ફિલ્મ ટોસ્ટર હાસ્ય, ડ્રામા અને રહસ્યનું મિશ્રણ છે , જેમાં એક ટોસ્ટર આપ્યા પછી પાછું મેળવવાં માટેની ઘટનાઓ દર્શવવામાં આવે છે .
Photo Credit: Netflix
ટોસ્ટર પહેલા 19 ઓગસ્ટ, 2025 ના રોજ રિલીઝ થવાની હતી , પરંતુ હવે તે આવતા મહિને નેટફ્લિક્સ પર સ્ટીમિંગ માટે ઉપલબ્ધ
ટોસ્ટર એક આવનારી કોમેડી ફિલ્મ છે જે ટૂંક સમયમાં OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે . હાસ્ય અને મનોરંજનથી ભરપૂર આ ફિલ્મ એક એવા વ્યક્તિની કહાની રજૂ કરે છે જે બહુ કે કંજૂસ છે અને પોતાના ખર્ચને લઈને સતત ચિંતામાં રહે છે . આમાં એક લગ્ન અવસર દરમિયાન તે નવા કપલને ટોસ્ટર ભેટ સ્વરૂપે આપે છે . પણ જયારે તેને ટોસ્ટરની કિંમત ખબર પડે છે તો તે પરેશાન થઇ જાય છે , તેને પાછું લેવા માટે ફાંફા મારે છે . આ દરમિયાન નવા યુગલ ના જીવનમાં થોડી નાની-મોટી ઘટનાઓ થાય છે જે કહાનીને વધુ રસપ્રદ બનાવે છે અંતમાં એક હત્યા સુધી પણ પહુંચી જાય છે .
ક્યારે અને ક્યાં જોવું :
ફિલ્મ ટોસ્ટર પહેલા 19 ઓગસ્ટ, 2025 ના રોજ રિલીઝ થવાની હતી , પરંતુ હવે તે આવતા મહિને નેટફ્લિક્સ પર સ્ટીમિંગ માટે ઉપલબ્ધ થશે .
ટ્રેલર અને પ્લોટ :
આ ફિલ્મમાં રાજકુમાર રાવ અને સાન્યા મલ્હોત્રા એક કપલ તરીકે જોવા મળે છે , જે લગ્નમાં જઈને નવા યુગલને 5000 રૂપિયાનું ટોસ્ટર ભેટ સ્વરૂપે છે . રાજકુમાર રાવનો પાત્ર ખુબ જ કંજૂસ છે અને જયારે તે કપલના સંબંધોમાં સમસ્યા સર્જાય છે જયારે આ કેરેક્ટર તે ટોસ્ટર પર ખર્ચ કરેલ પૈસાની ચિંતા કરે છે અને તેને પાછું મેળવવાનો પ્રયાસ કરે છે . આ બધાની વચ્ચે વાર્તા વધુ મુશ્કેલ બનતી જાય છે અને અંતે એક હત્યા થાય છે , જે ફિલ્મને થ્રિલર ટચ પણ આપે છે .
કલાકારો :
આ ફિલ્મમાં રાજકુમાર રાવ અને સાન્યા મલ્હોત્રા મુખ્ય ભૂમિકામાં છે . આ ઉપરાંત અર્ચના પૂરણ સિંહ , ઉપેન્દ્ર લિમયે , ફરાહ ખાન , અભિષેક બેનર્જી , જીતેન્દ્ર જોશી અને વિનોદ રાવત પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવે છે . ફિલ્મનું નિર્માણ રાજકુમાર રાવ અને પત્રલેખા દ્રારા તેમના પ્રોડક્શન બેનર KAMPA ફિલ્મ્સ હેઠળ કરવામાં આવ્યું છે , જયારે વિવેક દાસ ચૌધરીએ દિગ્દર્શન કર્યું છે .
આ હળવી કોમેડી અને મિસ્ટ્રીના મિશ્રણ જોવા મળે છે . ટોસ્ટર દર્શકોમાં રસ જગાવી રહી છે અને લોકો તેના OTT રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે .
જાહેરાત
જાહેરાત