Instagram રીલ્સ માટે નવા નિયંત્રણો : Tap-to-Pause સાથે વધુ સરળ

આ સુવિધાનો મુખ્ય ઉદેશ્ય છે કે યુઝર્સ વીડિયોના કોઈ પણ ક્ષણોને ચુકી ન જાય

Instagram  રીલ્સ માટે નવા નિયંત્રણો : Tap-to-Pause સાથે વધુ સરળ

Photo Credit: Instagram

યુઝર્સ જયારે રીલને રોકશે ત્યારે તેમને મ્યુટનું વિકલ્પ દેખાશે .

હાઇલાઇટ્સ
  • રીલને રોકવામાં આવશે ત્યારે સ્ક્રીન પર મ્યુટ કરવાનો વિકલ્પ પણ દેખાશે
  • નવા અપડેટ સાથે યુઝર્સને રિલને સ્ટોપ કરવા માટે એકવાર ટેપ કરી શકે
  • આ ફીચરનો મુખ્ય કામ યુઝર્સને વધુ સારો નિયંત્રણ આપવાનો
જાહેરાત

બુધવારે Instagram  એ એક નવી સુવિધાની જાહેરાત બાહર પાડી છે , જેનાથી યુઝર્સ હવે માત્ર એક જ ટેપથી રીલ્સને સરળતાથી સ્ટોપ કરી શકશે .આ નવી સુવિધા પહેલાના " પ્રેસ -એન્ડ -હોલ્ડ " જેસ્ચરને બદલે આવી છે ,  જેમાં વિડીયોને રોકવા માટે સ્ક્રીન દબાવીને રાખવી પડતી હતી  . કંપનીએ આ ફેરફાર , ઇન્સ્ટાને સરળતાથી ઉપયોગમાં લાવવા માટે કર્યું છે . આ નવા ફીચરથી  Instagram ની સુવિધાઓ You Tube Shorts જેવા અન્ય પ્લેટફોર્મ જેવું સરળ બનશે . આ નવા ફીચરનું પરીક્ષણ કેટલાક યુઝર્સ પર કરવામાં આવ્યું હતું . હવે ધીમે ધીમે તે વધુ લોકો માટે પ્રસાર કરવામાં આવી રહી છે .

આ નવા અપડેટ સાથે યુઝર્સને રિલને સ્ટોપ કરવા માટે એકવાર ટેપ કરી શકે છે અને ફરીથી પ્લે કરવા માટે ફરી ટેપ કરી શકે છે . આના પહેલા રોકવા માટે સ્ક્રીન  દબાવી રાખવી પડતી હતી , જે  ખાસ કરીને ત્યારે મુશ્કેલ બનતી હતી જયારે કોઈ કેપ્શન વાંચવા કે વીડિયોને ધ્યાનથી જોવું હોય .

કંપનીના ક્રિએટર્સ ચેનલ પર શેર કરાયેલા અપડેટ મુજબ , આ ફીચરનો મુખ્ય કામ યુઝર્સને વધુ સારો નિયંત્રણ આપવાનો , બીજા સાથે વધુ સારી રીતે કનેક્ટ થવામાં મદદ કરવાનો અને કન્ટેન્ટને આરામથી જોઈ તેનો આનંદ લેવા માટે સમય આપવાનો છે .
 

કંપનીએ જણાવ્યું કે જયારે રીલને રોકવામાં આવશે ત્યારે સ્ક્રીન પર મ્યુટ કરવાનો વિકલ્પ પણ દેખાશે , જેથી યુઝર્સ પણ આવાજને કંટ્રોલ કરી શકે છે . આ સુવિધા  એ પણ નક્કી કરે છે કે કોઈ પણ અત્યંત જરૂરી ક્ષણ ચુકી ન જાય . Adam  Mosseriએ આ નવા અપડેટની માહિતી પોતાના પ્લેટફોર્મ પર પોસ્ટ કરી છે .

હાલમાં આ નવા ફીચર Android અને iOS બંને પર ફેલાઈ રહ્યું છે . પણ આની ઉપલબ્ધતા જગ્યા અને યુઝર્સના એકાઉન્ટ અનુસાર બદલી શકે છે . આ ફીચરને સત્તાવાર લોન્ચ  પહેલા કેટલાક લોકો સાથે ટેસ્ટ કરવામાં આવી હતી અને કેટલાક લોકો પાસે આનો પહેલાથી જ ઍક્સેસ મળી ગયો હતો .

તાજેતરમાં Instagram એ રીલ્સ માટે AI આધારિત વોઇસ ઇફેકટ્સ પણ રજૂ કરવામાં આવ્યા છે . આમાં વિડીયો બનાવતા લોકો પોતાની વિડીયોમાં ઓડિયો  બદલી શકે છે  અને તેમાં માટે યુઝર્સને અનેક વિકલ્પો મળી રહેશે .  યુઝર્સ "ચીપમંક" , " ડેમન ", "એલિયન ", "રોબોટ ", "અંડરવોટર" , "સ્ટેડિયમ " , " વોબલ " અને "ફિશબોલ " જેવા ઇફેક્ટ્સની પસંદગી કરી શકે છે .

આ ઉપરાંત એક નવા અહેવાલ મુજબ કંપની " Create My Likeness " નામની નવી ફીચર પર કામ કરી રહી છે . આ સુવિધા દ્રારા યુઝર્સ ટેક્સ્ટ પ્રોમ્પ્ટ લખીને  AIની મદદથી ફોટા અને વિડીયો બનાવી શકશે અને સાથે સાથે અન્ય લોકોની  લાઇક્સને   આધારે આગળના વિડીયો આવી શકશે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Realme P4 Lite 5G આવ્યું 144Hz ડિસ્પ્લે અને મોટી બેટરી સાથે
  2. Lenovo નું નવું Legion Y700 Gen 5 આવ્યું , 165Hz ડિસ્પ્લે અને ગેમિંગ ફીચર્સ સાથે
  3. Instagram રીલ્સ માટે નવા નિયંત્રણો : Tap-to-Pause સાથે વધુ સરળ
  4. Marshall Amplification Bromley 450 આવ્યો પ્રીમિયમ ડિઝાઇન સાથે ભારતમાં
  5. Itel નું AI વોઇસ રેકોર્ડર Zeno AI Weaver આવ્યું ભારતમાં , સ્માર્ટ નોટ્સ અને સમરી ફીચર સાથે
  6. Huawei MatePad SE 11 ભારતમાં એન્ટ્રી માટે તૈયાર
  7. Poco X8 Pro Max , X8 Pro 5G આવ્યા ભારતમાં :શક્તિશાળી બેટરી, 100W ફાસ્ટ ચાર્જિંગ
  8. Vivo V70 FE એપ્રિલમાં ભારતમાં એન્ટ્રી કરી શકે છે , રૂપિયા 35,000થી ઓછી કિંમતની શક્યતા
  9. Garmin સ્માર્ટવોચ માટે WhatsApp સપોર્ટ લાવે છે , હવે વોચ પરથી મેસેજ રિપ્લાય શક્ય
  10. Dre અને Nike નો પહેલો સહયોગ , Powerbeats Pro 2 Nikeએડિશન રૂપિયા 29,900માં
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »