Vivo V70 FE એપ્રિલમાં ભારતમાં એન્ટ્રી કરી શકે છે , રૂપિયા 35,000થી ઓછી કિંમતની શક્યતા

Vivo V70 FEએ કંપનીના V70 લાઇનઅપમાં ત્રીજા મોડેલ તરીકે લોન્ચ થશે . જેમાં અત્યારે Vivo V70 અને Vivo V70 Elite છે

Vivo V70 FE એપ્રિલમાં ભારતમાં એન્ટ્રી કરી શકે છે , રૂપિયા 35,000થી ઓછી કિંમતની શક્યતા

Photo Credit: Vivo

Vivo V70 FEમાં 32 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા છે .

હાઇલાઇટ્સ
  • LPDDR 5 RAM અને USF 3.1 સ્ટોરેજ
  • ફોનમાં 6.83 ઈંચનું 1.5K AMOLED ડિસ્પ્લે
  • લોન્ચ પછી તે વેચાણ માટે Amazon પર ઉપલબ્ધ
જાહેરાત

આ મહિનાની શરૂઆતમાં Vivo કંપની દ્રારા ઇન્ડોનેશિયામાં સ્ટાન્ડર્ડ Vivo V70 સાથે Vivo V70 FE લોન્ચ કરવામાં આવ્યો હતો .  હવે આ કંપની ભારતમાં ' ફેન એડિશન ' મોડેલ લાવવાની તૈયારીમાં છે .પહેલા આ મોડેલને વર્ષના શરૂઆતમાં રજૂ કરવાની અટકળો હતી પરંતુ હવે ટૂંક સમયમાં આ ફોન ભારતમાં લોન્ચ થશે . એક બ્લોગરે કહ્યું છે કે કંપની Vivo V70 FEને ભારતમાં આવતા મહિને લોન્ચ કરશે .એની સાથે જ તેની કિંમત , ફીચર્સ અને ફોનની ઉપલબ્ધતા વિશેની વિગતો પણ ઓનલાઇન  આવી ગઈ છે .

ભારતમાં કિંમત અને ટાઈમલાઈન :
ટિપસ્ટર પારસ ગૂગલનીએ એક લીક્સ શેર કરી છે , જેના મુજબ Vivo V70 FEની કિંમત ભારતમાં રૂપિયા 35,000થી ઓછી કિંમતે લોન્ચ થઇ શકે છે .આથી તે ઇન્ડોનેશિયાના  માર્કેટ કરતા થોડું સસ્તું મળી જાય છે .

ઇન્ડોનેશિયામાં આ ફોન 8GB +256GB વેરિઅન્ટ માટે IDR 64,99,000 (લગભગ 35,000 રૂપિયા ) કિંમતથી શરૂ થાય છે . જયારે તેના બીજા મોડેલની કિંમત  2GB +256GB માટે IDR 71,99,000( લગભગ 39,000 રૂપિયા )અને  8GB +512GB માટે  IDR 73,99,000 ( લગભગ 40,000 રૂપિયા ) રાખવામાં આવી છે . આ ફોન બ્લુ , લાઈટ પર્પલ અને સિલ્વર કલરના વિકલ્પોમાં મળી રહેશે .

એપ્રિલની શરૂઆતમાં આ ફોન ભારતમાં લોન્ચ થઇ શકે અને લોન્ચ પછી તે વેચાણ માટે Amazon પર ઉપલબ્ધ રહેશે .

સ્પેસિફિકેશન્સ અને ફીચર્સ :
Vivo V70 FE નું ભારતમાં મોડેલ ઇન્ડોનેશિયા જેવું જ રહેશે . આ ફોનમાં 6.83 ઈંચનું 1.5K AMOLED ડિસ્પ્લે મળશે , જે 120Hz રિફ્રેશ રેટ અને 1,900 nits સુધીની પીક બ્રાઇટનેસ સપોર્ટ કરે છે .

પરફોર્મન્સની વાત કરીએ તો આ સ્માર્ટફોન Media Tek Dimensity 7360 ટર્બો પ્રોસેસર સાથે આવે છે , જેમાં LPDDR 5 RAM અને USF 3.1 સ્ટોરેજ મળશે એની સાથે 7,000mAh બેટરી તો ખરી જ .

આ ફોનનો કેમેરા 200MP છે .  એની સાથે જ 8MPનો અલ્ટ્રાવાઇડ લેન્સ મળશે . સેલ્ફી અને વિડીયો કોલ માટે આ ફોનમાં 32MP ફ્રન્ટ કેમેરા પણ આપેલ છે . IP68 અને IP69 રેટિંગ આ ફોનને ધૂળ અને પાણીના છાંટા સામે રક્ષણ આપે છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Poco X8 Pro Max , X8 Pro 5G આવ્યા ભારતમાં :શક્તિશાળી બેટરી, 100W ફાસ્ટ ચાર્જિંગ
  2. Vivo V70 FE એપ્રિલમાં ભારતમાં એન્ટ્રી કરી શકે છે , રૂપિયા 35,000થી ઓછી કિંમતની શક્યતા
  3. Garmin સ્માર્ટવોચ માટે WhatsApp સપોર્ટ લાવે છે , હવે વોચ પરથી મેસેજ રિપ્લાય શક્ય
  4. Samsung Galaxy A57 5G માં 50MP કેમેરા સાથે નવા A સિરીઝ ફોન ટૂંક સમયમાં લોન્ચ થઇ શકે .
  5. International ટ્રાવેલ દરમિયાન Jio યુઝર્સને Wi-Fi કોલિંગ પર ફ્રી SMS મળવાની શક્યતા
  6. Snapdragon 8 Elite Gen 5 અને 165Hz ડિસ્પ્લે સાથે OnePlus 15T ટૂંક સમયમાં એન્ટ્રી કરશે
  7. Apple AirPods Max 2 આવ્યા : Adaptive Audio , 20 કલાક બેટરી અને લોસલેસ ઓડિયો સપોર્ટ
  8. Vivo T5x 5G ની એન્ટ્રી ભારતમાં , રૂપિયા 18,999થી શરૂ
  9. Samsung Galaxy M17e 5G ભારતમાં એન્ટ્રી , કિંમત રૂપિયા 13,999 થી શરૂ
  10. OnePlus 15 અને OnePlus 13s ને નવું અપડેટ મળ્યું , માર્ચ 2026 સિક્યુરિટી પેચ ઉમેરાયો
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »