Oppo A6s 5G એન્ટ્રી ભારતમાં , કિંમત રૂપિયા 18,999 થી શરૂ

Oppo A6s 5G એ ડયુઅલ રિયર કેમેરા ધરાવે છે જેમાં 50 મેગાપિક્સલનો પ્રાથમિક કેમેરા છે .

Oppo A6s 5G એન્ટ્રી ભારતમાં , કિંમત રૂપિયા 18,999 થી શરૂ

Photo Credit: Oppo

Oppo A6s 5G બે કલર વિકલ્પમાં લોન્ચ થયો .

હાઇલાઇટ્સ
  • ફોનમાં 50MP ડયુઅલ કેમેરા સેટઅપ
  • ફોનમાં 6,500mAh બેટરી
  • Media Tek Dimensity 6300 ચિપસેટ
જાહેરાત

Oppo એ બુધવારે ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન Oppo A6s 5G લોન્ચ કર્યો છે . આ ફોન A સીરીઝનો છે . આ ફોન બે કલર વિકલ્પની સાથે RAM અને સ્ટોરેજ  વિકલ્પોમાં આવે છે . તેમાં Media Tek Dimensity 6300 પ્રોસેસર અને 50MP પ્રાથમિક કેમેરા સાથે ડયુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે  . આની સાથે જ આ ફોનમાં 6,500mAh મોટી બેટરી મળે છે . જે લાંબા સમય સુધી ઉપયોગ માટે જરૂરી છે . આ ફોન  Amazon , Flipkart અને  Oppo ની ઓફિસિયલ વેબસાઈટ પર ઉપલબ્ધ છે .

Oppo A6s 5G ની કિંમત :
 ભારતમાં Oppo A6s 5G ના 4GB +128GB  મોડેલની કિંમત રૂપિયા 18,999 રાખવામાં આવી છે , જયારે  6GB +128GB વેરિઅન્ટની કિંમત રૂપિયા  20,999 છે . આ ફોન Auroro Gold અને Plum Purple કલરમાં મળી રહેશે .

ગ્રાહકોને ખરીદી વખતે રૂપિયા 1000 સુધીનું ઇન્સ્ટન્ટ કેશબેક મળશે . આની સાથે જ SBI, Kotak Mahindra , IDFC First Bank , BOB, Yes Bank , Federal  Bank અને DBS બેંકના કાર્ડ પર 3 મહિના સુધીનો નો - કોસ્ટ EMIનો વિકલ્પ પણ મળશે .

 Oppo A6s 5G ફીચર્સ :
આ સ્માર્ટફોન ColorOS 15 પર ચાલે છે અને તેમાં 6.75 ઈંચનું LCD ડિસ્પ્લે છે જે 120Hz રિફ્રેશ રેટ અને 1125 nits સુધીની બ્રાઇટનેસ આપે છે . પરફોર્મન્સ માટે  આ ફોનમાં Media Tek Dimensity 6300 ચિપસેટ આપવામાં આવ્યો છે જે 6GB RAM અને 128GB સ્ટોરેજ સાથે આવે . ગેમિંગ અને નેટવર્ક માટે આ ફોનમાં  AI GameBoost અને AI LinkBoost 3.0 જેવી સુવિધા પણ આપવામાં આવી છે .
 

oppo a6s 5g amazon Oppo A6s 5G

Oppo A6s 5G
Photo Credit: Amazon

કેમેરા :
 Oppo A6s 5G  માં ડયુઅલ કેમેરા આપવામાં આવ્યો છે . જેમાં 50MP અને 2MP કેમેરા છે . સેલ્ફી અને વિડીયો કોલ માટે ફ્રન્ટમાં 5MP નો સેલ્ફી કેમેરા છે .

બેટરી :
આ ફોનમાં 6,500mAh બેટરી  છે . જે લાંબા સમય સુધી ચાલી શકે છે . કંપની મુજબ આ ફોન 882 કલાક સુધી સ્ટેન્ડબાય અને 22.4 કલાક સુધી વિડીયો પ્લેબેક  આપે છે . આ ફોનમાં 44W  ફાસ્ટ ચાર્જિંગ છે , જે ફોનને માત્ર 30 મિનિટમાં 1% થી 41% સુધી ચાર્જ કરી દે છે .

આ સ્માર્ટફોન 5G, Wi-Fi, Bluetooth , GPS અને USB Type-C પોર્ટ મળે છે . આ ફોનનું વજન લગભગ 212 ગ્રામ અને તેની જાડાઈ 8.61mm છે .
 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Poco X8 Pro Max , X8 Pro 5G આવ્યા ભારતમાં :શક્તિશાળી બેટરી, 100W ફાસ્ટ ચાર્જિંગ
  2. Vivo V70 FE એપ્રિલમાં ભારતમાં એન્ટ્રી કરી શકે છે , રૂપિયા 35,000થી ઓછી કિંમતની શક્યતા
  3. Garmin સ્માર્ટવોચ માટે WhatsApp સપોર્ટ લાવે છે , હવે વોચ પરથી મેસેજ રિપ્લાય શક્ય
  4. Dre અને Nike નો પહેલો સહયોગ , Powerbeats Pro 2 Nikeએડિશન રૂપિયા 29,900માં
  5. Oppo A6s 5G એન્ટ્રી ભારતમાં , કિંમત રૂપિયા 18,999 થી શરૂ
  6. Samsung Galaxy A57 5G માં 50MP કેમેરા સાથે નવા A સિરીઝ ફોન ટૂંક સમયમાં લોન્ચ થઇ શકે .
  7. International ટ્રાવેલ દરમિયાન Jio યુઝર્સને Wi-Fi કોલિંગ પર ફ્રી SMS મળવાની શક્યતા
  8. Snapdragon 8 Elite Gen 5 અને 165Hz ડિસ્પ્લે સાથે OnePlus 15T ટૂંક સમયમાં એન્ટ્રી કરશે
  9. Apple AirPods Max 2 આવ્યા : Adaptive Audio , 20 કલાક બેટરી અને લોસલેસ ઓડિયો સપોર્ટ
  10. Vivo T5x 5G ની એન્ટ્રી ભારતમાં , રૂપિયા 18,999થી શરૂ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »