી શકે છે . આ વોચમાં લાસ્ટના 10 ચેટ્સ દેખાશે . આ ફીચરથી તમને ઇનકમિંગ WhatsApp કોલની માહિતી પણ મળશે . જો યુઝર્સ ઈચ્છે તો તેને reject પણ કરી શકે છે .
આ ફીચરથી તમને મીડિયા પ્રિવ્યુ પણ જોઈ શકો છો પણ ફોટા અથવા વિડીયો મોકલી શકાશે નહીં . Garmin જણાવે છે કે આમાં મેસેજ અને કોલ્સ ગોપનીય રહેશે .આ ફીચર WhatsApp પર્સનલ એકાઉન્ટ માટે છે WhatsApp Business માટે નહીં .
કંપનીનું કહેવું છે કે WhatsApp તેની થર્ડ પાર્ટી મેસેજિંગ એપ છે . જે Connect IQ પ્લેટફોર્મ દ્રારા કામ કરે છે .
જાહેરાત
જાહેરાત