Nike એ Powerbeats Pro 2 ના ફીચર્સમાં કોઈ ફેરફાર કર્યો નથી .
Photo Credit: Beats
Nike Powerbeats Pro 2 ઈયરબડ્સ વોલ્ટ અને મેટ બ્લેક કલરમાં આવે છે .
Dre અને Nike એ મળીને Powerbeats Pro 2નું Nike સ્પેશિયલ એડિશન લોન્ચ કર્યો છે . જે બંને બ્રાન્ડ્સ વચ્ચેનો પહેલો સહયોગ છે . આ નવા વર્ઝનમાં ડિઝાઇન અને બ્રાન્ડિંગમાં ફેરફાર કર્યો છે .આ વર્કઆઉટ માટે બનાવેલા ઇયરબડ્સમાં પાણીથી અને પરસેવાથી (IPX 4 રેટિંગ ) અને ફિટનેસ ટ્રેકિંગ સપોર્ટ મળ્યું છે . કંપની મુજબ આ ઇયરબડ્સ ભારત સહિત કેટલાક વૈશ્વિક બજારોમાં પણ ઉપલબ્ધ કરાશે . તેના ચાર્જિંગ કેસ પર Nike નું ડિઝાઇન આપવામાં આવ્યું છે . ભારતમાં Powerbeats Pro 2 Nike સ્પેશિયલ એડિશનની કિંમત રૂપિયા 29,900 રાખવામાં આવી છે અને તેનું વેચાણ 20 માર્ચથી શરુ થઇ જશે . આ ઇયરબડ્સમાં ડયુઅલ બ્રાન્ડિંગ આપવામાં આવી છે એટલે કે એક બડ પર "B " લોગો અને બીજા બડ પર Nike નો "સ્વુશ " લોગો છે .આ Volt અને Matte Black કલરમાં આવે છે .
ફીચર્સ :
તેમાં Active Noise Cancellation અને Transparency Mode સાથે Adaptive ANC, Adaptive EQ, Spatial Audio with Dynamic Head Tracking જેવી સુવિધાઓ આપવામાં આવી છે .આ ઇયરબડ્સ Apple ની H2 ચિપ પર કામ કરે છે . આમાં ડયુઅલ એલિમેન્ટ ડ્રાયવર્સ , ત્રણ માઈક્રોફોન , ઈન ઈયર ડિટેક્શન અને હાર્ટ રેટ માપવાનું સેન્સર આપવામાં આવ્યું છે .
ફિટનેસ માટે આમાં હાર્ટ રેટ ટ્રેકિંગ ફીચર પણ આપવામાં આવ્યું છે . જે તમને રિયલ ડેટા આપે છે . આ Nike Run Club એપ્સ સાથે મળીને કામ કરે છે . આના કનેક્ટિવિટી માટે Bluetooth 5.3 ની જરૂરત છે . આ Apple તથા Android બંને ડિવાઇસ સાથે કામ કરી શકે છે . Apple યુઝર્સને one Touch Pairing , auto switching અને Find My જેવી સુવિધાઓ મળે છે જયારે Android યુઝર્સ માટે Beats એપ દ્રારા આ ફીચરનો ઉપયોગ કરી શકાય છે .
બેટરીની વાત કરીએ તો ,આ ઈયરબડ્સ એક જ ચાર્જમાં લગભગ 10 કલાક સુધી ચાલે છે અને ચાર્જિંગ કેસ સાથે કુલ 45 કલાક સુધી પ્લેબેક આપે છે . આની ખાસ વાત એ છે કે માત્ર 5 મિનિટના ચાર્જથી 90 મિનિટ સુધી મ્યુઝિક સાંભળી શકો છો . ચાર્જિંગ માટે Qi વાયરલેસ અને USB Type -C બંને સપોર્ટ આપવામાં આવે છે .
જાહેરાત
જાહેરાત