Xiaomi એ લોન્ચ કર્યો શક્તિશાળી Xiaomi Book Pro 14

21 માર્ચથી Xiaomi Book Pro 14 નું વેચાણ Xiaomi ઓનલાઇન સ્ટોર મારફતે થશે .

Xiaomi એ લોન્ચ કર્યો શક્તિશાળી Xiaomi Book Pro 14

Photo Credit: Xiaomi

Xiaomi Book Pro 14 માં 1080p વેબકેમ આપેલ છે .

હાઇલાઇટ્સ
  • 120Hz રિફ્રેશ રેટ , 500 nits બ્રાઇટનેસ
  • 21 માર્ચથી વેચાણ માટે ઉપલબ્ધ
  • 3.1K OLED ડિસ્પ્લે
જાહેરાત

ગુરુવારે Xiaomi કંપની એ તેના માર્ચ 2026 લોન્ચ ઇવેન્ટ દરમિયાન નવી Xiaomi Book Pro 14 રજૂ કરવામાં આવી હતી . આ નવા લેપટોપ સાથે કંપનીએ  તેના આવનારા SUV Xiaomi SU7 અને સ્માર્ટવોચ Xiaomi Watch S5 પણ લોન્ચ કર્યા હતા . હાલમાં Xiaomi Book Pro 14 ચીનમાં કંપનીના ઓનલાઇન સ્ટોર દ્રારા ખરીદી માટે ઉપલબ્ધ કરાયો છે . આ લપટોપ આકર્ષક ચાર રંગોના વિકલ્પમાં મળી રહેશે . સાથે જ આમાં સ્ટોરેજ વેરિઅન્ટ પણ ઓફર કરવામાં આવ્યું છે . ચીનમાં  આ લેપટોપ 21 માર્ચથી વેચાણ માટે ઉપલબ્ધ થશે .

કિંમત :
આ  Xiaomi Book Pro 14 લેપટોપ ની કિંમત માં બેઝ વેરિઅન્ટ Intel Core Ultra 5 325 પ્રોસેસર અને 24GB RAM સાથે સાથે CNY 8,499 (લગભગ 1,15,000 રૂપિયા )થી શરૂ થાય છે .બીજા વેરિઅન્ટ Intel Core Ultra 5 338H  પ્રોસેસર અને 32GB RAM સાથે CNY 9,699(લગભગ 1,31,000 રૂપિયા )માં ઉપલબ્ધ છે , જયારે આના ટોચનો મોડેલ Intel Core Ultra X7 358H  પ્રોસેસર અને 32GB RAM સાથે CNY 10, 499 (લગભગ 1,42,000 રૂપિયા) ની કિંમતે આવે છે . 
 

xiaomi book pro 14 1

સ્પેસિફિકેશન :
Xiaomi Book Pro 14  એ વિન્ડોઝ 11 પર ચાલે છે અને આમાં 14.6 ઈંચનું 3.1K  OLED ટચસ્ક્રીન ડિસ્પ્લે છે , જે 120Hz રિફ્રેશ રેટ , 500 nits બ્રાઇટનેસ આપવામાં  આવેલ છે . 100 ટકા DCI-P3 કલર ગેમટ આપે છે . આની ડિસ્પ્લે ડોલ્બી વિઝન અને TUV સર્ટિફિકેશન સાથે આવે છે , જે આંખોને સુરક્ષા આપે છે . આ લેપટોપમાં  Intel Core Ultra X7 358H  પ્રોસેસર આપવામાં આવ્યું છે . જે Intel Arc B390 GPU સાથે જોડાયેલ છે . આમાં 16 કોર CPU છે જે 4.8GHz સુધીની પીક ક્લોક સ્પીડ આપે છે .

આ Xiaomi Book Pro 14  લેપટોપને 72Wh બેટરી આપવામાં આવી છે , જે 100W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે . પાછું ઓડિયો માટે આમાં ડયુઅલ સ્પીકર અને ડયુઅલ માઈક્રોફોન સેટઅપ આપવામાં આવેલ છે .

Xiaomi Book Pro 14 માં કનેકિટવિટી માટે Wi-Fi  6E અને બ્લ્યુટૂથ 5.3 ને સપોર્ટ કરે છે . તેમાં thunderbolt 4, USB Type-A  , USB Type-C  , HDML 2.1 અને 3.5mm ઓડિયો આપવામાં આવે છે . આ લેપટોપનું વજન લગભગ 2 કિલોગ્રામ છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. 8,000mAh બેટરીવાળો Poco M8 Power 5G થયો સસ્તો , મળશે રૂપિયા 3000 સુધીનું ડિસ્કાઉન્ટ
  2. AI નહીં છીનવે લખો નોકરીઓ ! વિશ્વ બેંકના અહેવાલમાં ભારત માટે સારા સમાચાર
  3. Amazon Saleમાં ધમાકેદાર ડીલ્સ : રૂપિયા 20,000ના બજેટમાં iQOO, OnePlus, Realme અને Samsungના ફોન સસ્તા
  4. ખાસ નોંધ લો! Samsungનો ફ્લેગશિપ ફોન હવે Amazon Freedom Sale માં ઓછા ભાવે
  5. મોટી બચત કરો iPhoneની ખરીદી Flipkart Freedom Sale 2026માં
  6. Vivo S2 લોન્ચ પહેલા ફીચર્સ અને કિંમત લીક , 120Hz AMOLED ડિસ્પ્લે સાથે આવશે
  7. Xiaomiનો Redmi 17 5G રજૂ , Android 16 અને Unisoc T 8300 પ્રોસેસર મળશે
  8. Vivo V80 Lite 5G માં મળી શકે 6.83 ઇંચ AMOLED ડિસ્પ્લે અને 7,050mAh બેટરી
  9. IndiGoની ખાસ ઓફર , પસંદ થયેલા મુસાફરોને મળશે રૂપિયા 10,000 સુધીનું રિફંડ
  10. OnePlus 15 ખરીદવાનો સારો મોકો , Amazon સેલમાં મળશે આકર્ષક ડિસ્કાઉન્ટ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »