International ટ્રાવેલ દરમિયાન Jio યુઝર્સને Wi-Fi કોલિંગ પર ફ્રી SMS મળવાની શક્યતા

આ સુવિધા વિદેશી સિમ કાર્ડ અથવા રોમિંગ નેટવર્ક વગર કામ કરશે

International ટ્રાવેલ દરમિયાન Jio યુઝર્સને Wi-Fi કોલિંગ પર ફ્રી SMS મળવાની શક્યતા

આ સુવિધા માટે કોઈ પણ રોમિંગ પેક લેવાની જરૂરત નથી .

હાઇલાઇટ્સ
  • Wi-Fi કોલિંગને સપોર્ટ કરતો સ્માર્ટફોન અને સ્ટેબલ ઇન્ટરનેટ કનેક્શન હોવું
  • ફોનમાં Wi-Fi કોલિંગ ચાલુ હોય તો તેઓ સરળતાથી મેસેજ મેળવી શકે
  • નવું ફીચર ખાસ કરીને OTP , બેંક એલર્ટ , ટ્રાન્ઝેક્શનના મેસેજીસ અને કોઈ વેર
જાહેરાત

રિલાયન્સ જિયો એ એક મોટો પ્લાન લઈ આવી શકે છે જેમાં આંતરરાષ્ટ્રીય મુસાફરી દરમિયાન તમને આ સેવા મળશે . અહેવાલો મુજબ આ નવી સુવિધામાં  યુઝર્સ વિદેશમાં  Wi-Fi કોલિંગ દ્રારા કોઈ વધારાના ખર્ચ વિના ઇનકમિંગ SMS મેળવી શકે છે . આમાં ખાસ વાત એ છે કે  આ માટે કોઈ ઇન્ટરનેશનલ રોમિંગ પેક લેવાની જરૂર નથી . આ સુવિધા ખાસ કરીને OTP મેળવવામાં અને બેંકિંગને લાગતા જરૂરી મેસેજ સમયસર મળી રહે અને કામ આવી શકે . આ સુવિધા વિદેશી સિમ કાર્ડ અથવા રોમિંગ નેટવર્ક વગર કામ કરશે .

નવા અહેવાલો મુજબ , જો કોઈ યુઝર  Wi-Fi  સાથે કનેક્ટેડ હોય અને તેના ફોનમાં Wi-Fi કોલિંગ ચાલુ હોય તો તેઓ સરળતાથી મેસેજ મેળવી શકે છે .આ સર્વિસ  માટે કોઈ રોમિંગ પેકની જરૂરત નથી . આ રોમિંગ વગર પણ કામ કરે છે , એટલે તમે (VoWiFi) વધારાના ખર્ચાથી બચી શકો છો .

 Wi-Fi  (VoWiFi) શેના માટે કામ આવી શકે છે :

આ નવું ફીચર ખાસ કરીને OTP , બેંક એલર્ટ , ટ્રાન્ઝેક્શનના મેસેજીસ અને કોઈ વેરિફિકેશન મેસેજ માટે ખુબ જ ઉપયોગી છે .વિદેશમાં હોવાથી આવા મેસેજ  ન મળતા ઘણી મુસીબત સાબિત થઇ શકે છે .આનો મતલબ કે આ સુવિધા ખુબ જ કામની છે .

આવું કહેવામાં આવે છે કે આ સર્વિસ કોઈ લોકલ સિમ કે રોમિંગ નેટવર્ક પર આધારિત નથી . મેસેજ સીધે સીધું Wi-Fi  (VoWiFi) નેટવર્કથી થાય છે જેના કારણે આપણી ગોપનીયતા અને  આના પરનો વિશ્વાસ પણ જળવાઈ રહે છે .

આ સુવિધાનો ઉપયોગ કરવા માટે યુઝરે ( જે અત્યારે વિદેશમાં હોય  તેવા)  પોતાના ફોનને Wi-Fi  સાથે કનેક્ટ કરવો પડશે . પછી સેટિંગ્સમાં જઈને Wi-Fi   કોલિંગ ચાલુ કરવું પડશે . હવે જો આ સેટિંગ ચાલુ થઇ ગઈ છે તો  આપમેળે ઇનકમિંગ SMS મળવા લાગશે .

પણ હા , આ સુવિધા માટે યુઝર પાસે Jio નો સક્રિય રિચાર્જ પ્લાન જરૂરી છે  , આના સાથે જ Wi-Fi  કોલિંગને સપોર્ટ કરતો સ્માર્ટફોન અને સ્ટેબલ ઇન્ટરનેટ કનેક્શન હોવું જરૂરી છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. 8849 Tank 5 માં બિલ્ટ - ઇન 2K પ્રોજેક્ટર , 36GB સુધી RAM અને 120W ફાસ્ટ ચાર્જિંગ
  2. Airtel Thanks App પર ખાસ ઓફર : LinkedIn Premium અને EazyDiner Prime સબ્સ્ક્રિપ્શન ફ્રી
  3. Google Pixel 10 ડીલ ધમાકેદાર : Amazon પર કિંમતમાં કાપ , બેંક ઓફર અને એક્સચેન્જથી વધુ બચત
  4. ભારતમાં Amazon Now સેવાનો મોટો વિસ્તરણ , ડિલિવરી કર્મચારીઓ માટે ' સમ્માન ' યોજના જાહેર
  5. Vivo X Fold 6 માં 200MP કેમેરા , 8.02 ઇંચ ડિસ્પ્લે અને નવી Dimensity 9500 ચિપ મળવાની શક્યતા
  6. Samsung Galaxy S26+ ખરીદવાનો સારો મોકો , ડિસ્કાઉન્ટ બાદ કિંમત ઘટીને રૂપિયા 82,450 સુધી
  7. 1 જુલાઈથી આધાર એપમાં મળશે મોટી રાહત , ઇમેઇલ ID અપડેટ પર નહીં લાગે કોઈ ચાર્જ
  8. 13MP કેમેરા , Helio G81 અલ્ટ્રા ચિપ અને 18W ફાસ્ટ ચાર્જિંગ સાથે Redmi 17C રજૂ
  9. 160W અને 120W મોડેલ સાથે itelની એન્ટ્રી , iThumpX BASS અને Bluetooth 5.3 જેવી સુવિધાઓ
  10. NEET વિવાદ બાદ ટેલિગ્રામને રાહત , પરંતુ 30 જૂન સુધી કેટલાક નિયંત્રણો યથાવત
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »