એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2025, 23 સપ્ટેમ્બરથી શરૂ થઈ ગયું છે અને તેમાં અનેકવિધ ઉત્પાદનોમાં ડિસ્કાઉન્ટ ઓફર કરાઈ રહ્યા છે.
એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2025 અનેક બ્રાન્ડ્સના મિકેનિકલ કીબોર્ડ પર ડિસ્કાઉન્ટ લાવે છે
એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2025, 23 સપ્ટેમ્બરથી શરૂ થઈ ગયું છે અને તેમાં અનેકવિધ ઉત્પાદનોમાં ડિસ્કાઉન્ટ ઓફર કરાઈ રહ્યા છે. આ સમયે જો તમારે તમારા લેપટોપ માટે એસેસરીઝ અપગ્રેડ કરવી હોય તો આ યોગ્ય સમય છે. વાયરલેસ માઉસથી હેડફોન્સ સુધી, અને ઇંક-જેટ પ્રિન્ટર્સથી મિકેનિકલ કીબોર્ડ સહિતના ઉત્પાદનો પર આકર્ષક ડિસ્કાઉન્ટ ચાલી મળી રહ્યું છે. હાલમાં તેમાં, HP, Aula અને Redragon જેવી કંપનીઓના ઉત્પાદન ડિસ્કાઉન્ટમાં મળી રહ્યા છે.જો તમને લાંબા સમય સધી ટાઈપિંગ કરવાનું રહેતું હોય અથવા કોડિંગ લેખન, ગેમિંગ હોય કે ઘરેથી કામ કરતા હોય તો આ મિકેનિકલ કીબોર્ડ ઉપયોગી સાબિત થાય છે. નિયમિત મેમ્બ્રેન કીબોર્ડથી વિપરીત, મિકેનિકલ કીબોર્ડ દરેક કી હેઠળ વ્યક્તિગત સ્વીચોનો ઉપયોગ કરે છે, જે દરેક પ્રેસ સાથે લાંબી અને વધુ "ક્લિકી" કી ટ્રાવેલ સાથે આવે છે. જેઓ કલાકો સુધી ટાઇપ કરે છે અને ગેમર્સ જેમને ચોક્કસ ઇનપુટની જરૂર હોય છે તેમણે માટે આ ઘણું સગવડભર્યું બનાવે છે. સામાન્ય કીબોર્ડની તુલનાએ તે ટકાઉ અને પ્રતિભાવ આપવામાં કુશળ હોય છે.
પ્રમાણભૂત કીબોર્ડ કરતાં વધુ સારી છે. સ્પર્શના પ્રતિસાદથી પણ એ ખાતરી રહે છે કે ટાઈપિંગની ભૂલો ઓછી થાય છે. ઉપરાંત, ઝડપી એક્ટ્યુએશનને કારણે ગેમર્સને દરેક ઇનપુટ પર ઝડપી પ્રતિભાવો મળે છે.
આજે અહીં મિકેનિકલ કીબોર્ડ પર મળી રહેલા આકર્ષક ડિસ્કાઉન્ટની સૂચિ તૈયાર કરી રજૂ કરી છે. જેમાં, HP GK400F જેની કિંમત રૂ. 2,499 છે અને જે RGB બેકલીટ કી અને મેટલ પેનલ સાથે આવે છે તે સેલ હેઠળ રૂ. 1,599માં, Keychron K2 Max રૂ. 28,199 ને બદલે રૂ. 13,999માં, Aula F75 રૂ. 15,999 ને બદલે રૂ. 5,688 માં, Redragon K617 રૂ. 3,499 ને બદલે રૂ. 2,289માં, Kreo Hive 65 રૂ. 4,999 ને સ્થાને હાલમાં રૂ. 2,399 માં તેમજ EvoFox Katana X2 FS જેની કિંમત રૂ. 3,499 છે તે હાલમાં રૂ. 1,749માં લઈ શકશો.
SBI ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડથી ચુકવણી પર વધુ 10 ટકા ડિસ્કાઉન્ટ પણ મેળવી શકે છે. આ સેલમાં લેપટોપ, સ્માર્ટફોન, એરકન્ડિશનર્સ, ફ્રીજ, હેડફોન્સ , ટીવી, વોશિંગ મશીન, રોબોટ વેક્યુમ ક્લીનર્સ, ગેમિંગ હેડસેટ્સ વગેરે સહિતની અનેકવિધ વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ જાહેર કરાયા છે.
જાહેરાત
જાહેરાત