Samsung Galaxy A57 5G માં સેલ્ફી કેમેરા માટે હોલ પંચ ડિસ્પ્લે આપવામાં આવ્યો છે
Photo Credit: Gadget 360
Samsung Galaxy A57 5G એ Galaxy A56 5Gની જગ્યા લઇ શકે છે .
ટૂંક સમયમાં સેમસંગ પોતાની Galaxy A સિરીઝમાં નવા સ્માર્ટફોન તરીકે Samsung Galaxy A57 5G અને Samsung galaxy A37 5G ને લોન્ચ કરી શકે છે . હાલમાં કંપનીએ આના માટે કોઈ પણ સત્તાવાર લોન્ચની પુષ્ટિ કરી નથી , પરંતુ છેલ્લા કેટલાક સમયથી થાઈલેન્ડમાં લીક થયેલા પોસ્ટર મારફતે આ બંને ફોન વિશે અનેક લીક્સ સામે આવી રહ્યા છે . આ લીક્સ ફોનના ડિઝાઇન , ફીચર્સ અને કિંમતો વિશે અંદાજો આપે છે . આની સાથે જ સ્પેસિફિકેશન્સ , સુવિધાઓ અને કલર વિશેના લીક્સ પણ ઓનલાઇન જાહેર થયા છે . આ ઉપરાંત Galaxy A57 5G ના કેમેરા વિશે પણ લીક્સ જાહેર થયા છે .
Samsung Galaxy A57 5G અને Samsung galaxy A37 5G ની કિંમતો :
નવી લીક થયેલી માહિતી મુજબ , Samsung Galaxy A57 5G ની થાઈલેન્ડમાં કિંમત લગભગ THB 17,999( આશરે 51,000 રૂપિયા ) હોઈ શકે છે , જેમાં 12GB RAM અને 256GB સ્ટોરેજ મળશે . આની સાથે જ કંપની લોન્ચ ઓફર તરીકે 256GB વેરિઅન્ટ લેનાર યુઝર્સને 512GB સ્ટોરેજમાં મફત અપગ્રેડ પણ આપી શકે છે .
બીજી બાજુ Samsung galaxy A37 5G ની કિંમત લગભગ THB 13,999(આશરે 40,000 રૂપિયા ) હોઈ શકે છે , જેમાં 8GB RAM અને 256GB સ્ટોરેજ મળશે . આની સાથે જ ગ્રાહકોને બેંક ડિસ્કાઉન્ટ અને EMI વિકલ્પો પણ મળી શકે છે .
Galaxy A37 & Galaxy A57 Pricing & Official Poster Leak 🔥
— Mohammed Khatri (@Mohammed_K_2010) March 16, 2026
Many Thailand Samsung stores already seem to have the model ready for display ✅️
Samsung should officially announce this soon, perhaps by the end of this week of by next week starting‼️#GalaxyA57 #Samsung pic.twitter.com/mfJVt2E4TH
Samsung Galaxy A57 5G માં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ જોવા મળી શકે છે . તેમાં 50MP નો પ્રાઈમરી કેમેરા (f /1.8) , 12MP નો અલ્ટ્રાવાઇડ કેમેરા (f /2.2) અને 5MP નો માઈક્રો કેમેરા (f /2.4) મળશે . આ ફોન 4K વિડીયો રેકોર્ડિંગનો સપોર્ટ કરે છે .
ડિઝાઇનમાં આ ફોન પાતળો (લગભગ 6.9mm ) અને વજનમાં (લગભગ 179 ગ્રામ ) હલકો હોઈ શકે છે . આ ફોનમાં તમને હોલ-પંચ ડિસ્પ્લે મળી શકે છે , જેમાં સેલ્ફી અને વિડીયો કોલ માટે ફ્રન્ટ કેમેરા હશે .
બધી વાતની એક વાત , બંને સ્માર્ટફોન મિડ-રેન્જમાં સારા ફીચર્સ અને આકર્ષક કિંમત સાથે આવે છે , જે યુઝર્સ માટે સારો વિકલ્પ સાબિત થશે .
જાહેરાત
જાહેરાત