એમેઝોને ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2025 રજુ કર્યું છે. એમેઝોન સેલ હાલમાં લાઇવ ચાલી રહ્યું છે
Photo Credit: Amazon
એમેઝોન ગ્રેટ ફ્રીડમ ફેસ્ટિવલ સેલ 2025 31 જુલાઈથી શરૂ થયો
એમેઝોન દ્વારા ભારતમાં અનેક ઉત્પાદનો પર ડિસ્કાઉન્ટ જાહેર કર્યું છે. ગયા અઠવાડિયે શરૂ થયેલા સેલમાં માત્ર ઉત્પાદનની કિંમત દ્વારા જ નહીં પણ બેંક ઓફર, એક્સચેન્જ ઓફર, નો-કોસ્ટ ઈએમઆઈ, કૂપન આધારિત ડિસ્કાઉન્ટ પણ જાહેર કરાયા છે. આ લાભોને કારણે ગ્રાહક તેની ગમતી વસ્તુઓ ઘણા કિફાયતી દરે ખરીદી શકશે. એમેઝોને ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2025 રજુ કર્યું છે. એમેઝોન સેલ હાલમાં લાઇવ ચાલી રહ્યું છે અને તેમાં લગભગ તમામ કેટેગરી આવરી લેવામાં આવી છે. આ સેલમાં બધા જ શ્રેષ્ઠ ગેજેટ્સને પણ આવરી લેવાયા છે.
સેલમાં ટોપ બ્રાન્ડના વિવિધ કેટેગરીના ઉત્પાદનોને આવરી લેવાયા છે જેમાં, એક અદ્ભુત શ્રેણી ટેબ્લેટ્સની પણ છે. અનેક સારા લેપટોપ રૂ. 60,000થી પણ ઓછા ભાવમાં મળી રહ્યા છે. એસર, એસસ, એચપી અને લેનોવોના લેપટોપમાં ઘણું સારું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે. એમેઝોન દ્વારા એસબીઆઈ કાર્ડ દ્વારા થતા વ્યહ્વારો પર 10 ટકા ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ તો અપાયું જ છે, સાથે જ એક્સચેન્જ ઓફરનો લાભ પણ આપવાંમાં આવ્યો છે જેને કારણે ખરીદનારને તે જ ટેબ્લેટ્સ વધુ ઓછા ભાવે મળી શકશે. આ સેલ ગયા અઠવાડિયે 31 જુલાઈએ બપોરે શરૂ કરાયું હતું અને તેમાં અગ્રણી ટોપ બ્રાન્ડના અનેક લેપટોપમાં મોટાપાયે ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે. ડિસ્કાઉન્ટ હેઠળ અદ્યતન ફીચર્સ જેમકે, ઇન્ટેલ અને આઈએમડી પ્રોસેસર, ટચ ડિસ્પ્લે અને AI આધારિત કામગીરી કરતા લેપટોપને પણ આવરી લેવાયા છે.
સેલ હેઠળ ખરીદી કરતા ગ્રાહકો માટે એમેઝોન વધારાની બેંક ઓફર, એક્સચેન્જ ઓફર, નો કોસ્ટ ઈએમઆઈ તેમજ કૂપન આધારિત ડિસ્કાઉન્ટનો લાભ પણ આપી રહી છે જેને કારણે ગ્રાહકોને વધારાની બચત પણ થશે. લેપટોપ માટે ખાસ આકર્ષક ઓફર આપવામાં આવી છે.
એચપીનું 13મી જનરેશનનું ઇન્ટેલ કોર i5-1334U, એચપી 15 જે હાલમાં રૂ. 45,240માં મળી રહ્યું છે તેનો બજારભાવ જોઈએ તો રૂ. 72,111 છે. આમ, સેલ હેઠળ ગ્રાહકને ખરીદવામાં ઘણો ફાયદો રહે છે. એચપી સાથે અન્ય લેપટોપ લેનોવોના લેપટોપમાં પણ અનેક ડિસ્કાઉન્ટ ઓફર કરાયા છે. તેની વિગતો જોઈએ તો, લેનોવોનું 13મી જનરેશનનું ઇન્ટેલ કોર i7-13620H CPU આઇડિયાપેડ સલીમ 3 જેની કિંમત રૂ. 89,390 છે તે હાલમાં સેલ દરમ્યાન રૂ. 55,240માં મળી રહ્યું છે. આ જ પ્રમાણે એસરનું એસ્પાયર ગો 14 કે જે 14 મી જનરેશન ઇન્ટેલ કોર અલ્ટ્રા 5 125H પ્રોસેસર સાથે આવે છે તેનો બજાર ભાવ રૂ. 72,999 છે અને સેલ દરમ્યાન તે રૂ. 52,990માં ખરીદી શકાશે. આમ, એમેઝોન દ્વારા તેના સેલમાં કિંમતોમાં ધરખમ ઘટાડો કરી લાભોની લ્હાણી કરી છે.
સેલમાં કિંમતમાં ડિસ્કાઉન્ટ ઉપરાંત, એક્સચેન્જ ઓફર, નો કોસ્ટ ઈએમઆઈ, એસબીઆઈ કાર્ટ ધારકને 10 ટકા ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ (રૂ. 5,250 મહત્તમ) એમેઝોન પે આઈસીઆઈસીઆઈ ક્રેડિટ કાર્ડ ધારકને 5 ટકા કેશબેક તેમજ કેટલાક ઉત્પાદનો પર કેશ ઓન ડિલીવરી આ ઉપરાંત જેઓ ઈમેઝોન પે યુપીઆઈ વાપરતા હોય તેમને ચુકવણી સમયે 5 ટકા કેશબેક જેવી ઓફર આપવામાં આવી રહી છે.
જાહેરાત
જાહેરાત