Lenovo નું નવું Legion Y700 Gen 5 આવ્યું , 165Hz ડિસ્પ્લે અને ગેમિંગ ફીચર્સ સાથે

Lenovo Legion Y700 Gen 5 માં Central Cooling માટે 3.0 અને 17,353 મીમી કૂલ્ડ વેપર ચેમ્બર આપવામાં આવ્યો છે .

Lenovo નું નવું Legion Y700 Gen 5 આવ્યું , 165Hz ડિસ્પ્લે અને ગેમિંગ ફીચર્સ સાથે

Photo Credit: Lenovo

Lenovo Legion Y700 Gen 5 કાળા અને સફેદ કલરમાં ઉપલબ્ધ રહેશે .

હાઇલાઇટ્સ
  • Snapdragon 8 Elite Gen 5 પ્રોસેસર
  • 8.8 ઈંચનું 165 રિફ્રેશ રેટ ડિસ્પ્લે
  • 18.8 કલાક સુધી વિડીયો પ્લેબેક અને લગભગ 10.3 કલાક ગેમિંગ
જાહેરાત

Lenovo એ ચીનમાં પોતાનું નવું ટેબ્લેટ Legion Y700 Gen 5  લોન્ચ કર્યું છે . જે ખુબ જ સારા ડિઝાઇન સાથે આવે છે .આ ટેબ્લેટમાં 8.8 ઈંચનું 165 રિફ્રેશ એટ ધરાવતું ડિસ્પ્લે , Snapdragon 8 Elite Gen 5 ચિપસેટ અને 9000mAh બેટરી સાથે 68W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવ્યું છે . આની સાથે જ Advanced Cooling System , ગેમિંગ અને AI આધારિત ટુલ્સ તેને ખાસ બનાવે છે .આ ડિવાઇસમાં 24GB RAM અને 1TB સ્ટોરેજ સાથે આવે છે . આના ડયુઅલ  સ્પીકર્સ વધુ સારો અનુભવ આપે છે .

કિંમત :
ચીનમાં  Legion Y700 Gen 5 ની શરૂઆતની કિંમત 12GB+256GB  માટે CNY 3,999(લગભગ 54,100 રૂપિયા ) રાખવામાં આવે છે .જયારે 16GB +512GB મોડેલની કિંમત CNY 4,799 (લગભગ 64,900 રૂપિયા )અને આના ટોપ મોડેલ 24GB +1TB  માટે CNY 5,999(લગભગ 64,900 રૂપિયા ) રાખવામાં  આવી  છે . આ ટેબ્લેટ Carbon Crystal Black અને Ice Soul White કલર વિકલ્પોમાં ઉપલબ્ધ છે . હાલમાં આ ટેબ્લેટ ચાઈના ઈ -સ્ટોર પર વેચાણ માટે ઉપલબ્ધ છે .

ફીચર :

Lenovo Legion Y700 Gen 5 માં 3040x 1904 રિઝલ્યુશન સાથે 8.8 ઇંચ ડિસ્પ્લે છે , જે 165Hz રિફ્રેશ રેટ અને 408 ppi પિક્સેલ ડેન્સિટી આપે છે . આ પેનલ 800 nits સુધીની બ્રાઇટનેસ , DCI કલર ગેમટ , 12 બીટ કલર અને TUV Rheinland સર્ટિફિકેશન સાથે આવે છે . 

આ ટેબ્લેટ Snapdragon 8 Elite Gen 5 પ્રોસેસર પર ચાલે છે  જે Android 16 પર આધારિત UI સાથે આવે છે .આનું 2640Hz ટચ સેમ્પલિંગ અને 480Hz મલ્ટી ટચ સપોર્ટ ગેમિંગ અનુભવને વધુ સ્મૂથ બનાવે છે .

આ ટેબ્લેટમાં થર્મલ મેનેજમેન્ટ માટે Central Cooling Architecture 3.0 સાથે મોટી ચેમ્બર આપવામાં આવી છે . કેમેરા માટે આ ટેબ્લેટમાં 50MP રિયર કેમેરા અને 8MP ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યું છે . ઓડિયો માટે ડયુઅલ સ્પીકર્સ સાથે Dolby Atmos સપોર્ટ મળે છે .

આ ટેબ્લેટમાં 9000mAh બેટરી આપવામાં આવી છે  જે 68W ફાસ્ટ ચાર્જિંગને  સપોર્ટ કરે છે . કંપની મુજબ , તેમાં 18.8 કલાક સુધી વિડીયો પ્લેબેક અને લગભગ  10.3 કલાક ગેમિંગ શક્ય છે . કનેક્ટિવિટી માટે Wi -Fi  , Bluetooth અને ડયુઅલ USB Type -C પોર્ટ આપવામાં આવ્યા છે .
 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Vivo V80 Lite 5G માં મળી શકે 6.83 ઇંચ AMOLED ડિસ્પ્લે અને 7,050mAh બેટરી
  2. IndiGoની ખાસ ઓફર , પસંદ થયેલા મુસાફરોને મળશે રૂપિયા 10,000 સુધીનું રિફંડ
  3. OnePlus 15 ખરીદવાનો સારો મોકો , Amazon સેલમાં મળશે આકર્ષક ડિસ્કાઉન્ટ
  4. Redmi K100 Proના ફીચર્સ જાહેર , Snapdragon 8 Elite Gen 5 ને 100W ફાસ્ટ ચાર્જિંગ સાથે આવશે
  5. 10,000mAh બેટરી અને 50MP કેમેરા સાથે Oppo F35 Pro ની એન્ટ્રીની તૈયારી
  6. LGની નવી AI TV લાઇનઅપ ભારતમાં લોન્ચ , Google Gemini અને 330Hz રિફ્રેશ રેટ જેવી સુવિધાઓ સાથે
  7. UPIના નિયમોમાં થઈ શકે છે મોટો ફેરફાર , જાણો ગ્રાહકો અને વેપારીઓ પર શું પડશે અસર
  8. 8,000mAh Silicon Carbon બેટરી સાથે લોન્ચ Poco M8 Power
  9. Moto G Max India Launch : Snapdragon ચિપસેટ અને 50MP કેમેરા સાથે આવી શકે છે નવો સ્માર્ટફોન
  10. ચાવી કે બેગ ખોવાઈ જાય તો નહીં રહે ચિંતા! JioTag 2માં મળ્યા શાનદાર ફીચર્સ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »