10,200mAh બેટરી અને 2.5K ડિસ્પ્લે ધરાવતું Lenovo Tab Plus Gen 2 વૈશ્વિક બજારમાં રજૂ

Lenovo Tab Plus Gen 2 માં Media Tek Dimensity 7400 ચિપસેટ આપવામાં આવી છે

10,200mAh બેટરી અને 2.5K ડિસ્પ્લે ધરાવતું Lenovo Tab Plus Gen 2  વૈશ્વિક બજારમાં રજૂ

Photo Credit: Lenovo

Lenovo Tab Plus Gen 2 માં 12.1 ઇંચ ડિસ્પ્લે આપેલ છે .

હાઇલાઇટ્સ
  • Lenovo Tab Plus Gen 2 વૈશ્વિક બજારમાં લોન્ચ
  • પરફોર્મન્સ માટે આ ટેબ્લેટમાં Media Tek Dimensity 7400 ચિપસેટ
  • Lenovo Tab Plus Gen 2 માં 12.1 ઇંચ ડિસ્પ્લે આપેલ છે .
જાહેરાત

લેનોવોએ તેનું નવું પ્રીમિયમ ટેબ્લેટ  Lenovo Tab Plus Gen 2  વૈશ્વિક બજારમાં લોન્ચ કર્યું છે . આ ટેબ્લેટ ખાસ કરીને મનોરંજન અને મલ્ટીમીડિયા અનુભવને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરવામાં આવ્યું છે . તેમાં 12.1 ઇંચની LCD ડિસ્પ્લે આપવામાં આવી છે , જે 2560x 1600 પિક્સલ્સ ( 2.5K ) રિઝોલ્યુશન અને 120Hz રિફ્રેશ રેટ સાથે આવે છે . આ ઉપરાંત ડિસ્પ્લે Dolby Vision અને HDR10 સપોર્ટ કરે છે , જયારે 800 nits સુધીની પીક બ્રાઇટનેસ પણ આપે છે . Lenovo Tab Plus Gen 2 ની કિંમત આશરે રૂપિયા 37,500 રાખવામાં આવી છે .

Lenovo Tab Plus Gen 2 ના સ્પેસિફિકેશન્સ :

આ ટેબ્લેટમાં બિલ્ટ - ઈન 360 ડિગ્રી રોટેટિંગ કિકસ્ટેન્ડ આપવામાં આવ્યું છે , જે યુઝર્સને જુદા જુદા એંગલથી વિડીયો જોવા , વિડીયો કોલિંગ કરવા અથવા કામ કરવા માટે વધુ સુવિધા આપે છે . Lenovo Tab Plus Gen 2 ની સૌથી મોટી ખાસિયત તેની શક્તિશાળી ઓડિયો સિસ્ટમ છે . તેમાં JBL ના 9 યુનિટ પ્રો સ્પીકર્સ અને ડેડિકેટેડ બાસ યુનિટ આપવામાં આવ્યા છે , જે Dolby Atmos સપોર્ટ સાથે સિનેમેટિક સાઉન્ડ અનુભવ આપે છે . આ ઉપરાંત , તેમાં Bluetooth Speaker Mode પણ આપવામાં આવ્યો છે , જેના કારણે તેને સ્માર્ટફોન સાથે કનેક્ટ કરીને પોર્ટેબલ બ્લૂટૂથ સ્પીકર તરીકે ઉપયોગ કરી શકાય છે .

પરફોર્મન્સ માટે આ ટેબ્લેટમાં Media Tek Dimensity 7400 ચિપસેટ આપવામાં આવ્યો છે . ડિવાઈસ 12GB સુધીની RAM અને 256GB સુધીની સ્ટોરેજ સાથે ઉપલબ્ધ છે . જો વધુ સ્ટોરેજની જરૂર હોય તો માઈક્રોએસડી કાર્ડની મદદથી તેને 2TB સુધી વધારી શકાય છે . ટેબ્લેટ Android 16 ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે , જે નવા ફીચર્સ અને સ્મૂથ અનુભવ આપે છે .

પાવર બેકઅપ માટે તેમાં 10,200mAhની મોટી બેટરી આપવામાં આવી છે , જે 45W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે . ફોટોગ્રાફી અને વિડીયો કોલિંગ માટે પાછળ 13MP ઓટોફોક્સ કેમેરા અને આગળ 8MP સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે .

Lenovo Tab Plus Gen 2 ની કિંમત :

કિંમતની વાત કરીએ તો Lenovo Tab Plus Gen 2 ની કિંમત $400 ( આશરે રૂપિયા 37,500) રાખવામાં આવી છે . ટેબ્લેટ હાલમાં વૈશ્વિક બજારમાં રજૂ કરવામાં આવ્યું છે અને કંપનીની સત્તાવાર વેબસાઈટ પર લિસ્ટ કરવામાં આવ્યું છે . શક્તિશાળી ઓડિયો , મોટી ડિસ્પ્લે અને પ્રીમિયમ ફીચર્સને કારણે આ ટેબ્લેટ યુઝર્સ માટે આકર્ષક વિકલ્પ બની શકે છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. 8,000mAh બેટરીવાળો Poco M8 Power 5G થયો સસ્તો , મળશે રૂપિયા 3000 સુધીનું ડિસ્કાઉન્ટ
  2. AI નહીં છીનવે લખો નોકરીઓ ! વિશ્વ બેંકના અહેવાલમાં ભારત માટે સારા સમાચાર
  3. Amazon Saleમાં ધમાકેદાર ડીલ્સ : રૂપિયા 20,000ના બજેટમાં iQOO, OnePlus, Realme અને Samsungના ફોન સસ્તા
  4. ખાસ નોંધ લો! Samsungનો ફ્લેગશિપ ફોન હવે Amazon Freedom Sale માં ઓછા ભાવે
  5. મોટી બચત કરો iPhoneની ખરીદી Flipkart Freedom Sale 2026માં
  6. Vivo S2 લોન્ચ પહેલા ફીચર્સ અને કિંમત લીક , 120Hz AMOLED ડિસ્પ્લે સાથે આવશે
  7. Xiaomiનો Redmi 17 5G રજૂ , Android 16 અને Unisoc T 8300 પ્રોસેસર મળશે
  8. Vivo V80 Lite 5G માં મળી શકે 6.83 ઇંચ AMOLED ડિસ્પ્લે અને 7,050mAh બેટરી
  9. IndiGoની ખાસ ઓફર , પસંદ થયેલા મુસાફરોને મળશે રૂપિયા 10,000 સુધીનું રિફંડ
  10. OnePlus 15 ખરીદવાનો સારો મોકો , Amazon સેલમાં મળશે આકર્ષક ડિસ્કાઉન્ટ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »