BSNL ને પ્રાઇવેટાઇઝ નહીં કરવામાં આવે , સરકારનો સંસદમાં સ્પષ્ટ જવાબ

છેલ્લા કેટલાક વર્ષોથી મુશ્કેલીઓનો સામનો કરતી કંપનીના ગ્રાહકોની સંખ્યા વધીને 92.7 કરોડ થઇ છે . આના માટે કંપની સૌર ઉર્જાનો ઉપયોગ કરે છે .

BSNL ને પ્રાઇવેટાઇઝ નહીં કરવામાં આવે , સરકારનો સંસદમાં સ્પષ્ટ જવાબ

કંપનીએ પોતાની VoWi-Fi સેવા શરુ કરી છે .

હાઇલાઇટ્સ
  • પોતાની VoWi-Fi સેવા શરુ
  • કંપની સૌર ઉર્જાનો ઉપયોગ કરે
  • ગ્રાહકોની સંખ્યા વધીને 92.7 કરોડ થઇ
જાહેરાત

સરકારી ટેલિકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)ને પ્રાઇવેટાઇઝ નહીં  કરવામાં આવશે .કેન્દ્ર સરકારે આ વાતની જાણકારી સંસદમાં આપી હતી .તાજેતરમાં BSNL એ પોતાનો 4G નેટવર્ક લોન્ચ કર્યું હતું . આના માટે કંપનીએ સ્વદેશી ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે અને આગળ હવે કંપની 5G નેટવર્ક પણ શરૂ કરવાની તૈયારીમાં છે . આપણા ટેલિકોમ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ લોકસભામાં જણાવ્યું છે કે BSNL ને  પ્રાઇવેટાઇઝ કરવાની કોઈ પણ યોજના નથી . એમનું કહેવું છે કે "BSNL એ આપણા  દેશના લોકો સાથે  જોડાયેલો છે અને તે દેશના લોકો માટે જ છે " . આગળ તેમનું કહેવું છે કે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં  આ સરકારી ટેલિકોમ કંપનીને મજબૂત બનાવાની અને તેની ક્ષમતાઓને વધારવા માટે સરકારનો ધ્યાન રહે છે અને  સતત પ્રયાસ કરે છે .

BSNL ના 4G નેટવર્ક પર સિંધિયાનું કહેવું છે કે આના માટે કંપની પાસે બે વિકલ્પો છે . એક એ કે વિદેશી કંપનીઓથી ટેલિકોમના સંસાધનોની ખરીદી કરવી અને  બીજું  આના માટે દેશમાં આની ક્ષમતાઓને વિકસિત કરવી .

આગળ બતાવતા તેમને કહ્યું છે કે " આપણા માનનીય પ્રધાનમંત્રીએ એક મોટો નિર્ણય લીધો છે અને તેમને કહ્યું છે કે અમે કંપનીને આગળ વધારવા સતત પ્રયાસ  કરીએ છીએ . અમે આના માટે એકલા સાધનોનું ઉત્પાદન  પણ કરીશું . ભારતનો 4G એ હાલમાં આંતરરાષ્ટ્રીય સ્તરે પહુંચી ગયું છે ". સિંધિયાનું કહેવું છે કે  BSNLના ગ્રાહકોની સંખ્યા વધીને  92.7 કરોડ સુધી પહોંચી ગઈ છે .  કંપની 5G નેટવર્કને શરૂ કરવાની યોજના બનાવે છે પણ આના પહેલા BSNL ના 4G નેટવર્કને વધુ મજબૂત બનાવવું પડશે .  

આપણા દેશના ઘણા વિસ્તારોમાં BSNLનું 4G નેટવર્ક લોન્ચ કર્યા છે . કંપનીનું આ 4G નેટવર્ક ક્લાઉડના આધારે હોય તે માટેનું ડિઝાઇન કરાયો છે . આ 4G નેટવર્કને 5G નેટવર્કમાં અપગ્રેડ કરી શકાશે . પાછું BSNL એ પોતાના 5G નેટવર્ક માટેના પરીક્ષણો પણ  કર્યા છે . આથી કહેવામાં આવે છે કે કંપનીની 5Gની સેવાઓને   Q-5G પણ કહેવામાં આવી શકે છે . આમાં Q એટલે ક્વોન્ટમ છે . 

હાલમાં આપણા દેશમાં રિલાયન્સ જિયો અને ભારતી એરટેલ જેવી કંપનીઓ પાસે પહેલાથી જ 5G નેટવર્ક ઉપલબ્ધ છે .

BSNLના નવા ટેલિકોમ ટાવર સર્વિસ માટે સૌર ઉર્જાનો ઉપયોગ કરે છે . તાજેતરમાં સિંધિયા એ કંપનીથી કહ્યું હતું કે તે કંપની પોતાના કસ્ટમર વધારવાની  સાથે મોબાઈલ સર્વિસથી થતી ઇન્કમને 50 ટકા વધારવાનું કહ્યું છે . થોડા સમય પહેલા જ કંપનીએ પોતાનો વોઇસ ઓવર Wi -Fi એટલે કે VoWi-Fi સર્વિસને લોન્ચ કરવામાં આવી હતી . આ સર્વિસથી યુઝર્સ Wi -Fi પર   વોઇસ કોલ્સની સાથે મેસેજ પણ મોકલી શકે છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »