Marshall Bromley 450 સ્પીકર માટે બ્લૂટૂથ 5.3 અને ઓરાકાસ્ટની જરૂરત હોય છે અને તે ખુલ્લી જગ્યામાં 70 મીટરથી વધુની વાયરલેસ રેન્જ આપે છે .
Photo Credit: Marshall
આ સ્પીકર તમને બ્લેક અને બ્રાસ ફિનિશ કલરમાં મળી રહેશે
Marshall Amplification એ ભારતમાં પોતાના પાર્ટી સ્પીકર લાઇનઅપને વધારતા એક નવો સ્પીકર લાવ્યા છે જે Bromley 450 નામે ઓળખાય છે . આ સ્પીકર પોર્ટેબલ છે જેથી ઇન્ડોર અને આઉટડોર બંનેમાં ઉપયોગી બને છે અને કંપનીના બીજા મોડેલ Bromley 750 કરતા થોડું નીચેનું મોડેલ છે . આ મોડેલમાં 360° સાઉન્ડ આઉટપુટ , બિલ્ટ- ઈન લાઇટિંગ ઇફેકટ્સ અને માઈક્રોફોન તથા કોઈ પણ ઈન્ટ્રુમેન્ટ કનેક્શન માટે સપોર્ટ આપવામાં આવ્યો છે . જેથી તે કોઈ પણ પાર્ટી કે અવસર માટે યોગ્ય બને છે .
કિંમત અને ઉપલબ્ધતા :
ભારતમાં Marshall Amplification Bromley 450 ની કિંમત રૂપિયા 74,999 રાખવામાં આવી છે . આના માટે તમે કંપનીની સત્તાવાર વેબસાઈટ પર જોઈ શકો છો . આ સ્પીકર તમને બ્લેક અને બ્રાસ ફિનિશ કલરમાં મળી રહેશે . હજુ સુધી તેની ખરીદી શક્ય નથી પરંતુ ટૂંક જ સમયમાં તે કંપની તરફથી વેચાણ માટે ઉપલબ્ધ થશે .
ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ :
Bromley 450 માં 360° સ્ટીરિયો સાઉન્ડ માટે એક શક્તિશાળી ઓડિયો સેટઅપ આપવામાં આવ્યો છે . આ સ્પીકરમાં તમને બે 6.5 ઇંચના 40W વુફર્સ , ચાર 2 ઇંચના 6W ફુલ રેન્જ ડ્રાઈવર્સ અને બે પેસિવ રેડિએટ્સ શામેલ છે . આ સિસ્ટમ વુફર્સ માટે 90W ક્લાસ D એમ્પ્લીફાયર્સ ડ્રાઈવર્સ માટે 55W એમ્પ્લીફાયર્સ દ્રારા ચાલે છે . આ સ્પીકર તમને 40Hz થી 20,000Hz સુધીની ફ્રીક્વન્સી રેન્જ અને 100dB સુધીના સાઉન્ડ લેવલ આપે છે .
![]()
આ સ્પીકરને IP55 રેટિંગ સાથે ધૂળ અને પાણીના છાંટા સામે રક્ષણ મળેલ છે
Photo Credit: Marshall
આ સ્પીકર સાથે કનેક્ટિવિટી માટે તેમાં Bluetooth 5.3 સાથે Auracast સપોર્ટ આપવામાં આવે છે . અને તેને 70 મીટરથી વધુ વાયરલેસ રેન્જ મળે છે . SBC , AAC અને LC3 કોડેકસને સપોર્ટ કરશે . આ ઉપરાંત આમાં AUX, USB Type-C, RCA પોર્ટ અને XLR/6.35mm જેવા વિકલ્પો પણ મળી રહેશે . આ સ્પીકર blutooth મલ્ટીપોઇન્ટને પણ સપોર્ટ કરશે અને તેને Marshall blutooth એપથી કંટ્રોલ કરી શકાય છે .
આ સ્પીકરમાં રિચાર્જ અને રિપ્લેસ થઇ શકે તેવી LFP બેટરી આપવામાં આવી છે . જેને એક જ વખત ચાર્જ કરવાથી તે 40 કલાકથી વધુ પ્લેબેક આપે છે . ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 20 મિનિટના ચાર્જથી લગભગ 6 કલાક સુધી પ્લેબેક મળે છે . આ સ્પીકરને પૂરી રીતે ચાર્જ થવામાં આશરે 3.5 કલાકનો સમય લાગે છે .
આની ડિઝાઇનમાં Marshall એ પોતાનો લોગો સાથે મેટલ ગ્રિલ , ટેક્સ્ટાઇલ કંટ્રોલ્સ અને આની સાથે સ્ટેજ લાઇટિંગ પણ આપ્યો છે . આ સ્પીકરને IP55 રેટિંગ સાથે ધૂળ અને પાણીના છાંટા સામે રક્ષણ મળેલ છે . આની પોર્ટિબિલિટી માટે આમાં ઈન બિલ્ટ હેન્ડલ અને એન્કર પણ આપવામાં આવ્યો છે . આનું માપ 366x 261x 492mm છે જયારે તેનું વજન 12.32Kg છે . આની બનાવતી વખતે કંપનીએ રિસાયકલ્ડ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો .
જાહેરાત
જાહેરાત