Snapdragon 8 Elite Gen 5 અને 165Hz ડિસ્પ્લે સાથે OnePlus 15T ટૂંક સમયમાં એન્ટ્રી કરશે

આ સ્માર્ટફોનનું પ્રી બુકિંગ Oppoની વેબસાઈટ દ્રારા થઇ શકે છે અને આથી ગ્રાહકોને 299 ચીની યુઆનના હેડફોન મફત મળશે

Snapdragon 8 Elite Gen 5 અને 165Hz ડિસ્પ્લે સાથે OnePlus 15T ટૂંક સમયમાં એન્ટ્રી કરશે

Photo Credit: OnePlus

OnePlus 15T એ ત્રણ કલર વિકલ્પોમાં

હાઇલાઇટ્સ
  • ફોનમાં IP66, IP68, IP69 અને IP69K રેટિંગ
  • પાંચ અલગ અલગ RAM અને સ્ટોરેજ વિકલ્પોમાં રજૂ
  • આવતા અઠવાડિયે ચીનમાં OnePlus 15T ફોન લોન્ચ થશે
જાહેરાત


OnePlus એ બુધવારે તેના નવા અને પાવરફુલ સ્માર્ટફોનની લોન્ચ તારીખ જાહેર કરી છે . આવતા અઠવાડિયે ચીનમાં OnePlus 15T ફોન લોન્ચ થશે , જેથી છેલ્લા કેટલાક  સમયથી ચાલતી લીક્સ અને અફવાઓનો અંત થશે . આ સ્માર્ટફોન માટે પ્રી-ઓર્ડર પહેલાથી જ શરૂ થઇ ગઈ છે . આનાથી આપણને આ વાતની જાણ થાય છે કે કંપની તેને પાંચ અલગ અલગ RAM અને સ્ટોરેજ વિકલ્પોમાં રજૂ કરશે . OnePlus 15T ત્રણ કલર વિકલ્પોમાં આવશે , જેમાં કાળો અને સફેદ  રંગનો સમાવેશ થાય છે .

OnePlus 15T લોન્ચ:

OnePlus 15T ને ચીનમાં 24 માર્ચે સાંજે 7 વાગ્યે (ભારતમાં 4:30 વાગ્યે IST ) લોન્ચ કરવામાં આવશે  આ વાતની પુષ્ટિ કંપનીએ તેની વેબસાઈટ પર કરી છે . ગ્રાહકો Oppo Shop  વેબસાઈટ દ્રારા પ્રી બુકિંગ કરાવી શકે છે અને તેના માટે તેમને CNY 299 (લગભગ રૂપિયા 4,000)ના વાયરલેસ હેડફોન મફત મળશે .

આ ફોન પાંચ વિકલ્પોમાં ઉપલબ્ધ રહેશે જેમ કે 12GB+256GB, 12GB+512GB, 16GB+256GB, 16GB+512GB અને   16GB+1TB . ફોનના કલર વિકલ્પમાં  પ્યોર  કોકો  , રિલેક્સિંગ મેચા અને હીલિંગ વ્હાઇટ ચોકલેટ સામેલ છે .


કંપનીએ હાલમાં કોઈ સ્પેસિફિકેશન બહાર પડ્યા નથી પરંતુ લીક્સ પ્રમાણે પ્યોર  કોકો અને રિલેક્સિંગ મેચા કલરમાં AG ફ્રોસ્ટેડ ગ્લાસ બેક પણ આપવામાં આવ્યો છે .જયારે હીલિંગ વ્હાઇટ ચોકલેટ કલરમાં નવી માઈક્રો ટેક્નોલોજીથી મેટલ ફ્રેમ અને ગ્લાસ બેક બંને પર એકસરખો વ્હાઇટ ફિનિશ આપે છે .

આ ફોનમાં Snapdragon 8 Elite Gen 5 પ્રોસેસર પર ચાલશે , જે OnePlus 15માં પણ મળે છે . આ ફોનમાં જનરેશન ગેમિંગ એન્જીન હશે અને 165fps સુધી  સપોર્ટ કરે છે . આના સાથે જ ટ્રાઈ -ચિપ સિસ્ટમ પણ મળે છે .

OnePlus 15T માં 6.32 ઈંચનું 165Hz ડિસ્પ્લે મળશે . તેમાં 3.5x ઓપ્ટિકલ ઝૂમ સાથે LUMO કેમેરા સિસ્ટમ આપવામાં આવ્યું છે .ફોનમાં IP66, IP68, IP69 અને IP69K રેટિંગ સાથે આવે છે . આની બેટરી 7,500mAh ની હશે , જેમાં 100W વાયર્ડ અને 50W વાયરલેસ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Vivo X500 Pro Max માં મલ્ટિસ્પેક્ટ્રલ સેન્સર અને 144Hz ડિસ્પ્લે મળવાની સંભાવના
  2. Xiaomi 17T Geekbench પર જોવા મળ્યો , Dimensity 8500 ચિપ અને 12GB RAMની સંભાવના
  3. 200MP કેમેરા અને 7000mAh બેટરી સાથે આવી શકે Vivo X Fold 6, Xiaomi પણ તૈયાર
  4. દૂરના તારામંડળમાંથી આવેલ 3I /ATLAS માં ભારે પાણીની અનોખી શોધ
  5. હવે અજાણ્યા કોલ્સ ઓળખવા સરળ બનશે , BSNL લાવી રહ્યું છે નવી CNAP સેવા
  6. મલયાલમ ફિલ્મ પ્રતીચાયામાં વારસો બચાવવા પુત્રનો રાજકારણમાં પ્રવેશ 
  7. 4,500 પ્રકાશ વર્ષ દૂર મળેલા " Interstellar Ice " થી જીવનના રહસ્યો ખુલ્યા
  8. WhatsApp Android માટે લાવશે નોટિફિકેશન બબલ્સ , મલ્ટીટાસ્કિંગ થશે વધુ સરળ
  9. Jio યુઝર્સ માટે નવો ગેમિંગ પ્લાન : 2GB દૈનિક ડેટા સાથે સબ્સ્ક્રિપ્શન બંડલ
  10. WhatsApp પર Airtel , Jio અને Vi રિચાર્જ હવે સરળ , એપ છોડયા વગર કરો પેમેન્ટ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »