ચીનમાં આ Xiaomi Watch S5 સ્માર્ટવોચ કંપનીની વેબસાઈટ પરથી ખરીદી શકાય છે .
Photo Credit: Xiaomi
Xiaomi Watch S5 રાઉન્ડ શેપમાં છે
Xiaomi કંપની એ ચીનમાં તેની નવી સ્માર્ટવોચ Xiaomi Watch S5 લોન્ચ . આ વોચ કંપનીના સ્માર્ટવોચ લાઇનઅપ નવી છે અને અત્યારે તે ચીનમાં Xiaomi ના ઓનલાઇન સ્ટોર પર વેચાણ માટે ઉપલબ્ધ કરાયું છે . આ વોચ અનેક કલર વિકલ્પોમાં ઉપલબ્ધ રહેશે આની સાથે બ્લૂટૂથ તેમજ eSIM ના વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે . .કલર વિકલ્પની વાત કરીએ તો આ વોચ તમને ક્લાસિક મોડેલ બ્લેક અને વ્હાઇટમાં મળી રહેશે .જયારે ફેશન મોડેલ કાર્બન અને મિડનાઇટ બ્લુ શેડમાં મળશે . આ વોચમાં ઓટો વર્કઓઉટ પણ ઉપલબ્ધ છે .
કિંમત:
હાલમાં આ Xiaomi Watch S5 સ્માર્ટવોચની ચીનમાં કિંમત CNY 1,199 (લગભગ 16,000 રૂપિયા ) થી શરૂ થાય છે , જે ક્લાસિક બ્લૂટૂથ મોડેલ માટે છે . બીજા મોડેલ ફેશન એડિશનની કિંમત CNY 1,399 (લગભગ 19,000 રૂપિયા ) છે . જયારે eSIM મોડેલ પણ લગભગ આ જ કિંમતમાં ઉપલબ્ધ છે
ફીચર્સ :
આ સ્માર્ટવોચમાં 1.48 ઈંચનું AMOLED ડિસ્પ્લે આપવામાં આવ્યું છે , જે 480x 480 પિક્સેલ રિઝોલ્યુશન અને 2,500 nits સુધીની પીક બ્રાઇટનેસ આપે છે . આ વોચ રાઉન્ડ ડાયલ ડિઝાઇન સાથે આવે છે અને આમાં 150 થી વધુ સ્પોર્ટ્સ મોડ્સને સપોર્ટ કરે છે . જેમાં રનિંગ , સાયકલિંગ અને સ્વિમિંગ જેવી એક્ટિવિટીનો સમાવેશ થાય છે .
હેલ્થ ફીચર્સમાં હાર્ટ રેટ મોનિટરિંગ , બ્લડ ઓક્સિજન (Sp02) ટ્રેકિંગ, સ્લીપ મોનિટરિંગ , કેલરી કાઉન્ટર , પેડોમીટર અને બ્લડ પ્રેશર મોનિટરિંગનો સમાવેશ થાય છે . આ ઉપરાંત આ વોચમાં ફોલ ડિટેક્શન અને વુમન હેલ્થ ટ્રેકિંગ જેવી સુવિધાઓ પણ આપે છે .
આ સ્માર્ટવોચ Android 8 અથવા અપડેટ વર્ઝન અને iOS 14 અથવા તેના અપડેટેડ વર્ઝન સાથે ચાલે છે . જેમ કેએકસીલેરોમીટર , ગાયરોસ્કોપ , જિયોમેગ્નેટિક અને એમ્બિયન્ટ લાઈટ સેન્સર પણ આપવામાં આવેલ છે .
બેટરી :
હવે વાત બેટરીની તો Xiaomi Watch S5માં લગભગ 800mAh થી વધુ ક્ષમતાવાળી બેટરી આપવામાં આવી છે .જે સામાન્ય રીતે 21 દિવસ સુધી ચાલે છે અને જો હેલ્થ ટ્રેકિંગ ચાલુ રાખીએ તો 14 દિવસ સુધી બેટરી ચાલે છે . Always on display ચાલુ રાખવામાં આવે તો 9 દિવસ સુધી બેટરી બેકઅપ મળે છે . આ વોચને 5ATM વોટર રેઝિસ્ટન્સ સાથે આવે છે . આ વોચમાં માઈક્રોફોન અને સ્પીકર જેવી સુવિધાઓ પણ આપવામાં આવે છે .
જાહેરાત
જાહેરાત
YouTube’s Likeness Detection Tool Is Now Available to All Adult Creators