Meta AI Support Assistant એ કંપનીના કામ સરળતાથી થઇ શકે તે માટે સપોર્ટ કરે છે
Photo Credit: Meta Platforms
Meta AI Support Assistant બધી પ્રકારની માહિતી આપે જે , જેનાથી યુઝર્સને તેમના ઉકેલ મેળવી શકે છે .
Meta Platforms એ ગુરુવારે તેના સૌથી લોકપ્રિય પ્લેટફોર્મ Facebook અને Instagram પર નવા Meta AI Support Assistant ને દુનિયાભરમાં લોન્ચ કરવાની જાહેરાત કરી છે . આ નવી સુવિધાથી કંપનીના સપોર્ટ સિસ્ટમ વધુ સ્માર્ટ અને કામમાં તેજી લાવશે . જેથી આ એક મહત્વપૂર્ણ સ્ટેપ માનવામાં આવ્યો છે . કંપની અનુસાર , આ AI સપોર્ટ આસિસ્ટન્ટ Android , iOS અને Desktop હેલ્પ સેન્ટરમાં હંમેશા ઉપલબ્ધ રહેશે . આથી યુઝર્સને 24x7 સહાયતા મળી રહેશે . કંપનીનું કહેવું છે કે આની ખાસ વાત એ છે કે આ ટૂલ પાંચ સેકેન્ડથી પણ ઓછા સમયમાં જવાબ આપી શકે છે આવું કંપની દાવો કરે છે . યુઝર્સને આ આસિસ્ટન્ટની મદદથી એકાઉન્ટના વિશેની તમામ સમસ્યાઓનું ઉકેલ મળી શકે છે .
AI આસિસ્ટન્ટની સુવિધાઓ:
આ નવું AI આસિસ્ટન્ટ માત્ર તમારા પ્રશ્નોના જવાબ આપતો નથી પરંતુ તે યુઝર્સના કેટલાક કામ પણ કરી તેમને મદદ કરે છે . દાખલા તરીકે , નકલી અથવા સ્કેમ એકાઉન્ટ્સની ફરિયાદ નોંધાવવી , કન્ટેન્ટને કેમ દૂર કરવામાં આવ્યું તે સમજાવવું , અપીલ કરવામાં મદદ કરવી , પ્રાઇવસી સેટિંગ્સ મેનેજ કરવી , પાસવર્ડ બદલવો અને તમારી પ્રોફાઈલ એડિટ પણ કરવી જેવી સુવિધાઓ તેમાં શામેલ છે . અત્યારના સમયમાં આમાંથી કેટલીક સુવિધાઓ Facebook પર ઉપલબ્ધ છે , પરંતુ આવનારા સમયમાં આ સેવાઓ Instagram પર પણ આવવાની શક્યતા છે .
આ ઉપરાંત , Meta Platforms તેની કન્ટેન્ટ મોડરેશન સિસ્ટમને વધુ સારો બનાવવા માટે Advance AI ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહી છે . આ નવી સિસ્ટમ થી સ્કેમ , ફ્રોડ , નકલી એકાઉન્ટ્સ અને ખરાબ કન્ટેન્ટને સારી રીતે ઓળખવામાં મદદ કરે છે . આનાથી તમે ખોટા નિર્ણય લેવાથી બચો છો .
કંપનીનો દાવો છે કે આ AI સિસ્ટમ્સ રોજના લગભગ 5,000 જેટલા સ્કેમને શોધી દૂર કરવામાં આવે છે . આના ઉપરાંત સેલિબ્રિટીના નકલના કેસોમાં 80 ટકા સુધીનો ઘટાડો થયો છે . હવે આગળ, આ ટેક્નોલોજી આખી દુનિયાના 98 ટકા ઈન્ટરનેટ યુઝર્સ દ્રારા બોલવામાં આવતી ભાષાઓમાં કામ કરી શકે છે . આ બધી ભાષાઓને સમજી તેને મુજબ કામ કરીને બતાવે છે .
જોકે આ વાતની પુષ્ટિ કરી છે કે આમાં આપણા દ્રારા દેખરેખની જરૂરત રહેશે . મુશ્કેલ અને ખાસ વાત કે કેસમાં આપણું જ નિર્ણય અંતિમ રહેશે .
જાહેરાત
જાહેરાત
Samsung Reportedly Plans to Introduce AirDrop Support on Galaxy S26 Series Later This Year