Snapgragon 8s Gen 4 સાથે Lenovo Idea Tab Pro Gen 2 આવ્યો , રૂપિયા 39,999થી શરૂઆત 

Lenovo Idea Tab Pro Gen 2 માં 13 ઇંચ 3.5K LCD પેનલ છે જે 144Hz રિફ્રેશ રેટ સાથે આવે છે 

Snapgragon 8s Gen 4 સાથે Lenovo Idea Tab Pro Gen 2 આવ્યો , રૂપિયા 39,999થી શરૂઆત 

Photo Credit: Lenovo

Lenovo Idea Tab Pro Gen 2  માં 13 મેગાપિક્સલનો રિયર કેમેરા છે .

હાઇલાઇટ્સ
  • ડિવાઈસનું પ્રીવ્યૂ Mobile World Congress 2026 દરમિયાન કરવામાં આવ્યું
  • ટેબ્લેટ 1 મેથી Lenovo ની ઓફિશિયલ વેબસાઈટ ઈ - કોમર્સ પ્લેટફોર્મ્સ અને રિટ
  • Snapdragon 8s Gen 4 ચિપસેટ , Adreno 825 GPU અને Qualcomm Hexagon NPU
જાહેરાત

Lenovo એ ભારતમાં તેનો નવો પ્રીમિયમ Android ટેબ્લેટ Lenovo Idea Tab Pro Gen 2 લોન્ચ કર્યો છે . આ ટેબ્લેટ શક્તિશાળી Snapdragon 8s Gen 4 પ્રોસેસર  સાથે આવે છે અને ઓન - ડિવાઈસ AI ફીચર્સને સપોર્ટ કરે છે . તેમાં 8GB RAM અને 256GB સ્ટોરેજનું એકમાત્ર વેરિઅન્ટ મળે છે . 13 ઇંચની 3.5K ડિસ્પ્લે સાથે 144Hz રિફ્રેશ રેટ , Dolby Vision અને હાઈ બ્રાઇટનેસ તેને પ્રીમિયમ વ્યૂઇંગ અનુભવ આપે છે . સાથે જ Dolby Atmos સપોર્ટવાળા ચાર JBL સ્પીકર્સ મજબૂત ઓડિયો આપે છે . ટેબ્લેટમાં 10,200mAh બેટરી અને 45W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવ્યો છે . આ ડિવાઈસનું પ્રીવ્યૂ Mobile World Congress 2026 દરમિયાન કરવામાં આવ્યું હતું .

કિંમત અને ઉપલબ્ધતા 

ભારતમાં Lenovo Idea Tab Pro Gen 2 ની કિંમત રૂપિયા 39,999 રાખવામાં આવી છે , જે 8GB RAM + 256GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે છે . આ ટેબ્લેટ  1 મેથી Lenovo ની ઓફિશિયલ વેબસાઈટ ઈ - કોમર્સ પ્લેટફોર્મ્સ અને રિટેલ સ્ટોર્સ પર ઉપલબ્ધ થશે . લોન્ચ ઓફર તરીકે ગ્રાહકોને રૂપિયા 3000 નો ઇન્સ્ટન્ટ બેંક ડિસ્કાઉન્ટ  મળશે . આમાં કંપનીએ એક વર્ષની વોરંટી પણ આપે છે . વૈશ્વિક બજારમાં તેની શરૂઆત EUR 549 (લગભગ રૂપિયા 58,000) થી થઈ હતી   . ટેબ્લેટ ક્લાઉડ ગ્રે , જેલી મિન્ટ અને લુના ગ્રે કલર ઓપ્શનમાં આવે છે .

સ્પેસિફિકેશન્સ અને ફીચર્સ 

Lenovo Idea Tab Pro Gen 2 Android 16 પર ચાલે છે અને તેને Android 18 સુધીના અપગ્રેડ સાથે 2030 સુધી સુરક્ષા અપડેટ્સ મળશે . તેમાં 13 ઇંચ 3.5K  (2190x 3540) LCD ડિસ્પ્લે છે જે 144Hz રિફ્રેશ રેટ , 16:10 આસ્પેક્ટ રેશિયો અને 800 nits સુધી બ્રાઇટનેસ આપે છે .

પરફોર્મન્સ માટે તેમાં Snapdragon 8s Gen 4 ચિપસેટ , Adreno 825 GPU અને Qualcomm Hexagon NPU આપવામાં આવ્યા છે . AI આધારિત ફીચર્સમાં  AI Notes , Smart Reader , Live Transcript , Circle to Search , Google Gemini અને રીઅલ - ટાઈમ ટ્રાન્સલેશનનો સમાવેશ થાય છે .

ફોટોગ્રાફી માટે પાછળ 13MP કેમેરા અને આગળ 8MP કેમેરા આપવામાં આવ્યો છે . કનેક્ટિવિટી માટે USB Type - C , Wi - Fi 7 અને Bluetooth 6 મળે  છે . ટેબ્લેટમાં એક્સીલેરોમીટર , ગાયરોસ્કોપ , RGB અને હોલ સેન્સર પણ સામેલ છે .

આ ઉપરાંત , તે Lenovo 2 - in - 1 કીબોર્ડ અને ટચપેડ( અલગથી વેચાય છે ) ને સપોર્ટ કરે છે અને બોક્સમાં Lenovo Tab Pen Plus મળે છે , જેમાં 4096 પ્રેશર લેવલ્સ છે . 

આ ટેબ્લેટમાં 10,200mAh બેટરી છે , જે 45W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે . તેનું વજન 598 ગ્રામ છે અને તેની જાડાઈ માત્ર 6.2mm છે , જે તેને સ્લિમ અને પોર્ટેબલ  બનાવે છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. 50MP કેમેરા અને 6000mAh બેટરીવાળો Ai+ Nova 2 Ultra 5G થયો સસ્તો , જાણો ફ્લિપકાર્ટ ઓફર્સ
  2. iQOO 15R પર બમ્પર ડિસ્કાઉન્ટ , શક્તિશાળી બેટરી અને 500MP કેમેરાવાળો ફોન હવે ઓછી કિંમતે
  3. ઓસ્ટ્રેલિયાનો સોશિયલ મીડિયા કાયદો દુનિયા માટે પ્રેરણારૂપ , PM મોદીએ ગણાવ્યો મહત્વપૂર્ણ
  4. ChatGPT થી પ્રોગામ બનાવી Bandai Channel પર હુમલો , જાપાનમાં કિશોર ઝડપાયો
  5. Ugreen PB728 પાવરબેંકમાં બિલ્ટ - ઈન કેબલ અને કલર ડિસ્પ્લે , જાણો કિંમત અને ફીચર્સ
  6. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય , ઇલેક્ટ્રોનિક્સ પાર્ટસ પર ડ્યુટીમાં રાહતથી ગ્રાહકોને મળશે ફાયદો
  7. 8,000mAh બેટરી અને Dimensity 6300 ચિપસેટ સાથે આવી રહ્યો છે Realme Narzo 100x 5G
  8. ઇલેક્ટ્રિક સ્કૂટરની માંગ વધી , TVS પ્રથમ જયારે Ola Electric પાંચમા સ્થાને પહોંચી
  9. 1400 અને 1600 નંબર સિરીઝ પર Truecallerનો TRAI સામે ખુલ્લો વિરોધ , સ્પામ કોલ્સ મુદ્દે ઉઠાવ્યા સવાલ
  10. Noiseની પ્રથમ સ્ક્રીનલેસ REP Band આવી , 10 દિવસની બેટરી સાથે મળશે સ્માર્ટ હેલ્થ ફીચર્સ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »