Huawei MatePad SE 11 ભારતમાં એન્ટ્રી માટે તૈયાર

ભારતમાં Huawei MatePad SE 11 નું વેચાણ Flipkart દ્રારા થશે

Huawei MatePad SE 11 ભારતમાં એન્ટ્રી માટે તૈયાર

Photo Credit: Huawei

Huawei MatePad SE 11એ 22.5W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે .

હાઇલાઇટ્સ
  • ટેબ્લેટની શરૂઆતની કિંમત લગભગ રૂપિયા 13,749 હશે
  • TUV Rheinlandનું Low Blue Light અને Flicker Free સર્ટિફિકેશન
  • 1080p વિડીયો રેકોર્ડિંગ
જાહેરાત

ચીનની ટેક કંપની Huawei એ જાહેર કર્યો છે કે તે પોતાનો નવો ટેબ્લેટ Huawei MatePad SE 11 ટૂંક જ સમયમાં ભારતમાં લોન્ચ થશે . હાલમાં  કંપનીએ  Huawei MatePad 11.5 ને પણ ભારતમાં લાવવા જઈ રહી છે . આનાથી આ નવું ડિવાઇસ કંપનીનો  ભારતમાં બીજો ટેબ્લેટ બનશે . આ નવા Huawei MatePad SE 11 અંગેની ડિઝાઇન , સ્પેસિફિકેશન અને સુવિધાઓની માહિતી પણ સામે આવી છે . આ ટેબ્લેટ ઈ- કોમર્સ પ્લેટફોર્મ Flipkart પર વેચાણ માટે ઉપલબ્ધ  થશે . આ ડિવાઇસ પહેલેથી જ જૂન 2024માં વૈશ્વિક બજારમાં લોન્ચ થઇ ચૂક્યું છે .

ભારતમાં Huawei MatePad SE 11 માટે માઈક્રોસાઇટ લાઈવ થઇ છે . જેમાં તેની લોન્ચ નજીક હોવાનું કન્ફ્રર્મ કરવામાં આવ્યું છે . આ ટેબ્લેટની શરૂઆતની કિંમત  લગભગ રૂપિયા 13,749 હશે . જેમાં બેંક ઓફર્સ , કેશબેક અને ડિસ્કાઉન્ટનો સમાવેશ થાય છે . આ માટે કંપનીએ છ મહિનાની EMI સુવિધા  પણ આપશે . આ ટેબ્લેટમાં કલર વિકલ્પ હશે પરંતુ ઓછામાં ઓછું બ્લુ કલરમાં તો ઉપલબ્ધ રહેશે જ .

સ્પેસિફિકેશન્સ :
વાત કરીએ સ્પેસિફિકેશન્સની તો Huawei MatePad SE 11 માં 7,700mAh બેટરી આવે છે . જેને 22.5W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળે છે . આમાં 11 ઈંચનું Eye  Comfort ડિસ્પ્લે આપવામાં આવ્યું છે , જેને TUV Rheinlandનું Low Blue Light અને Flicker Free સર્ટિફિકેશન પણ મળેલ છે .આ ટેબ્લેટ Huiwei M  Pen સપોર્ટ સાથે આવશે , આના સાથે આમાં Histen ટયુનિંગ સાથે ક્વાડ સ્પીકર સેટઅપ પણ મળશે , જેથી તમને સારો ઓડિયો અનુભવ મળે .

huawei matepad se 11 india launch flipkart inline Huawei MatePad SE 11

આ ટેબ્લેટમાં કલર વિકલ્પ હશે પરંતુ ઓછામાં ઓછું બ્લુ કલરમાં તો ઉપલબ્ધ રહેશે જ
Photo Credit: Screenshot/ Flipkart

કેમેરા :
આ ટેબ્લેટના કેમેરાની વાત કરીએ તો કેમેરાની વાતમાં , વૈશ્વિક રીતે રજુ થયેલ મોડલ મુજબ તેમાં પાછળની તરફ 8MP કેમેરા આપેલ છે , જે  1080p વિડીયો રેકોર્ડિંગને સપોર્ટ કરે છે ., જયારે સેલ્ફી અને વિડીયો કોલ માટે આગળના ભાગમાં 5MP નો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે .

આના સાથે જ કંપનીએ Huawei MatePad SE 11.5 માટેની માહિતી પણ બહાર પાડી છે . આ નવા ટેબ્લેટની શરૂઆતની કિંમત રૂપિયા 27,999  રાખવામાં  આવશે, જે લોન્ચ સમય જ ખાતરી થશે . આ ટેબ્લેટ Flipkart પર વેચાણ માટે ઉપલબ્ધ રખાશે  અને તે પિંક અને સિલ્વર કલરમાં મળી જશે . આ ટેબ્લેટ માં 11.5 ઇંચ 2.5K પેપરમેટ ડિસ્પ્લે , 10,100mAhની મોટી બેટરી મળે છે જે 40W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. WhatsApp Betaમાં મોટા ફેરફારોની ઝલક , View - Once Text અને Meta one Subscription પર કામ ચાલુ
  2. Google Pixel 10 5G સસ્તામાં ખરીદવાનો મોકો , Vijay Sales પર મળી રહી છે મોટી ઓફર
  3. FIFA વર્લ્ડ કપ 2026 ભારતમાં કેવી રીતે જોવો ? Zee , DD Sports અને Zee5 પર મળશે લાઈવ કવરેજ
  4. Apple iPhone 17 Pro ખરીદવાની તક : ડિસ્કાઉન્ટ , બેંક ઓફર્સ અને એક્સચેન્જ સાથે કિંમતમાં મોટો ઘટાડો
  5. ટેલિગ્રામને રાહત નહીં : પરીક્ષા પેપર લીક મામલે સરકારના નિર્ણયને કોર્ટનો સમર્થન
  6. EPFO સભ્યો માટે ઉપયોગી માહિતી :UMANG એપ દ્રારા સરળતાથી મેળવો તમારો UAN
  7. OnePlus Nord Buds 4ની મુખ્ય ફીચર્સ જાહેર, ફાસ્ટ ચાર્જિંગ સાથે મળશે પ્રીમિયમ ઓડિયો અનુભવ
  8. પાવર અને પરફોર્મન્સનો નવો બાદશાહ ! Redmi Turbo 5માં Dimensity 8500 Ultra અને 120Hz ડિસ્પ્લે
  9. CCTV ખરીદવાની જરૂર નહીં , જૂના ફોનથી જ રાખો ઘર પર નજર
  10. શાળા કે બોર્ડ ઓફિસ જવાની જરૂર નહીં ! UMANG અને DigiLockerથી મેળવો તમારી માર્કશીટ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »