એસર દ્વારા વજનમાં હલકું એને સાથે લઈ જવામાં સરળ રહે તેવું Nitro Lite 16 લેપટોપ ભારતના બજારમાં મૂક્યું છે.
Photo Credit: Acer
એસર નાઇટ્રો લાઇટ ૧૬ માં હાઇલાઇટેડ WASD કી છે
એસર દ્વારા વજનમાં હલકું એને સાથે લઈ જવામાં સરળ રહે તેવું Nitro Lite 16 લેપટોપ ભારતના બજારમાં રાજુ કરાયું છે. બુધવારે લોન્ચ થયેલા આ લેપટોપમાં 13મી જનરેશનનું Intel Core i7 પ્રોસેસર આપવામાં આવ્યું છે. 6Gની વીડિયો મેમરી સાથે એનવીડિયા GeForce RTX 4050 GPUથી આ લેપટોપ સજ્જ છે. આ લેપટોપ બજારમાં આવતા તે અદ્યતન ગેમિંગ લેપટોપ બની રહેશે. તેની બોડીમાં મેટલને બદલે પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા તે વજનમાં પણ હલકું બન્યું છે. હલકું હોવાને કારણે તેને સાથે લઈ જવામાં અને કેમ્પસમાં જ મીટિંગ દરમ્યાન તેને સાથે રાખવામાં ઘણી સુવિધા રહેશે.
લેપટોપ માત્ર એક જ કલર પર્લ વ્હાઈટમાં કંપનીની વેબસાઈટ પર લિસ્ટ કરાયું છે. Acer Nitro Lite 16 કંપનીની વેબસાઈટ ઉપરાંત એસરના સ્ટોર પરથી તેમજ ઈ કોમર્સ સાઇટ એમેઝોન અને ફ્લિપકાર્ટ પરથી પણ મેળવી શકાશે.
Acer Nitro Lite 16નું બેઝ મોડેલ ભારતમાં રૂ. 79,990માં મળશે આ લેપટોપમાં ઇન્ટેલ કોર i5-13420H પ્રોસેસર આપવામાં આવ્યું છે અને તેની રેમ 16GB રહેશે. જ્યારે અન્ય એક મોડેલ જેમાં, ઇન્ટેલ કોર i7-13620H પ્રોસેસર આપવામાં આવ્યું છે અને તેની કિંમત રૂ. 89,999 છે.
કંપનીએ આ લેપટોપમાં 16 ઇંચની IPS LCD સ્ક્રીન આપી છે તેનો આસ્પેક્ટ રેશિઓ 16:10 છે અને ફૂલ HD+ (1,920×1,200 pixels) રિસોલ્યુશન આપે છે. અને તેમાં સિલ્કી સ્મૂધ રિફ્રેશ રેટ 165Hz હોવાથી દરેક ગેમર સરાહના કરશે. Acer Nitro Lite 16 વેન્ડોઝ 11 પર ચાલશે અને તેમાં 3- સેલ 53Wh Li-ion બેટરી આપવામાં આવી છે જે 100W ના યુએસબી પીડી એડપ્ટર દ્વારા ચાર્જ કરી શકાશે. તેની ડિઝાઇન એકદમ સલીમ છે અને મર્ક્યુરી મુક્ત પર્યાવરણ મિત્ર છે.
ચીનમાં બનેલું આ લેપટોપ ખરીદી કરતાં સાથે લેપટોપ, પાવર કેબલ, પાવર એડપ્ટર અને યુઝર મેન્યુઅલ આવશે. તેનું વજન 1.95 કિલો રહેશે.
Nitro Lite 16માં બે સ્ટીરીયો સ્પીકર અને ફૂલ એચડી કેમેરા આપવામાં આવ્યા છે અને સાથે પ્રાઈવસી શટર પણ છે. આ લેપટોપ કનેક્ટિવિટી માટે વાયફાય 6, બ્લૂટૂથ 5.1ને સપોર્ટ કરે છે. યુએસબી 3.2 જેન USB 3.2 અને થંડરબોલ્ટ 4, એથરનટ તેમજ એચડીએમઆઈ 2.1 પોર્ટ આપવામાં આવ્યા છે તેમાં કોમ્બો ઓડિયો જેક(માઇક્રોફોન ઇનપુટ અને હેડફોન આઉટપુટ) આપ્યું છે.
જાહેરાત
જાહેરાત
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹44,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Haier M70 Mini LED 65-inch
Starts from ₹74,990
CMF Buds Neo True Wireless Stereo (TWS) Earphones
Starts from ₹2,199
Xiaomi TV FX Mini LED 65
Starts from ₹64,999
IFA 2026: Lenovo Unveiled New IdeaPad, Yoga and ThinkBook Laptops
IFA 2026: Nvidia RTX Spark PCs, Local AI Tools Announced With October Launch Planned
Luna Band Now Available Globally: Check Price in India, Specifications and Features