રોબોટ રેસ્ટોરન્ટની અંદર વાસણો અને પ્લેટો પણ તોડતો હતો
Photo Credit: X/@Tansu Yegen
રોબોટ રેસ્ટોરન્ટની અંદર બેકાબુ બન્યો .
રોબોટ્સનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે . ઘરના ઉપયોગ માટે હોય કે ફેક્ટરીના કામ માટે , નાની -મોટી કંપનીઓ તેમને ઝડપથી અપનાવી રહી છે . આજકાલ , માણસોને બદલવા માટે અને પોતાના કામ સરળ બનાવવા માટે રોબોટ્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે , પરંતુ તે સરળ નથી , કારણકે રોબોટ્સ ક્યારેક સમસ્યાઓ પણ ઊભી કરી શકે છે .તાજેતરમાં એક એવી જ ઘટના સામે આવી છે , જેમાં એક હ્યુમનોઇડ રોબોટ રેસ્ટોરન્ટમાં અચાનક બેકાબુ થઇ ગયું હતું . San Jose નજીક આવેલા Haildilao Hot Pot રેસ્ટોરન્ટમાં આ ઘટના બની હતી .
રોબોટ રેસ્ટોરન્ટની અંદર વાસણો અને પ્લેટો પણ તોડતો :
વાયરલ થયેલા વીડિયોમાં રોબોટ રેસ્ટોરન્ટની અંદર આમતેમ રીતે દોડતો જોવા મળે છે . તે પ્લેટો તોડે છે , વાસણોને ફેંકે છે અને હવામાં ચોપસ્ટિક ઉછાળે છે . આ સમયે રોબોટે નારંગી કલરનું એપ્રોન પહેરેલું હતું , જેમાં "I am good " લખેલું હતું , અને તેના ચહેરા પર LED છે જેમાં તે હસતું દેખાય છે . શરૂઆતમાં આ દ્રશ્ય મજેદાર લાગતું હતું પરંતુ થોડા સમયમાં રોબોટ વધુ ઉગ્ર બની ગયો અને એક ટેબલને પણ નુકસાન પહોંચાડયુ .
આ ઘટના રેસ્ટોરેન્ટમાં ચાલી રહેલા એક પ્રોમોશનલ ડાન્સ દરમિયાન બની હતી . અચાનક રોબોટ કંટ્રોલ બહાર ગયો , જેને કારણે સ્ટાફ તરત જ સાવચેત થયા અને આ ઘટનામાં કોઈને ઇજા પહોંચી ન હતી .
રોબોટ રેસ્ટોરન્ટની અંદર બેકાબુ :
રેસ્ટોરેન્ટના સ્ટાફે મળીને રોબોટને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો . એક કર્મચારી મોબાઈલ દ્રારા રોબોટને કંટ્રોલ કરવાની કોશિશ કરતી જોવા મળી હતી , રોબોટના હાથ ઝડપથી હલાવતો હતો જેથી તેને રોકવામાં મુશ્કેલ થઇ હતી . આખરે ત્રણ કર્મચારીઓની મદદથી રોબોટને કાબુમાં લેવામાં આવ્યો અને તેને સુરક્ષિત રીતે બીજી જગ્યાએ ખસેડાયો .
આ ઘટના બતાવે છે કે રોબોટ્સ ભલે આપણું કામ સરળ બનાવે છે , પરંતુ ટેક્નોલોજી પર સંપૂર્ણ નિર્ભરતા રાખવી એ જોખમી બને છે .
જાહેરાત
જાહેરાત
Amazon Said to Be Working on New Smartphone Equipped With Alexa Assistant and AI Features