સમાજને પ્રેરણા આપતી " નુક્કડ નાટક " હવે નેટફ્લિક્સ પર 

બે મિત્રો જે ઝૂંપડપટ્ટીના બાળકોને સ્કૂલમાં દાખલ કરાવવાના  કામથી પ્રેરિત થઈ સામાજિક કાર્ય કરતા થયા 

સમાજને પ્રેરણા આપતી

Photo Credit: Netflix

નુક્કડ નાટક 27 ફેબ્રુઆરી , 2026 ના રોજ રિલીઝ થઈ 

હાઇલાઇટ્સ
  • નુક્કડ નાટક એક સામાજિક મુદ્દા પર આધારિત ફિલ્મ
  • ફિલ્મમાં મોલશ્રી , દાનિશ હુસૈન , શિવાંગ અને મયંક શાંડિલ્ય મુખ્ય ભૂમિકાઓ
  • ફિલ્મને IMDb પર 7.1 નું રેટિંગ
જાહેરાત

નુક્કડ નાટક એક સામાજિક મુદ્દા પર આધારિત ફિલ્મ છે , જે સ્ટુડિયો સિસ્ટમથી દૂર રહીને બનાવવામાં આવી છે . આ પ્રોજેક્ટમાં લગભગ ત્રીસ મિત્રોએ ભાગ લીધું છે , જે વાર્તા કહેવાની શક્તિ દ્રારા સમાજમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરે છે . " હાઉ ટુ એન્ટર બોલીવુડ " શીર્ષક ધરાવતી એક પોસ્ટ વાયરલ થતા ફિલ્મને ખાસ લોકપ્રિયતા મળી , જેને 15 મિલિયન વ્યૂઝ મળ્યા . આ ફિલ્મ એક એવા સર્જકના પરિશ્રમ વિશે બતાવે છે , જેણે કોઈ મોટી ઓળખ વગર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું  સ્થાન બનાવ્યું .   આ ફિલ્મ ગરીબી અને નિરક્ષરતાની ઊંડી સમજ આપે છે . આ ફિલ્મને પ્રેક્ષકો દ્રારા સારું અભિપ્રાય મળ્યું છે


ક્યારે અને ક્યાં જોવું 

નુક્કડ નાટક 27 ફેબ્રુઆરી , 2026ના રોજ રિલીઝ થઈ હતી અને હવે 24 એપ્રિલ , 2026થી  નેટફ્લિક્સ પર સ્ટ્રીમિંગ માટે ઉપલબ્ધ છે .

ટ્રેલર અને પ્લોટ 

આ ફિલ્મની વાર્તા બે મિત્રો મોલશ્રી અને શિવાંગની આસપાસ ફરે છે , જેમણે કોલેજ કેન્ટીનમાંથી બહાર કાઢવામાં આવે છે અને તેને ફરીથી શરૂ કરવા માટે એક શરત મુકવામાં આવે છે . તેમને ઝૂંપડપટ્ટી વિસ્તારના પાંચ બાળકોને શાળામાં દાખલ કરવાનું કામ સોંપવામાં આવે છે . શરૂઆતમાં તેઓ મજબૂરીમાં આ શરત  સ્વીકારે છે , પરંતુ ધીમે ધીમે તેઓ ગરીબી અને નિરક્ષરતા જેવી સમસ્યાને બહુ ઊંડાઈથી સમજે છે . આ અનુભવ તેમની વિચારસરણી બદલી નાખે છે  અને તેઓ વધુ બાળકોને સારું શિક્ષણ મળે તેવા ગંભીર પ્રયાસો શરૂ કરે છે .

કાસ્ટ અને ક્રૂ 

આ ફિલ્મનું દિગ્દર્શન તન્મય શેખરે કર્યું છે , જયારે મેઘા ખન્ના અને તન્મય શેખર નિર્માતા તરીકે જોડાયા છે . ફિલ્મમાં મોલશ્રી , દાનિશ હુસૈન , શિવાંગ અને મયંક  શાંડિલ્ય મુખ્ય ભૂમિકાઓમાં છે . આ ફિલ્મની સિનેમેટોગ્રાફી ઈહજાઝ અઝીઝે સંભાળી છે અને સંપાદન શ્રુતિ સુકુમારન દ્રારા કરવામાં આવ્યું છે .

અભિપ્રાય :

આ ફિલ્મને IMDb પર 7.1 નું રેટિંગ મળ્યું છે અને દર્શકો તરફથી સારો અભિપ્રાય મળ્યો છે . ખાસ કરીને તેની વાયરલ વિડિયોએ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી છે  .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Oppo K15 ટૂંક સમયમાં આવશે , 50MP કેમેરા અને વેપર ચેમ્બર કુલિંગ મળશે
  2. Wi-Fi રાઉટરની પાછળ એલ્યુમિનિયમ ફોઈલ લગાવવાથી શું ખરેખર ફાયદો થાય છે ?
  3. Realme 16T 5G ખરીદવાની સારી તક , 8,000mAh બેટરીવાળો ફોન હવે સસ્તો
  4. Motorola Edge 60 Pro ખરીદવાની તક , 50MP કેમેરા અને 6000mAh બેટરી સાથે મળી રહી છે ખાસ ડીલ
  5. WhatsApp નું યુઝરનેમ ફીચર પસંદગીના યુઝર્સ માટે શરૂ , પ્રાઇવસી થશે વધુ મજબૂત
  6. વિધાર્થીઓને ધ્યાનમાં રાખીને iQOO Z11 Lite આવશે , મળશે મિલિટરી - ગ્રેડ ડયુરેબિલિટી
  7. ' ઈકારસ ' બન્યું વિશ્વનું સૌથી મોટું પેપર એરપ્લેન , સફળ ઉડાન સાથે બનાવ્યો નવો રેકોર્ડ
  8. Kia Syros EV માટે બુકિંગ શરૂ , બે બેટરી વિકલ્પ અને પ્રીમિયમ ફીચર્સ મળશે
  9. Apple iPhone 16 હવે ઓછી કિંમતે , બેંક ઓફર અને એક્સચેન્જથી મળશે વધુ ફાયદો
  10. GoBoult Tenet Pro ઈયરબડ્સ આવ્યા , 13mm ડ્રાઈવર , ડયુઅલ ડિવાઈસ કનેક્ટિવિટી સહિત અનેક ફીચર્સ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »