Lenovo Aurora GH15 હેડસેટ આવ્યો માર્કેટમાં , 40mm ડ્રાઈવર્સ અને મલ્ટી- કનેક્ટિવિટી સાથે

Lenovo Aurora GH15 Gaming Headset માં 40mm ડાયનેમિક ડ્રાઈવર્સ છે

Lenovo Aurora GH15 હેડસેટ આવ્યો માર્કેટમાં , 40mm ડ્રાઈવર્સ અને મલ્ટી- કનેક્ટિવિટી સાથે

Photo Credit: ITHome

Lenovo Aurora GH15 Gaming Headset માં 40mm ડાયનેમિક ડ્રાઈવર્સ છે

હાઇલાઇટ્સ
  • લેનોવોએ ચીનમાં પોતાનું નવું Aurora GH15 Gaming Headset લોન્ચ કર્યું
  • આ હેડસેટમાં 40mm ડાયનેમિક ડ્રાઈવર્સ આપવામાં આવ્યા છે
  • લેનોવોએ આ હેડસેટને ચીનના બજારમાં 249 યુઆનમાં લોન્ચ કર્યું
જાહેરાત

લેનોવો એ ચીનમાં પોતાનું નવું  Aurora GH15 Gaming Headset લોન્ચ કર્યું છે . આ હેડસેટ ખાસ કરીને ગેમર્સ અને મલ્ટીમીડિયા યુઝર્સને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે . કંપનીનો દાવો છે કે આ ડિવાઈસ ગેમિંગ સાથે સાથે સંગીત , ફિલ્મો અને અન્ય મનોરંજન માટે પણ સારો અનુભવ આપે છે . હેડસેટમાં RGB લાઇટિંગ , ઓછી લેટન્સી અને અનેક કનેક્ટિવિટી વિકલ્પો જેવી સુવિધાઓ આપવામાં આવી છે .

Lenovo  Aurora GH15 Gaming Headset ની કિંમત :

લેનોવોએ આ હેડસેટને ચીનના બજારમાં 249 યુઆનમાં લોન્ચ કર્યું છે , જે ભારતીય રૂપિયામાં અંદાજે 3,500 જેટલું થાય છે . એક અહેવાલ મુજબ , આ હેડસેટ કંપનીની ઓફિશિયલ વેબસાઈટ અને JD.com પરથી ખરીદી શકાય છે .

Lenovo  Aurora GH15 Gaming Headset  ના ફીચર્સ :

આ હેડસેટમાં 40mm ડાયનેમિક ડ્રાઈવર્સ આપવામાં આવ્યા છે , જે સારી સાઉન્ડ ક્વોલિટી આપવા માટે મદદ કરે છે . તેમાં RGB લાઇટિંગ ઇફેક્ટ્સ પણ છે , જે સંગીત સાથે મળીને કામ કરે છે . આની ખાસ વાત એ છે કે યુઝર્સ લાઇટિંગને પોતાની પસંદ મુજબ કસ્ટમાઈઝ પણ કરી શકે છે .

આ હેડસેટમાં કસ્ટમ એકોસ્ટિક ચેમ્બર આપવામાં આવ્યું છે , જે લો- ફ્રીક્વન્સી સાઉન્ડને વધુ અસરકારક બનાવે છે અને સાથે વોકલ્સને પણ સ્પષ્ટ રાખે છે . ગેમિંગ માટે તેમાં 25ms સુધીની અલ્ટ્રા - લો લેટન્સી સપોર્ટ છે , એટલે કે સ્ક્રીન પર થતી એક્શન અને કાનમાં આવતો અવાજ લગભગ એકસાથે અનુભવાય છે . આ કારણે ગેમિંગ વધુ સ્મૂથ અને રિયલ - ટાઈમ લાગે છે .

કનેક્ટિવિટીની વાત કરીએ, તો Lenovo  Aurora GH15 માં 2.4GHz વાયરલેસ કનેક્ટિવિટી , Bluetooth , USB વાયરલેસ કનેક્શન અને 3.5mm હેડફોન જેક જેવા વિકલ્પો આપવામાં આવ્યા છે . એટલે કે તેને સ્માર્ટફોન , ટેબ્લેટ , PC અને અન્ય ડિવાઈસ સાથે સરળતાથી કનેક્ટ કરી શકાય છે . તેની વાયરલેસ રેન્જ લગભગ 10 મીટર સુધીની છે .

આ હેડસેટમાં 1000mAh બેટરી આપવામાં આવી છે , જે લાંબા સમય સુધી ઉપયોગ માટે મદદરૂપ બને છે . સાથે જ તેને ચાર્જ કરવા માટે USB Type - C પોર્ટ પણ આપવામાં આવ્યો છે . કુલ મળીને Lenovo  Aurora GH15 ગેમિંગ અને એન્ટરટેઈનમેન્ટ બંને માટે એક સારો વિકલ્પ બની શકે છે .


 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. NEET વિવાદ બાદ ટેલિગ્રામને રાહત , પરંતુ 30 જૂન સુધી કેટલાક નિયંત્રણો યથાવત
  2. Coolpadનો નવો બજેટ ફોન cool 80 રજૂ , iPhone જેવી ડિઝાઈન સાથે મળશે 128GB સ્ટોરેજ
  3. Cred સ્થાપક કુણાલ શાહ સંભાળશે WhatsApp ની કમાન , Meta એ Cred માં કર્યું $900 મિલિયન રોકાણ
  4. Lenovo Aurora GH15 હેડસેટ આવ્યો માર્કેટમાં , 40mm ડ્રાઈવર્સ અને મલ્ટી- કનેક્ટિવિટી સાથે
  5. 200MP કેમેરા અને Snapdragon 8 Elite Gen 5 સાથેનો Samsung Galaxy S26 Ultra હવે ઓછી કિંમતે ઉપલબ્ધ
  6. 7000mAh બેટરી અને 50MP કેમેરાવાળો Oppo Reno 15c હવે ઓછી કિંમતે ખરીદવાની તક
  7. WhatsApp Betaમાં મોટા ફેરફારોની ઝલક , View - Once Text અને Meta one Subscription પર કામ ચાલુ
  8. Google Pixel 10 5G સસ્તામાં ખરીદવાનો મોકો , Vijay Sales પર મળી રહી છે મોટી ઓફર
  9. FIFA વર્લ્ડ કપ 2026 ભારતમાં કેવી રીતે જોવો ? Zee , DD Sports અને Zee5 પર મળશે લાઈવ કવરેજ
  10. Apple iPhone 17 Pro ખરીદવાની તક : ડિસ્કાઉન્ટ , બેંક ઓફર્સ અને એક્સચેન્જ સાથે કિંમતમાં મોટો ઘટાડો
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »