iPhone જેવી ડિઝાઇન સાથે આવશે ભારતમાં Realme 16 5G

આ સ્માર્ટફોનની ડિઝાઇન iPhone Air જેવી જ છે . તેમજ Realme 16T પણ ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થઇ શકે છે .

iPhone જેવી ડિઝાઇન સાથે  આવશે ભારતમાં Realme 16 5G

Photo Credit: Realme

આ ફોન તમને બે કલર વિકલ્પોમાં જે બ્લેક ક્લાઉડ અને વ્હાઇટ સ્વાનમાં લોન્ચ થશે .

હાઇલાઇટ્સ
  • IP66, IP68, IP69 અને IP69K જેવી રેટિંગ
  • Dimensity 6400 ટર્બો ચિપસેટ
  • ફોનમાં 50MP પ્રાઈમરી સેન્સર અને 2MP મોનોક્રોમ લેન્સ
જાહેરાત

આ વર્ષની શરૂઆતમાં પંસદગીના બજારોમાં લોન્ચ થયેલ Realme 16 5G હવે ટૂંક સમયમાં ભારતમાં પણ લોન્ચ થવાનો છે . એવું કહેવામાં આવે છે કે ભારતમાં લોન્ચ થનારો  Realme 16 5G ગ્લોબલ મોડેલ જેવા જ સ્પેસિફિકેશન્સ હશે . આ ફોનની મુખ્ય વિશેષતા એ છે કે આ ફોનની ડિઝાઇન iphone જેવી છે . આ Realme 16 5G માં Media Tek Dimensity 6400 ટર્બો ચિપસેટ અને 6.57 ઈંચનું AMOLED ડિસ્પ્લે આપવામાં આવ્યું છે . આની સાથે જ 7000mAh  ની મોટી બેટરી અને ડયુઅલ રિયર કેમેરા પણ આપવામાં આવ્યો છે .

Realme 16T :
 એક બ્લોગર પારસ ગુગલાના અનુસાર Realme કંપની ભારતમાં Realme 16 5G  લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે . તેના ડિઝાઇન અને સ્પેસિફિકેશન્સ પણ  ગ્લોબલ લોન્ચ થયેલા Realme 16T જેવા જ હોઈ શકે . જોકી હાલમાં કંપની તરફથી ડિઝાઇન અને લોન્ચ તારીખ વિશેની કોઈ પણ રીતે સત્તાવાર જાહેરાત બાહર પડી નથી.

ફીચર્સ :
Realme 16 5G  જાન્યુઆરી મહિનામાં વિયેતનામમાં લોન્ચ થયો હતો . આ ફોનમાં તમને iPhone Air અને Google Pixel 10 જેવા આડા કેમેરા અને ડિઝાઇન જોવા મળશે . આ ફોનમાં 6.57 ઈંચનું ફૂલ HD+ ફ્લેક્સિબલ AMOLED ડિસ્પ્લે છે , જે 120Hz સુધીના રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે . આ સ્માર્ટફોન Dimensity 6400 ટર્બો ચિપસેટ પર આધારિત છે , જે 12GB સુધી RAM અને 256GB સુધી સ્ટોરેજ સાથે આવે છે .

વાત કરીએ કેમેરા સેટઅપની તો આ ફોનમાં 50MP પ્રાઈમરી સેન્સર અને 2MP મોનોક્રોમ લેન્સ આપવામાં આવ્યું છે .  સેલ્ફી અને વિડીયો કોલ માટે 50MP ફ્રન્ટ કેમરો આપવામાં આવ્યો છે . આ ફોનમાં 7000mAh બેટરી છે જે 60W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે . આ ફોનમાં ધૂળ અને પાણીથી બચાવ માટે IP66,   IP68, IP69 અને IP69K જેવી રેટિંગ આપવામાં આવી છે .

કિંમત :
વિયેતનામમાં Realme 16 5G ના 8GB +256GB વેરિઅન્ટની કિંમત લગભગ 40,000 રૂપિયા અને 12GB +256GB વેરિઅન્ટની કિંમત લગભગ 44,000 રૂપિયા  છે .  ભારતના માર્કેટમાં પણ આ કિંમત સમાન જ રહેશે તેવી શક્યતા છે .  આ ફોન તમને બે કલર વિકલ્પોમાં મળી શકે છે .જે બ્લેક ક્લાઉડ અને વ્હાઇટ સ્વાન  કલરમાં મળી રહેશે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »