Spotify ફિટનેસ ક્ષેત્રમાં પ્રવેશ્યું , Peloton સાથે પાર્ટનરશિપની જાહેરાત 

Spotifyનું કહેવું છે કે દુનિયાભરમાં 150 મિલિયનથી વધુ ફિટનેસ પ્લેલિસ્ટ સક્રિય છે , તેથી નવું વિસ્તરણ લાવવામાં આવ્યું .

Spotify ફિટનેસ ક્ષેત્રમાં પ્રવેશ્યું , Peloton સાથે પાર્ટનરશિપની જાહેરાત 

Photo Credit: Spotify

હાલમાં મોટાભગના વર્કઆઉટ્સ અંગ્રેજીમાં ઉપલબ્ધ છે પરંતુ થોડાક ટાઈમમાં સ્પેનિશ અને જર્મનમાં પણ ઉપલબ્ધ કરાશે .

હાઇલાઇટ્સ
  • દુનિયાભરમાં 150 મિલિયનથી વધુ ફિટનેસ પ્લેલિસ્ટ્સ ઉપયોગમાં
  • લગભગ 70% પ્રીમિયમ યુઝર્સ દર મહિને ફિટનેસ સંબંધિત કન્ટેન્ટ સાંભળે
  • Spotifyએ " Fitness Hub " લોન્ચ કર્યું
જાહેરાત

સોમવારે Spotify એ " Fitness with Spotify " નામનો નવો ફીચર લોન્ચ કર્યો છે , જેના દ્રારા હવે યુઝર્સને ગાઇડેડ વર્કઆઉટ્સનો અનુભવ મળશે . અત્યાર સુધી Spotify પર મ્યુઝિક , પોડકાસ્ટ અને ઑડીયોબુકસ મળતા હતા , પરંતુ હવે તેમાં ફિટનેસ અને વેલનેસ સંબંધિત કન્ટેન્ટ પણ ઉમેરવામાં આવ્યું છે . આ નવા ફીચરથી Spotify હવે Apple Fitness + Fitbit જેવી સેવાઓ ફ્રી અને પ્રીમિયમ બંને યુઝર્સ માટે ઉપલબ્ધ થશે , પરંતુ પ્રીમિયમ યુઝર્સને વધુ કન્ટેન્ટ મળશે  . Peloton સાથેની પાર્ટનરશિપથી પ્રીમિયમ યુઝર્સને 1,400થી વધુ ક્લાસિસ મળશે .

Spotify Fitness Experience શું મળશે ?

Spotify એપમાં હવે એક ખાસ Fitness Hub ઉમેરવામાં આવ્યો છે . અહીં Strength , Cardio, Yoga , Meditation અને Recovery જેવી કેટેગરીમાં  વર્કઆઉટ્સ અને ગાઇડેડ સેશન મળશે . Spotify એ Yoga with Kassandra , chloe Ting અને  Pilates Body by Raven જેવા જાણીતા ફિટનેસ ક્રિએટર્સ  સાથે પણ પાર્ટનરશિપ  છે , જેથી યુઝર્સને સ્ટ્રક્ચર્ડ કન્ટેન્ટ મળી શકે .

Spotify એ અમેરિકાની ફિટનેસ કંપની Peloton સાથે પણ પાર્ટનરશિપ  કરી છે . તેના દ્રારા પ્રીમિયમ યુઝર્સને 1,400થી વધુ ઓન - ડિમાન્ડ વર્કઆઉટ ક્લાસ  મળશે . આ ક્લાસિસમાં Running થી લઈને Floor Exercises સુધી બધું સામેલ છે , અને તેને Rebecca Kennedy , અલી Love અને Rad Lopez જેવા ટ્રેનર્સ દ્રારા ગાઈડ  કરવામાં આવે છે .

સરળ અને ફ્લેક્સિબલ 

આ વર્કઆઉટ્સ માટે કોઈ ખાસ સાધનોની જરૂર નથી . યુઝર્સ કન્ટેન્ટ ડાઉનલોડ કરીને ઑફ્લાઈન પણ ઉપયોગ કરી શકે છે . Spotify એ એવો અનુભવ   બનાવ્યો  છે કે તમે એક જ સેશન અલગ અલગ ડિવાઈસ પર ચાલુ રાખી શકો , જેમ કે TV પર વિડીઓથી શરૂઆત કરીને , પછી ફોન પર ઑડિયો અને પછી સ્માર્ટ સ્પીકર પર  ચાલુ રાખવું .

Spotify અનુસાર , દુનિયાભરમાં પહેલેથી જ 150 મિલિયનથી વધુ ફિટનેસ પ્લેલિસ્ટ્સ ઉપયોગમાં છે અને લગભગ 70% પ્રીમિયમ યુઝર્સ દર મહિને ફિટનેસ સંબંધિત કન્ટેન્ટ સાંભળે છે  .

અન્ય એપ્સથી કેવી રીતે અલગ ?

Apple Fitness + અને Fitbit જેવી સેવાઓ માટે ખાસ ડિવાઈસ ( જેમ કે Apple Watch અથવા Fitness Band ) જરૂરી હોય છે . પરંતુ Spotifyનો ફાયદો એ છે કે  તેમાં કોઈ ખાસ હાર્ડવેરની જરૂર નથી . તમે ફક્ત એપથી જ વર્કઆઉટ શરૂ કરી શકો છો .

Fitness Hub Spotify એપમાં " Fitness " સર્ચ કરીને અથવા Browse વિભાગમાં જઈને સરળતાથી ખોલી શકાય છે . હાલમાં મોટાભાગમાં સેશન અંગ્રેજીમાં  છે , પરંતુ કેટલાક સ્પેનિશ અને જર્મન ભાષામાં પણ ઉપલબ્ધ છે .


 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Poco C81 Pro વૈશ્વિક બજારોમાં રજૂ : કિંમત $99થી શરૂ 
  2. Spotify ફિટનેસ ક્ષેત્રમાં પ્રવેશ્યું , Peloton સાથે પાર્ટનરશિપની જાહેરાત 
  3. Apple MacBook Ultra પર પણ કામ કરી રહ્યું છે OLED ટચસ્ક્રીન મળવાની શક્યતા 
  4. HMD Vibe 2 5G  ઓછા બજેટ વાળો બેસ્ટ ફોન , ભારતમાં મે મહિનામાં લોન્ચ 
  5. JBL Bar 1300MK2 થી 500MK2 સુધી નવી લાઈનઅપ રજૂ , 2470W સુધી પાવર અને સ્માર્ટ ફીચર્સ સાથે 
  6. Samsung Galaxy Glasses લીક : હળવા ડિઝાઈન , AI ફીચર્સ અને Android XR પ્લેટફોર્મ સાથે આવશે .
  7. Snapgragon 8s Gen 4 સાથે Lenovo Idea Tab Pro Gen 2 આવ્યો , રૂપિયા 39,999થી શરૂઆત 
  8. Realme 16 સિરીઝમાં નવો ઉમેરો : Realme 16 x 5G લોન્ચ નજીક 
  9. YouTubeમાં નવી સર્ચ સુવિધા : વિડીયો સાથે ટેક્સ્ટમાં વિગતવાર માહિતી મળશે 
  10. પ્રીમિયમ ફીચર્સ સાથે આયો  OnePlus Pad 4 , 144Hz સ્ક્રીન અને 13,380mAh બેટરી સાથે 
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »